ખૂબ જ શિક્ષિત છે અનુપમા શોના કલાકારો, કોઈક ની પાસે એન્જિનિયરની તો કોઈકની પાસે છે મેનેજમેન્ટની ડિગ્રી

  • ખૂબ જ લોકપ્રિય ટીવી શો 'અનુપમા' ના તમામ કલાકારોએ પ્રેક્ષકોના દિલ પર કબજો જમાવી લીધો છે. આ સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી, પડદે એક અભણ મહિલાની ભૂમિકા નિભાવે છે પરંતુ તે વાસ્તવિક જીવનમાં ઉચ્ચ શિક્ષિત છે. તે જ સમયે અન્ય સ્ટાર્સ પણ ખૂબ મોટી ડિગ્રી પ્રાપ્ત કરીને અભિનયની દુનિયામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કોણે કયા સુધી કર્યો છે અભ્યાસ...
  • રૂપાલી ગાંગુલી
  • અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ શોમાં શીર્ષક પાત્ર એટલે કે અનુપમાની ભૂમિકામાં છે. આમાં તે અભણ ગૃહિણીની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેણે હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.
  • આશિષ મેહરોત્રા
  • શોના પરિતોષ શાહ એટલે કે આશિષ મહોરોત્રાએ બેચલર બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનનો કોર્સ શરૂ કર્યો હતો પરંતુ કેટલાક કારણોસર તેને છોડી દીધો હતો. અભિનયની સાથે સાથે તેને દિગ્દર્શનનો પણ શોખ છે. આટલું જ નહીં આશિષે 12 વર્ષથી ડાન્સ કોરિઓગ્રાફી કરી છે. સાથે જ મુંબઈમાં કેટલાક નાટકોનું નિર્દેશન પણ કર્યું.
  • મદાલસા શર્મા
  • શોમાં નકારાત્મક પાત્ર ભજવનારી અભિનેત્રી મદાલસા શર્માએ તેના શિક્ષણ વિશે વાત કરતા કહ્યું કે તે નાનપણથી જ અભિનય પ્રત્યે ખૂબ ઉત્સાહી છે. તેના પિતા દિગ્દર્શક, લેખક, નિર્માતા રહ્યા છે અને માતા અભિનેત્રી છે. આથી જ તેણે અભિનય સિવાય કોઈ અન્ય કારકિર્દી વિશે ક્યારેય વિચાર્યું નથી. પરંતુ અભિનય કારકીર્દિને ધ્યાનમાં રાખીને તેણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું છે. તેની ડ્રીમ જોબ વિશે વાત કરીએ તો જો તે અભિનેત્રિ ન બને તો તે ચોક્કસપણે નૃત્ય ક્ષેત્રમાં ગઈ હોત.
  • નિધિ શાહ
  • શોમાં કિંજલ શાહની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નિધિ શાહ પણ બેચલર ઓફ કોમર્સ છે. પરંતુ તેણી હંમેશા અભ્યાસ દરમિયાન ફેશન ડિઝાઇનિંગનું સ્વપ્ન જોતી હતી. તેથી સ્નાતક થયા પછી તેણે એક વર્ષનો ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસક્રમ કર્યો છે.
  • રુશાદ રાણા
  • શોના અનિરુધ ગાંધી એટલે કે રુશાદ રાણાએ ફિલોસોફીમાં બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. તે એક વ્યાવસાયિક ફોટોગ્રાફર પણ છે. રુશાદના કહેવા પ્રમાણે, 'મારા કોલેજના દિવસોથી મને ફોટોગ્રાફી કરવામાં ખૂબ જ રસ હતો. હું આ ક્ષેત્રમાં એક વ્યાવસાયિક અભ્યાસક્રમ કરવાની ઇચ્છા ધરાવતો હતો પરંતુ કદાચ નસીબ કેમેરાની પાછળ નહીં પણ કમેરાની સામે કામ કરવાનું લખ્યું હતું.
  • સુધાંશુ પાંડે
  • શોના મુખ્ય પાત્રોમાંથી એક વનરાજ એટલે કે સુધાંશુ પાંડેએ આર્મી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે સેનાના અધિકારી બનીને દેશની સેવા કરવા માંગતો હતો. પરંતુ સારા દેખાવને કારણે 19 વર્ષની ઉંમરે તેને મોડેલિંગની તક મળી અને તે પછી તે ગ્લેમરની દુનિયામાં આવ્યો.
  • તસનીમ શેઠ
  • શોમાં રાખી દવેની ભૂમિકા ભજવનારી અભિનેત્રી તસનીમ શેખ સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી લઈને આ વ્યવસાયમાં આવી છે. પરંતુ તેણે તાજેતરમાં દૈનિક ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તે અભિનેત્રિ ન હોત તો તે નિસર્ગોપચાર અથવા આયુર્વેદનો હિસ્સો હોત. તે કહે છે મને કોવિડ હોવા છતાં પણ મેં ઓછામાં ઓછી દવા લીધી અને આયુર્વેદિક વસ્તુનો વધુ ઉપયોગ કર્યો હતો.' તેથી જો તસનીમની માની લેવામાં આવે તો ભલે તેણે સોફટવેર એન્જિનિયરિંગ કર્યું છે. તેણીને ખરેખર વિજ્ઞાનમાં રસ હતો અને જો તેણીએ વિજ્ઞાનન પ્રગતિ કરી હોત તો તે ચોક્કસપણે ડોક્ટર બની શકત.

Post a Comment

0 Comments