WTC 2021-2023: આગામી બે વર્ષમાં ભારત રમશે આ 6 દેશો સામે મેચ, જાણો સંપૂર્ણ ટાઈમ ટેબલ

  • ભારતીય ટીમે આવતા મહિનામાં ઇંગ્લેન્ડની શ્રેણીથી શરૂ કરીને આગામી બે વર્ષમાં ત્રણ ટૂર શરૂ કરવી પડશે.
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા રાઉન્ડમાં ભારત છ દેશો સામે રમશે. નિયમો મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) કેલેન્ડરમાં નવ રાષ્ટ્રોએ તેમની પસંદગીના છ દેશો સામે રમવાનું છે. ભારતીય ટીમે આવતા મહિનામાં ઇંગ્લેન્ડની શ્રેણીથી શરૂ કરીને આગામી બે વર્ષમાં ત્રણ ટૂર શરૂ કરવી પડશે. આ સિવાય ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે. આ સાથે જ ભારતે ત્રણ દેશોની પણ યજમાની કરવાની છે જેમાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
  • આ છે સંપૂર્ણ સમયપત્રક
  • ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીથી ઓગસ્ટથી તેનું ડબલ્યુટીસી અભિયાન શરૂ કરશે. ટીમે ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ કરવો પડશે ત્યારબાદ નવેમ્બર 2022 માં તેની જ ધરતી પર બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાનો રહેશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેમના મેદાન પરની શ્રેણી ઉપરાંત સૌથી મોટી શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે આવતા વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બરની શરૂઆતમાં ઘરઆંગણે હશે. આ સિવાય ભારત આ વર્ષે નવેમ્બરમાં ન્યુઝિલેન્ડ અને ફેબ્રુઆરીથી માર્ચ 2022 સુધીમાં શ્રીલંકાની બે ટેસ્ટ મેચ માટેનું આયોજન કરશે.
  • નવ ટેસ્ટ ટીમો કુલ છ શ્રેણી રમશે
  • ડબ્લ્યુટીસીના બીજા ચક્રમાં ફક્ત પાંચ ટેસ્ટ મેચની બે શ્રેણીનો સમાવેશ થાય છે આમાં આ વર્ષે યોજાનારી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ શ્રેણી સિવાય ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીનો સમાવેશ થાય છે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ રમાશે. નવા ચક્રમાં આ ચાર મેચની એકમાત્ર શ્રેણી હશે. નવ ટેસ્ટ ટીમો કુલ છ શ્રેણી રમશે. જેમાંથી ગત વખતની જેમ ત્રણ સિરીઝ ઘરેલુ અને ત્રણ વિદેશમાં રમવાની રહેશે.
  • બીજા ચક્રની પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ બુધવારે સત્તાવાર રીતે પુષ્ટિ આપી કે ડબલ્યુટીસીના બીજા રાઉન્ડ દરમિયાન જીત માટે 12 પોઇન્ટ, ડ્રો માટે ચાર પોઇન્ટ અને ટાઇ માટે છ પોઇન્ટ આપવામાં આવશે. આઇસીસીએ વધુમાં કહ્યું કે જીતેલા પોઇન્ટની ટકાવારીનો ઉપયોગ 2021-23 ચક્રમાં સ્થાનો નક્કી કરવા માટે કરવામાં આવશે. અગાઉ દરેક ટેસ્ટ સિરીઝ માટે ૧૨૦ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા જે અસમાનતાને કારણે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમને 60 પોઇન્ટ મળતા જ્યારે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં મેચ જીતવા માત્ર 24 પોઇન્ટ મળતા હતા.

Post a Comment

0 Comments