વાસ્તવિક જીવનમાં ઘણી સ્વીટ અને નટખટ છે અનુપમાની કાવ્યા, તસવીરો જોઈને નહીં થાય વિશ્વાસ

 • નાના પડદાના સૌથી લોકપ્રિય ટીવી શો અનુપમાના બધા પાત્રો હવે પ્રેક્ષકોના ઘરે લોકપ્રિય થઈ ગયા છે. શોમાં અનુપમાની ભૂમિકા ભજવનારી રૂપાલી ગાંગુલીને બધા જ જાણે છે પરંતુ શું તમે તે શોમાં નકારાત્મક ભૂમિકા ભજવનારા કાવ્યા શાહ વિશે જાણો છો? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ શોમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર કાવ્યા વાસ્તવિક જીવનમાં કેવી છે?
 • કોણ છે અનુપમાની કાવ્યા?
 • દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી મદાલસા શર્મા અનુપમામાં કાવ્યા શાહની ભૂમિકા નિભાવી રહી છે. ભારતીય ટીવી જગત માટે મદાલસા ભલે એક નવું નામ હોઈ શકે પરંતુ દક્ષિણમાં તેની છબી કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.
 • મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે કાવ્યા શાહ
 • મદાલસા શર્માએ દક્ષિણની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. બહુ ઓછા લોકો જાણે છે કે મદાલસા શર્મા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે.
 • 2018 માં મહાઅક્ષય સાથે લગ્ન કર્યા
 • મદાલસા શર્માએ વર્ષ 2018 માં મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય સાથે લગ્ન કર્યા હતા જેના લીધે તે ઘણી ચર્ચામાં રહી હતી. મદલસા હવે ટીવી શો અનુપમાના માધ્યમથી ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગઈ છે.
 • ચુલબુલી તસવીરોથી ભરેલું છે ઇન્સ્ટાગ્રામ
 • વાત કરવામાં આવે અનુપમા ફેમ પર મદાલસાના નેચર વિશે તો તેનું આખું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તોફાની અને ચુલબુલી તસવીરોથી ભરેલું છે. સ્પષ્ટ છે કે તે શૂટિંગ દરમિયાન ખૂબ જ મસ્તી કરે છે.
 • આખી કાસ્ટ સાથે અમેઝિંગ બોન્ડિંગ
 • પડદા પર નકારાત્મક પાત્ર ભજવનારી મદાલસા શોની આખી સ્ટાર કાસ્ટ સાથે અદભૂત બોન્ડિંગ ધરાવે છે અને આ તસવીરોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.
 • વનરાજ સાથે કમાલનું બોન્ડ
 • આ દિવસોમાં ભલે વનરાજ અને કાવ્યા શાહ વચ્ચેના સંબંધો શોમાં સારી રીતે ચાલી રહ્યા નથી પરંતુ હકીકતમાં આ બંનેની બોન્ડિંગ હંમેશાથી કમાલની રહી છે.

Post a Comment

0 Comments