અમિત શાહની ઓફિસમાં ચપ્પલ પહેરીને જવાની નથી મંજૂરી, જાણો ત્યાંના નિયમો અને જુઓ તસ્વીરો

 • અમિત શાહ આ દિવસોમાં દેશના સૌથી મજબૂત નેતાઓમાં ગણાય છે. એટલું જ નહીં મોદી પછી તેઓ ભાજપના બીજા સૌથી મોટા નેતા છે. હાલમાં દેશના ગૃહમંત્રી પદ સંભાળતા અમિત શાહની રાજકીય કુશળતાને કારણે તેઓને "રાજકારણના ચાણક્ય" કહેવામાં આવે છે. મોટા ભાઈ નામથી જાણીતા અમિત શાહનું સત્તાવાર નિવાસસ્થાન રાજધાની દિલ્હીમાં જ છે અને મોટા ભાગે તેઓ તેમના નિવાસ સ્થાને લોકોને મળે છે તો ચાલો આપણે જાણીએ કે દેશના ગૃહમંત્રીની ઓફીશ કેવી છે અને ત્યાં નિયમો શું છે.
 • સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે અમિત શાહની ઓફિસમાં દિવાલની એક તરફ વી.ડી.સાવરકરનો ફોટો છે અને બીજી બાજુ જગદ્રુરુ શંકરાચાર્યનો ફોટો લગાવેલ છે.
 • આ સિવાય અમિત શાહ તેમની સભામાં ભગવાન હનુમાનજીની મૂર્તિ પણ રાખે છે. તેમજ અમિત શાહની ઓફિસમાં બેસવા માટે જેટલા સોફાઓ છે. તેમાંથી ફક્ત અમિત શાહના બેઠક સોફા પર જ ટુવાલ રાખવામાં આવે છે.
 • આટલું જ નહીં અમિત શાહ જે શોફા પર બેસે છે તેના પર તેની સુવિધા માટે નાના નાના ઓશિકાઓ પણ રાખવામાં આવે છે.
 • જણાવી દઈએ કે અમિત શાહની મીટિંગમાં આવતા મહેમાનોએ તેમના સૂઝ-ચપ્પલ બાર જ કાઢવા પડે છે. આ તેની ઓફિસનો નિયમ છે. જે તેમની સભાઓમાં જોઇ શકાય છે.
 • આ સાથે જ અમિત શાહે ઘરે પણ એક ઓફિસ બનાવી છે. અમિત શાહના ઘરની ઓફિસમાં લીલી ખુરશીઓ રાખવામાં આવી છે અને દિવાલ પર એક ટીવી પણ છે. અમિત શાહ તેની હોમ ઓફિસથી જ વીડિયો કોન્ફરન્સિંગમાં ભાગ લે છે.

 • અમિત શાહનું રાજકીય જીવન
 • અમિત શાહ 1987 માં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા હતા ત્યારથી લઈને અત્યાર શુદ્ધિ શાહે પાછળ વળીને જોયું નથી એક પછી એક તેમણે પોતાના કુશળ કાર્યથી ભાજપ પક્ષને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો છે. અમિત શાહને 1991 માં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણીના પ્રચાર માટેની મોટી રાજકીય તક મળી હતી. બીજી મહત્વની તક ત્યારે આવી જ્યારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.
 • વ્યવસાયે સ્ટોક બ્રોકર અમિત શાહે 1997 માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. 2009 માં અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તેઓ 2014 માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. 2003 થી 2010 સુધી તેમણે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી અને હાલમાં તે દેશના ગૃહમંત્રી છે.
 • ચાણક્ય કહેવામાં આવ્યા ત્યારે શાહે આવું કંઈક કહ્યું હતું…
 • ફેબ્રુઆરી 2020 માં ટાઇમ્સ નાઉ સમિટ દરમિયાન અમિત શાહને ચાણક્ય કહેવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે મેં ક્યારેય દાવો કર્યો નથી કે હું ચાણક્ય છું. અને હું એમના જેવો ક્યારેય નહીં બની શકું કેમ કે મેં ચાણક્યને મારા જીવનમાં ખૂબ જ સારી રીતે વાંચી અને સમજ્યા પણ છે. મારા ઓરડામાં પણ તેનું એક ચિત્ર છે. હું તેની ઉંચાઈઓને હું જાણું છું. અમિત શાહ તેની સામે કઈ નથી છે. બહુ નાનો માણસ છે. ત્યારે મારી વિનંતી છે કે ભગવાન કૌટિલ્યા સાથે મારી તુલના ન કરે.

Post a Comment

0 Comments