દેશ છોડતા પહેલા 1 હેલિકોપ્ટર, 4 કાર ભરીને પૈસા લઈ ગયા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી સમગ્ર વિશ્વની નજર આ બે દેશો પર છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશની વસ્તીને તાલિબાનના હાલ પર છોડી ભાગી ગયા છે. પરંતુ આ પૂરતું ન હતું કે હવે રાષ્ટ્રપતિ ગનીને લઈને રશિયનના દૂતાવાસે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે.
  • કાબુલમાં આવેલ રશિયન દૂતાવાસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ગની અફઘાનિસ્તાનથી ભાગતી વખતે તેની સાથે એક હેલિકોપ્ટર અને ચાર કારોમાં ઘણા બધા પૈસા ભરીને લઈ ગયા છે. કેટલાક પૈસા તો રસ્તા પર પડેલા જોવા મળ્યા છે. આ ખુલાસો રશિયાની આરઆઈએ એજંસીએ કર્યો છે. રશિયા તાલિબાન સાથે સતત સંપર્ક જાળવી રાખે છે.
  • બીજી બાજુ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ફેસબુક પર પોતાની સ્પષ્ટતામાં એક પોસ્ટ પણ શેર કરી છે. તેમાં તે દાવો કરી રહ્યા છે કે તેમણે દેશમાં અત્યાચાર અને વિનાશ રોકવા માટે અફઘાનિસ્તાન છોડ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે તાલિબાન જેવુ જ કાબુલમાં ઘૂસ્યું હતું તેમ જ અશરફ ગની રાષ્ટ્રપતિ મહેલ છોડી ભાગી ગયા હતા.
  • કાબુલમાં આવેલ રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઈશ્ચેન્કોએ આરઆઈએ ન્યૂઝ એજંસીને જણાવ્યું હતું કે ગની જે કાફલા સાથે ભાગી ગયા હતા તેમાં શામેલ ચાર કારમાં પૈસા ભરેલા હતા. તે પોતાના હેલિકોપ્ટરમાં પણ રોકડ લઈ ગયા હતા. તેની ઈચ્છા વધુ પૈસા લઈ જવાની હતી પરંતુ જગ્યાના અભાવે તે આવું કરી ન શક્યા. તેણે આ બધું ઉતાવળમાં કર્યું જેના કારણે કેટલીક રોકડ રસ્તા પર પણ વેરવિખેર થઈ ગઈ.
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અફઘાનિસ્તાનમાં ખાસ દૂત જમીલ કાબુલોવ જણાવે છે કે હજુ તે સ્પષ્ટ નથી કે તે તેની સાથે કેટલા પૈસા લઈ ભાગી ગયા છે. ગનીએ રવિવારે તેના પહેલા નિવેદનમાં કહ્યું કે જો કાબુલ પર તાલિબાન દ્વારા બળજબરીપૂર્વક કબજો કરવાની કાર્યવાહીમાં જો અસંખ્ય દેશવાસીઓ શહીદ થાય છે અને શહેરને વિનાશ જોવો પડે છે તો 60 લાખ વસ્તી ધરાવનાર આ શહેર માટે એક મોટી માનવ આપત્તિ હશે. ગનીએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે લોહીની નદીઓ વહે તેનાથી સારું હું દેશ છોડી ચાલ્યો જાઉં.
  • અટકળો એવી લગાવી રહ્યા છે કે 72 વર્ષના અશરફ ગની પડોશી તાજિકિસ્તાનમાં મદદ લઈ શકે છે. બીજો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હાલમાં ઓમાનમાં છે અને ટૂંક સમયમાં એમેરિકા ચાલ્યા જશે. ખરેખર તાજિકિસ્તાને ગનીના જહાજને તેની જમીન પર ઉતરવાની પરવાનગી ન આપી. ગનીએ એમ પણ કહ્યું કે હવે તે તાલિબાન બળવાખોરોને વિચારવાનું છે કે તેને અફઘાનિસ્તાનના નામ અને સન્માનની રક્ષા કરવી છે કે અન્ય સ્થાનો અને નેટવર્કને પ્રાધાન્ય આપવું છે.
  • ગનીએ વધુમાં કહ્યું કે જો તાલિબાન દેશવાસીઓના દિલ જીતવા ઈચ્છે છે તો તે જરૂરી છે કે તે અફઘાનિસ્તાનના તમામ લોકો, રાષ્ટ્રો, વિવિધ પ્રદેશો, બહેન-પુત્રીઓ અને મહિલાઓને સુરક્ષાની ખાતરી આપે. જણાવી દઈએ કે ગની અફઘાનિસ્તાનના 14 મા રાષ્ટ્રપતિ છે. તે શૈક્ષણિક અને અર્થશાસ્ત્રી પણ છે. તેને 20 સપ્ટેમ્બર 2014 ના રોજ પહેલીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે શિક્ષણ માનવશાસ્ત્રી અને દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં તે કાબુલ યુનિવર્સિટીના ચાંસેલર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

Post a Comment

0 Comments