લગ્નના 2 મહિના પછી જ ગર્ભવતી થઈ એવલીન શર્મા, સ્વિમસ્યુટ પહેરીને અભિનેત્રીએ આ સ્ટાઇલમાં ફ્લોન્ટ કર્યા તેના બેબી બમ્પ

  • બોલીવુડની જાણીતી અભિનેત્રી એવલિન શર્માએ આ વર્ષે 15 મે 2021 ના રોજ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ડો. તુષાન ભીંડી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં અને હવે લગ્નના બે મહિના બાદ જ એવલીન શર્માના પ્રેગનેંસી સમાચાર સામે આવી રહ્યા છે. એવલીન શર્મા અને તુષાર ભીંડી આ પ્રથમ પ્રેગનેંસી માટે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે અને એવલિન શર્માએ તેની પ્રેગનેંસીના સમાચાર શેર કરતા કહ્યું છે કે તેને તેના જન્મદિવસના એક દિવસ પહેલા પ્રેગનેંસીના સમાચાર મળ્યા તે તેના માટે અત્યાર સુધીની સૌથી સુંદર અને અનમોલ ગિફ્ટ છે. જણાવી એ કે એવલિન શર્મા તેનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 12 જુલાઈએ ઉજવશે.
  • એવલીન શર્માએ 15 મે 2021 ના રોજ ડૉ તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને કેટલાક નિકટના મિત્રો જ સામેલ થયા હતા અને એક ખાનગી સમારોહમાં ડૉ તુષાન ભીંડી અને એવલીન શર્માના લગ્ન થયા હતા.અને ત્યાંજ વાત કરીએ એવલીન શર્માના પતિ ડૉ તુષાન ભીંડી વિશે તો વ્યવસાયે તે ડેન્ટલ સર્જન છે અને લગ્ન પછી આ દંપતી તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે અને હવે એવલીન શર્મા તેની ગર્ભાવસ્થાના કારણે સમાચારોમાં ઘણી વધારે બનેલી છે.
  • જણાવી એ કે એવલિન શર્માએ તેના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે "અમે ચાંદ ઉપર છીએ! મારા જન્મદિવસની આ અત્યાર સુધીની શ્રેષ્ઠ ભેટ છે જે હું ઈચ્છું છું. અમે અમારા ભવિષ્યના દરેક ક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને આગળ એવલીને કહ્યું હતું કે અમારું બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મ લેશે છે જ્યાં તુષાર અને હું હાલમાં રહી રહ્યા છીએ અને અમને આશા છે કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે અમારા આવનાર બાળક અને પરિવાર સાથે આખી દુનિયાની મુસાફરી કરશું.
  • ઉલ્લેખનીય છે કે એવલિન શર્મા અને તુષને ગયા મહિને તેમના લગ્નની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી અને માહિતી આપી હતી કે બંનેના લગ્ન થઈ ગયા છે અને આ સાથે લગ્નના ચિત્રો શેર કરીને આ દંપતીએ લખ્યું છે કે "મિસ્ટર એન્ડ મિસિસ ભીંડી" એવા લોકોનો ખૂબ ખુબ આભાર કે જેમણે આ નાનકડા આ પ્રસંગને આમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવ્યો! ”
  • જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર એવલીન શર્મા અને તુષાન ભીંડીના લગ્નની તમામ તસવીરો ઘણી વાયરલ થઈ ગઈ હતી અને આ કપલના લગ્ન પોશાકની વાત કરવામાં આવે ત્યારે એવલીન શર્માએ તેના લગ્નમાં વ્હાઇટ વિંટેજ લેસ ગાઉન પહેરેલું હતું અને ત્યારે જ તુષાને બ્લુ કલરનું સૂટ પહેર્યું હતું. ત્યારે લગ્ન દરમિયાન બંને એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા અને થોડા સમય પહેલા આ કપલના હનીમૂનની કેટલીક સુંદર તસવીરો પણ બહાર આવી હતી જે પણ ઘણી વાયરલ થઈ હતી.
  • એવલિન શર્મા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે અને એવલિનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો તેણીએ 'નૌટંકી સાલા', 'યે જવાની હૈ દીવાની', 'યારિયાં', 'મેં તેરા હિરો', 'જેક એન્ડ જીલ ' અને 'સાહો' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે.

Post a Comment

0 Comments