પંચાયતના તુગલકી હુકમના કારણે પુત્રીઓએ આપવો પડ્યો પિતાની અર્થીને કંધો, જાણો સમગ્ર મામલો

  • મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. જેના પછી તેને કંધો દેવા કોઈ પણ વ્યક્તિ આગળ આવ્યું ન હતું. મૃતકના પરિવારજનોએ ગામના લોકોને ઘણી વિનંતી પણ કરી હતી. પરંતુ બધાએ મોં ફેરવી લીધું. ત્યાર બાદ પુત્રીઓએ તેમના મૃત પિતાની આર્થીને કંધો દેવો પડ્યો.
  • આ કારણે ન આપ્યો કંધો
  • જાટપંચાયત દ્વારા અપાયેલા તુગલકી હુકમના કારણે ગ્રામજનોએ મૃત વ્યક્તિને કંધો આપ્યો ન હતો. મૃત વ્યક્તિની પુત્રીઓ અનુસાર તેઓને સમાજમાંથી કાઢી મુકાયા હતા. જેના કારણે કોઈએ પણ તેમને કંધો આપવા હાથ લંબાવીઓ ન હતો.ચંદ્રપુરના ભાંગારામ વોર્ડમાં રહેતા 58 વર્ષીય પ્રકાશ ઓગલે લાંબા સમયથી બીમાર હતા. તે જ સમયે તાજેતરમાં જ તેણે આ રોગ સામે જીવ ગુમાવ્યો અને તેનું મોત નીપજ્યું. પિતાના અવસાનના સમાચાર મળતાની સાથે જ તેની પુત્રીઓ ઘરે આવી અને અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી. દીકરીઓને લાગ્યું કે આ સમાચાર ગામ લોકો સુધી પહોંચતાની સાથે જ તેઓ મદદ માટે આગળ આવશે. પણ સમય વીતતો ગયો અને કોઈ કંધો આપવા આવ્યા નહીં.
  • ત્યાર બાદ પ્રકાશ ઓગલેની દિકરીઓએ હિંમત બતાવી અને પિતાને અર્થી પર રાખ્યા અને અંતિમ સંસ્કાર કરવા નીકળી ગયા. પ્રકાશ ઓગલેની એક પુત્રીએ જણાવ્યું હતું કે જાટપંચાયતે ફરમાન સંભળાવ્યુ હતું કે ગામની કોઈ પણ વ્યક્તિ તેના પિતાને કંધો આપશે નહીં. જો કોઈએ આવું કર્યુ તો તેને પણ સમાજની બહાર ફેંકી દેવામાં આવશે.
  • મૃતક પ્રકાશ ઓગલેને સાત પુત્રી અને બે પુત્ર છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને પૈસાના અભાવે પ્રકાશ ઓગલે કોઈ પણ કાર્યક્રમમાં જેવાકે લગ્ન-પ્રસંગમાં ભાગ લેતા ન હતા. ગામના કોઈપણ કાર્યક્રમમાં ન ભાગ લેવા બદલ જાટપંચાયતે તેમના ઉપર દંડ ફટકાર્યો હતો. જેને તેઓ ભરી શક્યા નહીં. ત્યાર બાદ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
  • પ્રકાશ ઓગલેના અવસાન પછી સબંધીઓને જાણ કરી હતી પરંતુ જાટપંચાયતનાં આદેશને કારણે કોઈ સબંધી તેના ઘરે આવ્યા ન હતા. જટપંચાયતે આ હુકમનામું હેઠળ સ્પષ્ટ કહ્યું હતું કે જો સમાજના કોઈ પણ વ્યક્તિ કંધો આપે તો તેને પણ સમાજમાંથી કાઢી મુકવામાં આવશે. જયારે પિતાની અર્થીને કંધો આપવા કોઈ પણ ન આવ્યું ત્યારે પુત્રી જયશ્રીએ હિંમત બતાવી અને તેની બહેનો સાથે મળીને પિતાની અર્થીને કંધો આપ્યો.
  • મૃતકની પુત્રી જયશ્રી ઓગલે જણાવ્યું હતું કે તે MPSC ની તૈયારી કરી રહી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. કોઈ પણ કાર્યક્રમમાં જવા માટે પેસા જોઈએ. જેથી તે જઈ શકતા ન હતા. જેના કારણે પંચાયતે તેમની પાસેથી દંડ માંગ્યો અને કહ્યું કે જો તમારે સમાજમાં રહેવું હોય તો દંડ ભરવો પડશે. મારા પિતાએ ના પાડી અને દંડ ભર્યો નહીં. તેથી તેનો બહિષ્કાર કરાયો હતો. કોઈ તેની અર્થીને કંધો આપવા આવ્યું ન હતું. તેથી જ અમે બહેનોએ સાથે મળીને પિતાના અંતિમ સંસ્કાર કર્યાં.

Post a Comment

0 Comments