WTCના ફાઇનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 ની જાહેરાત, ઈશાંત-સિરાજમાંથી કોને મળી તક?

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 મી મેચની ઘોષણા કરવામાં આવી છે. આવતીકાલે સાઉધમ્પ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની ટાઇટલ મેચમાં ટીમ ઈન્ડિયા 6 બેટ્સમેન અને 5 બોલરો સાથે જશે.
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11ની ઘોષણા કરવામાં આવી છે. આવતીકાલે સાઉધમ્પ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની ટાઇટલ મેચમાં ટીમ ઈન્ડિયા 6 બેટ્સમેન અને 5 બોલરો સાથે જશે. બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ 11 વિશેની માહિતી ટ્વીટ કરવામાં આવી છે.
  • આ મેચમાં ભારતીય ટીમ ત્રણ પેસરો અને બે સ્પિનરો સાથે રમશે. ટીમમાં ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ પેસ બોલિંગની જવાબદારી સંભાળશે જ્યારે રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન સ્પિનરોની ભૂમિકામાં રહેશે.
  • રોહિત શર્મા અને શુબમન ગિલ ટીમના ઓપનર હશે. આ પછી ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર ઉતરશે. કેપ્ટન કોહલી આ વખતે ચોથા નંબર પર હંમેશની જેમ બેટિંગ કરશે. આ પછી ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે અને યુવા વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત આવશે.
  • ટીમ ઇન્ડિયાએ અગાઉ 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. આમાંથી મોહમ્મદ સિરાજ, હનુમા વિહારી, ઉમેશ યાદવ અને વૃદ્ધિમાન સાહાને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી.
  • ટીમ ઇન્ડિયા: શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રીષભ પંત(વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

Post a Comment

0 Comments