રેડ લાઇટ એરિયામાં જન્મેલી ભારતીય યુવતી અમેરિકા માટે બની પ્રેરણારૂપ, 25 શ્રેષ્ઠ મહિલાઓમાં થઈ શામિલ

 • એવું કહેવામાં આવે છે કે જીવન ન તો ભવિષ્યમાં છે અને ન તો ભૂતકાળમાં જીવન ફક્ત વર્તમાનમાં જ છે. હા ભૂતકાળમાં તમારી સાથે શું થયું? તે ફક્ત તમે જ આ જાણો છો. અને ભવિષ્યમાં શું થશે? તે પણ ભવિષ્યના ગર્ભામાં જ છે. આજે અમે એક એવી યુવતીની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેનો ભૂતકાળ ખૂબ જ ધુંધળું રહ્યું છે પરંતુ તેણે તેના વર્તમાનમાં આવી મિશાલ પેદા કરી છે. જેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
 • જી હા આપણે હંમેશાં આપડા વડીલોના મોઢેથી સાંભળ્યું છે કે વર્તમાનમાં જીવવું જોઈએ. મુંબઈના રેડ લાઇટ એરિયામાં જન્મેલી શ્વેતાની વાર્તા આવી છે. જેમાં આગળ વધવાની એવી લગન હતી કે તેને પોતાનો ભૂતકાળ ભુલાવી અને તેણે તેની મહેનત અને સમર્પણથી તે કરી બતાવ્યું. જેના વિશે ઘણા લોકો ફક્ત વિચારીને જ રહી જાય છે.
 • જણાવી એ કે આ છોકરીનો જન્મ એવી જગ્યાએ થયો હતો. જેને નર્ક કહેવામાં આવે છે પરંતુ તેને તે નર્ક વિસ્તારમાંથી ઉઠી અને અમેરિકાની સૌથી મોંઘી કોલેજ સુધીની ઉડાન ભરી. જેની ઉડાન બાદ લાખો લોકો તેને વંદન કરી રહ્યા છે. ચાલો જાણીએ શ્વેતાના જીવન વિશે જે 28 લાખની શિષ્યવૃત્તિ સાથે 18 વર્ષની ઉંમરે અમેરિકા ગઈ હતી.
 • કામથીપુરાથી અમેરિકા જવા સુધીનો પ્રવાસ ...
 • જણાવી દઈએ કે શ્વેતા કટ્ટીનો જન્મ મુંબઇના રેડલાઇટ વિસ્તાર કમાથીપુરામાં થયો હતો. તે આ વસાહતમાં મોટી થઈ. તે બધાને ખબર છે કે કમાથીપુરા એશિયાનો જાણીતો રેડલાઈટ વિસ્તાર છે. શ્વેતા તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે. ભલે શ્વેતા જે સ્થળેથી આવે છે તે ભણતર માટે અને મોટા સ્વપ્નાઓ માટે અનુકૂળ ન હતું આમ છતાં શ્વેતાની આંખોએ સ્વપ્ન જોવાની હિંમત કરી. શ્વેતાનું બાળપણ કમાથીપુરાના સેક્સ વર્કર્સની વચ્ચે વીત્યું હતું. તેઓ હંમેશા શ્વેતાને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરતી હતી. જેથી તે વાંચન અને લેખન દ્વારા કંઇક બનીને તે વાતાવરણમાંથી બહાર નીકળી શકે અને તે કંઈક બનીને તેમને પણ અહીંથી લઈ જઈ શકે.
 • ત્રણ વાર જાતીય શોષણનો થઇ શિકાર…
 • કમાથીપુરામાં રહેતો શ્વેતાનો પરિવાર તેની માતાની આવકથી ચાલતો હતો. લાંબા સમય સુધી તે મહિને 5500 ના પગારમાં ફેક્ટરીમાં કામ કરતી હતી. કહેવા માટે શ્વેતાના પિતા પણ હતા પરંતુ એક તો સોતેલા અને બીજો દારૂડિયા હતા. શ્વેતાના કહેવા પ્રમાણે તે હંમેશા ઘરમાં મારપીટ અને ઝઘડા કરતો હતો. શ્વેતા તેની સાથે હતી ત્યાં સુધી તે ક્યારેય પણ સારું અનુભવી શકી ના હતી.
 • શ્વેતાએ બાળપણમાં પણ તે તમામ બાબતોનો સામનો કર્યો હતો જે કોઈ પણ મહિલા માટે સૌથી મોટો ભય છે. તે બાળપણમાં ત્રણ વાર જાતીય શોષણનો શિકાર બની હતી. નવ વર્ષની ઉંમરે શ્વેતાએ તેના એક નજીકના મિત્રની ખરાબ હરકત સહન કરવી પડી. શ્વેતાના રંગ માટે પણ તેની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. તે જણાવે છે કે બાળકો તેને શાળામાં તેને ગાયનું છાણ બોલાવીને ચીડવતા હતા.
