રાજ કુંદ્રાના કેસમાં ક્રિકેટર અજિંક્ય રહાણેની થઈ રહી છે પણ ચર્ચા, લોકો કહે છે 'તમે પણ ખોટી લાઈનમાં છો

  • જાણીતી હિન્દી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાનું નામ છેલ્લા બે દિવસથી હેડલાઇન્સમાં છે. રાજ કુંદ્રાને સોમવારે રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ દ્વારા બતાવવા બદલ તેની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબરાજને 23 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે અને તે પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
  • આ ગંદા કામમાં રાજ કુંદ્રાનું નામ સામે આવ્યા પછી અને તેની ધરપકડ થયા પછી તેની બધે જ ઠેકડી ઉડાવી રહ્યા છે. રાજ ચારે બાજુથી ટીકાકારોનો સામનો કરી રહ્યો છે. લોકો તેને ઘણું ખરું-ખોટું બોલી રહ્યા છે. આ સાથે જ રાજ કુંદ્રાને લગતા કેસમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ કુંદ્રાની ધરપકડ થઈ ત્યારથી જ તે સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાન બની રહ્યો છે.
  • ખરેખર વાત એ છે કે અજિંક્ય રહાણેને તેની 9 વર્ષ જૂની ટ્વીટ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. જ્યાં રાજ કુન્દ્રાને રહાણે 'સર' તરીકે માન આપ્યું હતું અને હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ રહાણેને લપેટામાં લઇ રહ્યા છે. રહાણે તેના 2012 ના ટ્વીટને લઈને ચર્ચામાં આવી ગયા છે.
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ ઓક્ટોબર 2012 માં રાજ કુન્દ્રાને ટેગ કરતા એક ટ્વીટ કર્યું હતું. રહાણેએ પોતાના ટ્વિટમાં રાજ કુન્દ્રાને 'સર' તરીકે સંબોધન કર્યું હતું. અજિંક્ય રહાણેએ લગભગ 9 વર્ષ જૂનાં એક ટ્વિટમાં લખ્યું છે કે "સર તમે સારું કામ કરો છો." રાજ કુંદ્રાએ રહાણેના ટ્વીટ પર પણ પ્રતિક્રિયા આપી હતી અને રાજે તેના જવાબમાં લખ્યું હતું કે "આભાર. તમારે રૂબરૂ આવીને લાઈવ જોવું જોઇએ. " આ પછી રહાણેએ લખ્યું કે "હા સર સ્યોર."
  • મહત્વનું છે કે રહાણેએ વર્ષ 2012 માં રાજ કુન્દ્રાના કેટલાક કામોની પ્રશંસા કરી હતી. અજિંક્ય રહાણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજ કુંદ્રાની સહ-માલિકીની ટીમ 'રાજસ્થાન રોયલ્સ'નો ભાગ રહી ચૂક્યો છે. રહાણે વર્ષ 2011 માં રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલ હતો અને 2018 આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન પણ હતો. આ કારણે રહાણે અને રાજ કુંદ્રા વચ્ચે સારા સંબંધ રહ્યા છે. જો કે હાલમાં રાજની ધરપકડ બાદ રાજ અને રહાણેનું જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે અને લોકો રહાણેની ચુટકી લઈ રહ્યા છે.
  • શું છે રાજ કુંદ્રા કેસ?
  • જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021 માં રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા અશ્લીલ ફિલ્મો બનાવવા અને જુદા જુદા ઓટીટી પ્લેટફોર્મ પર મુકવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી ક્રાઈમ બ્રાંચ અને પોલીસ એક્શનમાં આવી હતી અને મુંબઈમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પછી સોમવારે રાત્રે રાજની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
  • રહાણેના ટ્વીટને ધ્યાનમાં રાખીને એક યુઝરે લખ્યું કે "જ્યારે રાજ કુંદ્રાએ રહાણેને લિંક મોકલી હતી." તે જ સમયે એકએ લખ્યું કે "અજિંક્ય રહાણેની રાજસ્થાન રોયલ્સ સાથેની નિષ્ઠાનું કારણ અહીં છે." આગળ એક વપરાશકર્તા લખે છે કે "રહાણે ભાઈ આ કઈ લાઇનમાં આવી ગયા છો તમે?"

Post a Comment

0 Comments