ટીમ ઈન્ડિયાના તે ખેલાડીઓ કે જેમણે કર્યા અન્ય ધર્મમાં લગ્ન, પ્રેમની સામે કોઈની ન કરી પરવાહ

 • ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ અન્ય ધર્મોમાં લગ્ન કર્યા છે. આવા ઘણા ખેલાડીઓ છે. જેમણે બીજા ધર્મની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. આજે અમે તમને આવા 7 ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે પ્રેમને ધર્મથી ઉપર રાખ્યો અને બીજા ધર્મમાં લગ્ન કરી લીધા.
 • ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે
 • ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને થોડા વર્ષો પહેલા લગ્ન કર્યાં હતાં. ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે. જે એક અભિનેત્રી છે. ઝહિર ખાને વર્ષ 2017 માં સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડ ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં કામ કરી ચૂકેલી સાગરિકા ઘાટગે હિન્દુ ધર્મની છે. જ્યારે ઝહીર ખાન મુસ્લિમ છે.
 • અજિત અગરકર અને ફાતિમા
 • ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઝડપી બોલર અજિત અગરકર મરાઠી પરિવારમાંથી આવે છે. જ્યારે તેની પત્ની ફાતિમા મુસ્લિમ પરિવારની છે. વર્ષ 2007 માં તેમના લગ્ન થયા હતા. એવું કહેવામાં આવે છે કે ફાતિમા અજિતના મિત્રની બહેન હતી.
 • યુવરાજ સિંહ અને હેઝલ કીચ
 • યુવરાજ સિંહ અને હેઝલ કીચે થોડા વર્ષો પહેલા લગ્ન કર્યાં હતાં. એવું કહેવામાં આવે છે કે યુવરાજસિંહે પહેલી મીટિંગમાં જ હેઝલને પોતાનું હૃદય આપ્યું હતું. તેણે હેઝલને કેટલાક વર્ષો ડેટ કરી હતી ત્યાર બાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ધર્મથી ઉપર ઉઠતા યુવરાજસિંહે શીખ ધર્મ હોવા છતાં એક ખ્રિસ્તી છોકરી સાથે લગ્ન કર્યા છે. ચાલો તમને જણાવી દઈએ કે અભિનેત્રી હેઝલ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તે બિગ બોસમાં પણ જોવા મળી છે. તે ઈંગ્લેન્ડની રહેવાસી છે.
 • મન્સુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટેગોર
 • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીએ બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટેગોર સાથે લગ્ન કર્યા હતા. જે હિન્દુ-બંગાળી છોકરી હતી. શર્મિલા ટેગોરને તેમના સમયની જાણીતી અભિનેત્રી માનવામાં આવે છે. તેમના લગ્ન મુસ્લિમ ધર્મ અનુસાર થયા હતા.
 • દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલ
 • ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ખ્રિસ્તી ધર્મની સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લિકલ સાથે લગ્ન કર્યા હતા જે હતી. આ તેના બીજા લગ્ન હતા. દિનેશ કાર્તિકના વર્ષ 2015 માં પહેલા લગ્ન નિષ્ફળ થયા બાદ દિપિકા પલ્લિકલને તેની જીવનસાથી બનાવી હતી.
 • મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની
 • બોલિવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે મોહમ્મદ અઝહરુદ્દીનનાં બીજા લગ્ન હતાં. જો કે સંગીતા બિજલાની અને અઝહરુદ્દીનનો આ સંબંધ થોડા વર્ષો પછી સમાપ્ત થયો અને તે બંને છુટા પડી ગયા હતા. તેણે સંગીતા સાથે લગ્ન કરવા માટે પ્રથમ લગ્ન સમાપ્ત કર્યા હતા. તેની પહેલી પત્નીનું નામ નૌરીન હતું. જેમને તેઓએ વર્ષ 1996 માં છૂટાછેડા આપ્યા હતા.
 • મોહમ્મદ કૈફ અને પૂજા યાદવ
 • મોહમ્મદ કૈફે વર્ષ 2011 માં પૂજા યાદવ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પૂજા એક હિન્દુ છોકરી છે અને તેણે હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા છે. 2002 માં ઈંગ્લેન્ડમાં ભારતને નેટવેસ્ટ ટ્રોફી જીતાવનાર કૈફે લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી પૂજાની ડેટ કરી હતી.

Post a Comment

0 Comments