 • હા પરંતુ એવું કહેવામાં આવે છે કે કંઈક કરી બતાવવાની ભાવના અંદર હોય. તે કોઈપણ મુશ્કેલીઓ સામે લડીને પોતાનો રસ્તો બનાવે છે. આ છોકરીએ પણ આવું જ કંઈક કર્યું હતું પરંતુ શ્વેતાને સમય સમય પર ખ્યાલ આવતો હતો કે તે ઘણું કરવા માંગતી હોવા છતાં તેણીને ન તો કોઈ સહાય મળી રહી છે અને ન તો તેનો આત્મવિશ્વાસ મજબૂત છે. આ બધું સહન કર્યા પછી તે એટલી નબળાઇ અનુભવવા લાગી કે તે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવાથી ડરતી હતી. પરંતુ એવું કહેવામાં આવે છે કે જ્યાં ઇચ્છા હોય છે ત્યાં રસ્તો પણ મળી કે જાય છે.
 • 16 વર્ષીય શ્વેતાને તેના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ મળ્યો ત્યારે જ્યારે 2012 માં ક્રાંતિ નામની એનજીઓમાં જોડાઈ. અહીંથી તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો હતો. જે પરિસ્થિતિમાં શ્વેતા મોટી થઈ હતી તેના કારણે તેને પોતાને જ નફરત કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ સંસ્થાએ તેને પોતાને પ્રેમ કરવાનું શીખવ્યું. આ સંગઠનની મદદથી શ્વેતાએ પોતાની જાતને જ નહી પરંતુ પોતાની જેવી બીજી છોકરીઓને પણ મજબુત બનાવી હતી.
 • રેડ લાઇટ એરિયાથી ન્યૂઝવીક મેગેઝિન સુધીની જર્ની
 • આ બધી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે ક્ષણ શ્વેતાના જીવનમાં આવી. તેના પ્રશંસનીય પ્રયત્નોને કારણે 2013 માં એપ્રિલના અંકમાં અમેરિકન સામયિક ન્યૂઝવીકે તેનો 25 વર્ષથી ઓછી વયની 25 મહિલાઓની સૂચિમાં સમાવેશ કર્યો હતો જે તેના સમાજ માટે પ્રેરણા બની હતી. પાકિસ્તાનની મલાલા યુસુફઝઇનું નામ પણ આ સૂચિમાં શામિલ હતું. આ છોકરી ત્યાં રોકાઈ નહીં કારણ કે તેનું લક્ષ્ય કંઈક બીજું જ હતું. આવી સ્થિતિમાં આ પછી શ્વેતાને તે મળ્યું જે તે ક્યારેય સ્વપ્નમાં વિચારવાની હિંમત પણ કરી શકતી ન હતી. ત્યારે અમેરિકાની દસ સૌથી મોંઘી કોલેજોમાંની એક ગણાયેલી બાર્ડ કોલેજમાં ચાર વર્ષની બેચલર ડિગ્રી ફી આશરે 30 લાખ રૂપિયા હતી. શ્વેતાને અહીં ભણવા માટે 28 લાખની શિષ્યવૃત્તિ મળી.
 • આવી રીતે મળી શ્વેતાને છત્રછાયા
 • જણાવી દઈએ કે શ્વેતા ઇન્ટરનેટ પર અમેરિકન યુનિવર્સિટી વિશે સતત શોધ કરતી હતી. આ દરમિયાન તેમણે બાર્ડ કોલેજના પૂર્વ વિદ્યાર્થી સાથે વાત કરી. વિદ્યાર્થી શ્વેતાથી એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે તેણે શ્વેતાના નામની ભલામણ બાર્ડ કોલેજ પર કરી હતી. મુશ્કેલીઓ સામે લડ્યા બાદ શ્વેતાએ તેના સ્વપ્ન તરફ આગળ વધવાની વાર્તા કોલેજના પ્રવેશ અધિકારીઓના હૃદયને સ્પર્શી ગઈ. બાકી ન્યૂઝવીક મેગેઝિને કર્યું. જેમાં 25 શ્રેષ્ઠ મહિલાઓમાં શ્વેતાની પસંદગી કરવામાં આવી હતી. આ કારણોસર બાર્ડ કોલેજે શ્વેતાની શિષ્યવૃત્તિને ખુશીથી મંજૂરી આપી.

Post a Comment

0 Comments