અનોખું છે યુકેનું આ ગામ જ્યાં હાજર છે દુનિયાભરની સુપરકાર, જુઓ તસવીરો

 • મનુષ્યની મહત્વાકાંક્ષાની કોઈ મર્યાદા નથી. જેમ જેમ સાધન વધતાં ગયા લોકોની સગવડ પણ વધતી ગઈ. આજે સારા જીવન જીવતા દરેક વ્યક્તિ પાસે ફોર વ્હીલર છે. આજના સમયમાં જે સામાન્ય બાબત છે. પરંતુ જો તમને કહીએ કે એક ગામ છે જ્યાં લોકોની પાસે પોતાની કરોડોની સુપર કાર છે તો તમને કેવું લાગશે. આ ગામના લોકો ઘણી વાર તેમની સંપત્તિનું પ્રદર્શન કરવા માટે એકઠા થાય છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવી બ્રાન્ડ હશે કે જેનું મોડેલ અહીંના લોકો પાસે ઉપલબ્ધ ન હોય. ચાલો જણાવીએ યુકે એટલે કે બ્રિટનના આવા જ એક ગામની કહાની. નાઈટ્સબ્રીજ ઓફ ધ નોર્થ' તરીકે જાણીતા આ સ્થાનમાં સ્પોર્ટ્સ બેટલ હોય અથવા રોલ્સ રોયસ, રેયર સિલ્વર જગુઆર ઇ ટાઇપ અથવા ફેરારીના નવીનતમ મોડેલ્સ અહી જ જોવા મળી જશે.
 • કરોડોની કાર
 • યુકેના ચેરીશાયરનું આ ગામ આખા યુરોપમાં પ્રખ્યાત છે. જ્યાં રજાના દિવસે દુનિયાની સુપર કાર જોવા માટે કાર પ્રેમીઓ આકર્ષિત થાય છે. અહીં ઉપલબ્ધ કાર વિશે વાત કરીએ તો તમને ઘણી વાર કેટલીક લેમ્બોર્ગિનિ, બુગાતી અને કેટલીક વિંટેજ કાર પણ જોવા મળશે.
 • ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવે છે અહીની ગાડીઓ
 • બ્રિટનના આ વિશેષ ડેસ્ટિનેશનમાં, તમને એક મિલિયન પાઉન્ડથી લઈને વધુ ખર્ચાળ એટલે કે કરોડો રૂપિયા સુધીની વિંટેજ કારો સરળતાથી જોવા મળી જાય છે.
 • વિકેન્ડ કાર પરેડની તૈયારી
 • આ ગાડીઓના માલિક જેને અહી કાર સ્પોટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, દરેક વિકેન્ડમાં પોતાની ગાડીઓના પ્રદર્શન કરવા માટે એકઠા થાય છે.
 • અનોખો સંગમ
 • અહીંના દરેક કાર સ્પોટરની પાસે પોતાની વિશિષ્ટ સુવિધાઓવાળી ગાડીઓ છે. જ્યાં લોકો તેમની ઉમદાતા એટલે કે અમીરાઇ પણ દર્શાવે છે. લોકો તેમની ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા હોય છે.
 • રેયર ફોર્ડ
 • ધ સનનાં અહેવાલ મુજબ દર સપ્તાહના અંતે આવી ગાડીઓનો મેળાવડો થાય છે. તમને જણાવી દઈએ કે દરેકની પાસે ફોર્ડ કંપનીની કારનું આ મોડેલ નથી. વિશ્વની મોંઘી ગાડીઓમાંનું આ મોડલ પણ યુકેના આ ગામમાં હાજર છે.
 • સુંદર ગાડીઓ
 • દેશમાં તમે મોટે ભાગે ફક્ત મર્સિડીઝ અથવા ઓડીના મોડલ અને શોરૂમ્સ જ જોયા હશે. પરંતુ આ ગામમાં આ ગાડીઓના નવીનતમ મોડેલો સહિત અન્ય મોટી કંપનીઓની સુપર કાર પણ હાજર છે. ફોર્ડ અને જીઈ જેવી કંપનીઓની કાર અહીં સામાન્ય છે.
 • મેનચેસ્ટરની શ્રેષ્ઠ કાર
 • યુકેના મેનચેસ્ટરમાં આ ગાડીઓને લોકો અલગથી ઓળખે છે. મોટે ભાગે આવી ગાડીઓના પ્રદશનને લગતા લેટેસ્ટ અપડેટ્સ મશહૂર સુપર કાર સ્પોટર જૉર્ડન બેલસમ સહિત તેમના ઘણા સાથી પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરતા રહે છે.

Post a Comment

0 Comments