ચાહકો બેસબ્રિથી જોઈ રહ્યા છે આ 6 યુગલોના લગ્નની આતુરતાથી રાહ, ગમે ત્યારે બની શકે છે દુલ્હા-દુલહન

 • ટીવી દુનિયામાં આવા ઘણા સ્ટાર્સ છે જે ઘણા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં કેદ છે. ચાહકોને પણ આ સ્ટાર્સની જોડી ખૂબ ગમે છે અને ચાહકોને પૂરી આશા છે કે ટૂંક સમયમાં જ આ કપલ્સ લગ્નના બંધન બાંધાયને કાયમ માટે એક બીજાના બની શકે છે. તો ચાલો આજે અમે તમને આવા જ કેટલાક ટીવી યુગલો વિશે જણાવીએ.
 • અંકિતા લોખંડે અને વિકી જૈન
 • ટીવીની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી અંકિતા લોખંડે લાંબા સમયથી વિકી જૈનને ડેટ કરી રહી છે. આ દંપતીની સગાઈ પણ થઈ ગઈ છે અને હવે તે દિવસ દૂર નથી જ્યારે તેઓ સાત ફેરા લેતા જોવા મળશે. ચાલો તમને જણાવી દઈએ કે અંકિતા પાવિત્રા રિશ્તા સીરિયલમાં કામ કરી ચૂકી છે. આ શોમાં તેમની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ મહત્વની ભૂમિકામાં હતાં. અંકિતા અને સુશાંત શો દરમિયાન એક બીજાને દિલ આપી ચુક્યા હતા પરંતુ 6 વર્ષ પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો.
 • પવિત્રા પુનિયા-એજાઝ ખાન…
 • બિગ બોસ 14 ના ઘરે એજાઝ ખાન અને પવિત્રા પુનિયાને પ્રેમ થયો હતો. બિગ બોસમાંથી બેઘર થયા પછી બંને એકબીજાના પરિવારને મળ્યા અને તેમના પરિવારોએ તેમના સંબંધ પર સહમતી દર્શાવી હતી. હવે ચાહકો જલ્દીથી આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
 • દિશા પરમાર અને રાહુલ વૈદ્ય
 • બિગ બોસ 14 ના સ્પર્ધકોમાં રાહુલ વૈદ્ય સૌથી વધુ ચર્ચાસ્પદ હતા. રાહુલે બિગ બોસમાં જ તેની ગર્લફ્રેન્ડ દિશા પરમારને પ્રપોઝ કર્યો હતો. આ રીતે ટીવી પર બંને વચ્ચેના સંબંધો પ્રગટ થયા બાદ આ જોડી ચાહકોની પ્રિય બની ગઈ હતી અને ચાહકો પણ આ જોડીને જલ્દીથી દુલ્હા-દુલ્હનના અવતારમાં જોવા માંગે છે.
 • એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ…
 • એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ એક જ ટીવી શોમાં સાથે જોવા મળ્યા હતા. સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' માં બંને કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2020 માં શરૂ થયેલી આ સીરીયલ દરમિયાન એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ એક બીજાના પ્રેમમાં પડી ગયા હતા. અને થોડા મહિના પછી જ તે બંનેની સગાઇ થઇ ગઈ હતી અને હવે ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
 • હિના ખાન અને રોકી જયસવાલ
 • રોકી જયસવાલે ટીવીની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી હિના ખાનનું દિલ ચોરી લીધું છે. ટીવીની કોમોલિકા એટલે કે હિના ખાન અને રોકી જયસવાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હિના ઘણીવાર તેના બોયફ્રેન્ડ રોકી જયસવાલના પરિવાર સાથે સમય ગાળતી જોવા મળે છે. હવે ચાહકો માને છે કે ટૂંક સમયમાં જ આ કપલે લગ્ન કરી લેવા જોઈએ.
 • જેસ્મિન ભસીન અને અલી ગોની…
 • બિગ બોસ 14 ના ઘરે અલી ગોની અને જસ્મિન ભસીન એક બીજાને પોતાનું દિલ આપી ચુક્યા હતા. બંનેએ તેમના પ્રેમને જગજાહેર કરી ચુક્યા છે અને ઘણી વાર સાથે પણ જોવા મળે છે. આ જોડીને દુલ્હા દુલ્હન તરીકે જોવા માટે ચાહકો પણ આતુર છે.

Post a Comment

0 Comments