કરોડોમાં રમે છે આ ક્રિકેટરો, તેમ છતાં કરે છે સરકારી નોકરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

  • ભારતના ઘણા મહાન ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં પોતાની છાપ છોડી છે અને ઘણા યુવા ખેલાડીઓ આ રેસમાં સફળ થયા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રિકેટ સિવાય આ સ્ટાર ખેલાડીઓ બીજી નોકરી પણ કરે છે. ચાલો આપણે જાણીએ કે કયા સ્ટાર કઈ નોકરી કરે છે.
  • હરભજનસિંહ
  • ટીમ ઇન્ડિયાના સૌથી સફળ સ્પિન બોલરોમાં હરભજનનું નામ પહેલા આવે છે. આ ખેલાડીએ ટેસ્ટમાં 700 થી વધુ વિકેટ લીધી છે અને આ યોગદાન માટે તેને પંજાબ પોલીસમાં ડીએસપી બનાવવામાં આવ્યો છે.
  • યુઝવેન્દ્ર ચહલ
  • ખૂબ ટૂંકા સમયમાં યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યાની પુષ્ટિ કરી છે. આ સ્પિનર મર્યાદિત ઓવરમાં ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ છે અને તેના સ્પિનના જાદુથી યુઝવેન્દ્રએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ સિવાય ચહલ ઈન્ક્મટેક્સ વિભાગમાં નિરીક્ષક તરીકે છે.
  • ઉમેશ યાદવ
  • બોલિંગમાં તેની ગતિને કારણે ઉમેશ યાદવે ઘણી વખત ટીમ ઈન્ડિયાને જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે નાનપણથી જ,\ આ સ્ટાર પેસરે પોલીસ અને સેનામાં નોકરી કરવાની ઇચ્છા રાખી હતી પરંતુ તે બન્યું નહીં. તેનું સ્વપ્ન 2017 ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે પૂરું થયું હતું અને ક્રિકેટમાં તેમના યોગદાન માટે તેમને ભારતીય રિઝર્વ બેંકમાં સહાયક મેનેજરનું પદ આપવામાં આવ્યું હતું.
  • સચિન તેંડુલકર
  • ભારતીય ટીમના સૌથી આદર્શ ક્રિકેટરોમાં સચિન તેંડુલકરનું નામ પહેલા આવે છે. સચિનને તેની સફળતા માટે ભારતીય વાયુ સેનાએ સન્માનિત કાર્ય હતા અને 2010 માં સચિનને ભારતીય વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
  • એમએસ ધોની
  • ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એમ.એસ. ધોની નાનપણથી જ સૈન્યમાં જવા ઇચ્છતા હતા અને ભારતીય ટીમને ઉંચાઈ પર લઈ ગયા પછી ધોનીનું સ્વપ્ન પૂરું થયું હતું. 2015 માં ધોનીની ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મહી મોટાભાગે પોતાના ફ્રી સમયમાં ભારતીય સૈન્યના જવાનો સાથે સમય વિતાવે છે.

Post a Comment

0 Comments