કેજીએફ સ્ટાર યશે તેની પત્ની રાધિકા સાથે કર્યો આ નવા ઘરમાં પ્રવેશ, જુઓ તેમના નવા ઘરની એક શાનદાર ઝલક

  • આજના સમયમાં બોલીવુડની ફિલ્મોની જેમ સાઉથની ફિલ્મો પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહી છે અને આજના સમયમાં સાઉથ ઉદ્યોગમાં આવા ઘણા દિગ્ગજ કલાકારો છે જે લોકપ્રિયતા અને કમાણીની દ્રષ્ટિએ આપણા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટારને પણ ટક્કર આપી રહ્યા છે. અને આજે આપણે સાઉથ સિનેમાના ખૂબ જ લોકપ્રિય અને દિગ્ગ્જ અભિનેતા 'કેજીએફ' અભિનેતા નવીન કુમાર ગૌડા ઉર્ફે યશ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જે તેના જોરદાર અભિનય અને શાનદાર શૈલીને કારણે સફળતાની ઉંચાઈ પર આવી પહોંચ્યો છે અને આજના સમયમાં તે ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. તેની ફેન ફોલોઇંગ ઘણી મજબૂત છે અને દેશભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તે લાખો ચાહકો છે.
  • જણાવી દઈએ કે અભિનેતા યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મના કારણે યશનો સ્ટારડમ સાતમા આસમાને પહોંચી ગયો છે અને આ ફિલ્મમાં યશે રોકી ભાઈનો જોરદાર રોલ ભજવ્યો હતો અને તે પછી ફિલ્મ સફળ રહી હતી તેના ચાહકોએ અભિનેતા યશને રોકી ભાઈના નામથી ઓળખવાનું શરૂ કર્યું અને આજે અભિનેતા આ નામથી ખૂબ જ પ્રખ્યાત થયા છે.
  • જણાવી દઈએ કે અભિનેતા યશની ફિલ્મ કેજીએફ નો બીજો ભાગ એટલે કે કેજીએફ 2 જલ્દી રીલિઝ થવા જઈ રહી છે અને ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અને આ કારણે યશ આ દિવસોમાં ઘણા બધા સમાચારોમાં છે અને આજે અમે તમને અભિનેતા યશના ખૂબ જ વૈભવી અને સુંદર ઘરની એક મોટી શાનદાર ઝલક બતાવવા જઈ રહ્યા છીએ  જેને યશે થોડા સમય પહેલા જ ખરીદ્યું હતું અને હવે તે એક્ટર તેના પરિવાર સાથે તેના નવા મકાનમાં શિફ્ટ થઈ ગયો છે તો ચાલો આપણે તેના ઘરની એક સુંદર ઝલક જોઈએ. 
  • તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર યશના નવા મકાનમાં ગૃહ પ્રવેશની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને એક તસ્વીરમાં યશ તેની પત્ની રાધિકા પંડિત સાથે ઘરના પ્રવેશદ્વાર પર પૂજા કરતા નજરે પડે છે. અને આ તસવીર જોઈને અભિનેતાના ચાહકો તેને સતત અભિનંદન પાઠવતા જોવા મળી રહ્યા છે અને બીજી એક તસ્વીરમાં યશ તેના પુરા પરિવાર સાથે ઘરની પૂજા કરતો જોવા મળી રહ્યો છે અને આ સુંદર તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
  • વાત કરીએ અભિનેતા યશના પોશાક વિશે તો નવા ઘરની ગૃહપ્રવેશ પૂજા દરમિયાન અભિનેતાએ પરંપરાગત ડ્રેસ સફેદ ધોતી અને સોનેરી શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા જ્યારે તેની પત્ની રાધિકા પંડિત પણ ટ્રેડિશનલ શૈલીમાં ઓરેન્જ કલરની સાળીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. અને આ કપલ એક સાથે કોઈ રાજા અને રાણીથી ઓછા લગતા નથી.
  • જણાવીએ કે યશનું આ નવું મકાન બહારથી જેટલું ભવ્ય લાગે છે તે અંદરથી એટલું જ સુંદર અને વૈભવી છે અને યશની નેટવર્થ વિશે વાત કરીએતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલમાં યશ આશરે 50 કરોડની સંપત્તિનો માલિક છે અને યશ પાસે બેંગ્લોરમાં 4 કરોડનો ખૂબ જ વૈભવી બંગલો છે જે એકદમ સુંદર છે.
  • યશના અંગત જીવનની વાત કરીએ તો યશે વર્ષ 2016 માં અભિનેત્રી રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા અને આજે આ દંપતી યાત્રા અને આર્ય નામના પુત્ર અને પુત્રીના માતા-પિતા બન્યા છે.

Post a Comment

0 Comments