આ એક કમીના કારણે તાઉમર પિતા ન બની શક્યા દિલીપકુમાર, છેલ્લા શ્વાસ સુધી તરસી રહ્યા હતા ઓલાદ માટે

 • બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપ કુમારે તેમના જીવનમાં બે લગ્ન કર્યા હતા. તેમણે વર્ષ 1966 માં સાયરા સાથે પ્રથમ વખત લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી દિલીપ કુમારે બીજો લગ્ન કર્યા અને તેમની બીજી પત્નીનું નામ અસ્મા રહેમાન હતું. દિલીપકુમાર સાયરાને ખૂબ પ્રેમ જ કરતો હતો પણ મજબૂરીના કારણે જ તેણે અસ્મા સાથે બીજા લગ્ન કર્યા હતા. જેના કારણે દિલીપે થોડા વર્ષોમાં અસ્મા સાથેના તેના બધા જ સંબંધો તોડી નાખ્યા હતા.
 • કામિની સાથે કરવા માગતો હતો લગ્ન
 • દિલીપનું નામ અભિનેત્રી કામિની સાથે પણ જોડાવામાં આવ્યું હતું. કામિની પહેલેથી જ શાદીસુધા હતી. તેથી તેમના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. કામિનીનો પતિ તેની મોટી બહેનનો પતિ હતો. ખરેખર કામિનીની બહેન એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તેમને એક બાળક પણ હતું. તેથી કામિનીએ તેના જીજુ બી.એસ. સુદ સાથે લગ્ન કર્યાં હતા. તે જ સમયે જ્યારે કામિનીના ભાઈને દિલીપકુમાર સાથેના તેના સંબંધો વિશે ખબર પડી. તેથી તેણે દિલીપકુમારને ધમકી આપી હતી. કહ્યું કે કામિની સાથેના સંબંધોને તોડી નાખ.
 • વર્ષ 2014 માં ગ્લેમર મેગેઝિન સાથેની વાતચીતમાં કામિનીએ કહ્યું હતું કે 'તેમણે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે તે મારાથી છૂટા થયા પછી વિખેરાઇ ગયા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમે બંને જ વીખરાઈ ગયા હતા. અમે એક બીજા સાથે ઘણા ખુશ હતા. પરંતુ શું કરી શકીએ? હું આમ કહીને કોઈને છેતરી શકતી નથી કે હવે બહુ થયુ હું જાવ છું. હું મારી સ્વર્ગીય બહેનને શું મોં બતાવતી? મારા પતિ ખૂબ જ સારા વ્યક્તિ છે. તેઓ સમજી ગયા કે આવું કેમ થયું? પ્રેમમાં કોઈપણ પડી શકે છે."
 • એવું પણ કહેવામાં આવે છે કે દિલીપકુમારે કામિની કૌશલને જેટલો પ્રેમ કર્યો હતો તેટલો બીજા કોઈને પણ ક્યારેય પ્રેમ કરી શક્ય ન હતા. કામિની પછી મધુબાલા, વૈજયંતી માલા, સાયરા બાનો અને અસ્મા રેહમાન દિલીપના જીવનમાં આવી હતી. અસ્મા દિલીપ સાહબની બીજી પત્ની હતી જેનાથી લગ્નના બે વર્ષ બાદ છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાર બાદ તે સાયરા પાસે પરત આવ્યો હતો.
 • આના કારણે જ કર્યા હતા બીજો લગ્ન
 • દિલીપ કુમારે તેની બીજી લગ્ન તેની ઓટો બાયોગ્રાફી 'ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો' માં જાહેર કરી હતી. દિલીપ કુમારે ઓટો બાયોગ્રાફીમાં કહ્યું હતું કે 'સત્ય એ છે કે 1972 માં સાયરા પ્રથમ વખત ગર્ભવતી થઈ હતી. આ છોકરો હતો (અમને પછી ખબર પડી). ગર્ભાવસ્થાના 8 મહિનામાં સાયરાએ બ્લડ પ્રેશરની ફરિયાદ કરી હતી. આ સમય દરમિયાન સંપૂર્ણ વિકસિત ગર્ભને બચાવવા માટે શસ્ત્રક્રિયા કરવી શક્ય નહોતી અને ગૂંગળામણના કારણે બાળકનું મોત થયું હતું.
 • દિલીપકુમારના જણાવ્યા અનુસાર આ ઘટના પછી સાયરા ક્યારેય ગર્ભવતી થઈ શકી નહિ. આવી સ્થિતિમાં પિતા બનવાની ઇચ્છામાં દિલીપકુમારે બીજા લગ્ન કરવાનું વિચાર્યું. દિલીપ કુમારે વર્ષ 1981 માં અસ્મા સાથે લગ્ન કર્યા. તેમને લાગ્યું કે આ કરીને તેમનું પિતા બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે. પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને દિલીપ કુમારે માત્ર 2 વર્ષમાં અસ્માને છૂટાછેડા આપી દીધા.
 • શાહરૂખને બનાવ્યો દીકરો
 • સાયરા અને દિલીપે શાહરૂખને તેમના પુત્રનો દરજ્જો આપ્યો છે. એક મુલાકાતમાં સાયરા બાનુએ શાહરૂખ સાથે દિલીપકુમારની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે દિલીપકુમાર ફિલ્મ 'દિલ આશના હૈ' ના મુરત માટે ગયા હતા. જેના માટે શાહરુખન સાઈન કરવામાં આવ્યો હતો.
 • દિલીપ-શાહરૂખની પહેલી મુલાકાત અંગે સાયરાએ કહ્યું હતું કે તેમને લાગે છે કે બંને ઘણી રીતે એકસરખા છે. તેમણે કહ્યું 'દિલીપ સાહેબે ઓપચારિક તાળી પાડી. મેં હંમેશાં કહ્યું છે કે જો અમારો પુત્ર હોત તો તે શાહરૂખ જેવો દેખાતો હોત શાહરૂખે દિલીપકુમાર અને સાયરાને પણ તેના માતાપિતાનો દરજ્જો આપ્યો છે. શાહરૂખ ઘણી વખત તેમના ઘરે જતો હતો.

Post a Comment

0 Comments