રાજસ્થાનમાં સ્થિત છે એક અનોખું મંદિર જ્યાં કરવામાં આવે છે બુલેટની પૂજા, અહીં થાય છે બધી ઇચ્છાઓ પૂર્ણ


  • આપણો દેશ તેની ધાર્મિક વિવિધતાઓઅને સહિષ્ણાતા માટે વિશ્વભરમાં જાણીતો છે. ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારત 'સ્વીકાર્યતા' ને તેનો મૂળ મંત્ર માને છે એટલે કે સમાજ કલ્યાણથી સંબંધિત તમામ મૂલ્યો અહીં સરળતાથી અપનાવવામાં આવે છે. જોયું જાય તો ભારતીય લોકશાહી પણ આ 'સ્વીકાર્યતા' ના પાયા પર બાંધવામાં આવ્યુ છે જેને વિશ્વની સૌથી મજબૂત લોકતંત્ર કહેવામાં આવે છે.
  • 'સ્વીકાર્યાતા' ની આ છબીને ભારતીય સંસ્કૃતિમાં સારી રીતે જોઇ શકાય છે. તેમાંથી સૌથી પ્રભાવશાળી પ્રતીક ભારતીય મંદિરો છે જે તેમના દૈવી આકર્ષણ માટે વિશ્વભરમાં જાણીતા છે. ભારતમાં ઘણા મંદિરો છે. મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આટલું જ નહીં આપણા દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે પોતાનામાં જ વિચિત્ર છે.
  • હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરવાનો કાયદો છે. દરેક વ્યક્તિ પોતાની રીત પ્રમાણે અલગ અલગ ભગવાનની પૂજા કરે છે. દેશ અને વિશ્વમાં આ બધા માટે ઘણા પ્રકારના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. તેમની શ્રદ્ધા અનુસાર ભક્તો આ મંદિરોના દર્શન માટે આવે છે. અત્યાર સુધી તમે ઘણા વિચિત્ર મંદિરો અથવા પ્રથાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ રાજસ્થાનના જોધપુરમાં સ્થિત ઓમ બન્ના અથવા બુલેટ ટેમ્પલ વિશે તમે નહીં સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ આ રહસ્યમય મંદિરને લગતી કેટલીક રસપ્રદ અને ન સાંભળેલી વાતો. શા માટે આ મંદિરમાં બુલેટની પૂજા થાય છે અને તેની પાછળનું કારણ શું છે…
  • જણાવી દઈએ કે ભારતમાં ઘણા પ્રકારના મંદિરો જોવા મળે છે. અહીં કેટલાક લોકો મંદિરોમાં માથું ટેકવવા માટે જાય છે તો કેટલાક વૃક્ષો અને છોડની સામે પૂજા કરે છે. એટલે કે દરેકની પોતાની પૂજા કરવાની રીત હોય છે અને કોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ કે નહીં તેના માટે બાંધી શકાતા નથી કારણ કે આપણું બંધારણ તમામ લોકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. તે જાણો કે જોધપુર-પાલી હાઈવે નજીક ચોટીલા નામનું એક ગામ છે જ્યાં બુલેટ બાબા "ઓમ બન્ના" બિરાજિત છે. આ સ્થળથી ઘણા લોકો અજાણ હશે પરંતુ જોધપુર-પાલી હાઇવે પરથી પસાર થતા લોકો આ મંદિર વિશે સારી રીતે જાણે છે. આ મંદિરમાં દેવી-દેવતાઓને બદલે મોટરસાયકલની પૂજા કરવામાં આવે છે. આ સાંભળીને તમને થોડું આશ્ચર્ય થઈ રહ્યું હશે પરંતુ આ વાત સોળ અન્ના સાચી છે.
  • જણાવી દઈએ કે આ મંદિરમાં બુલેટની પૂજા કરવી કોઈ સરળ બાબત નથી તેની પાછળ એક રસિક વાર્તા છે. આ વાત અંદાજિત 1988 ની આસપાસની છે. જ્યારે પાલી નિવાસી “ઓમ બના” તેનું બુલેટ લઇને ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન માર્ગમાં તેનો અકસ્માત થયો અને એટલું જ નહીં આ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અકસ્માત બાદ તેનું બુલેટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પરંતુ એવું માનવામાં આવે છે કે બુલેટ પોલીસ સ્ટેશનમાંથી અચાનક ગાયબ થઈ ગયુ હતું. આશ્ચર્યની વાત એ છે કે ઓમ બન્નાનું ગુમ થયેલૂ બુલેટ તે સ્થળ પર મળ્યું હતું જ્યાં તેનો અકસ્માત થયો હતો. પહેલા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને ફરી બાઇક પોલીસ સ્ટેશનને આવી ગઈ. આ વખતે સાવચેતી રાખીને પોલીસે બાઇકને ચેનથી બાંધી દીઘી હતી. ચેઇન સાથે બંધાયેલ હોવા છતાં બાઇક ફરી પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાથી ગામના લોકો ચમત્કાર શબ્દ પર વિશ્વાસ કરવા લાગ્યા. આ પછી લોકોએ ત્યાં તે બાઇકને સ્થાપિત કરી અને તેની પૂજા કરવાનું શરૂ કર્યું.
  • જે પછી એવું કહેવામાં આવે છે કે બુલેટ મંદિર જ્યારથી ત્યાં બન્યું પછીથી કોઈ અકસ્માત થયો નથી. આ સિવાય હવે બુલેટ મંદિરની મુલાકાત માટે લોકો દૂર દૂરથી આવે છે. આટલું જ નહીં રાજસ્થાનનો મોટો વર્ગ “ઓમ બન્ના” ની પૂજા કરે છે અને તેની આરતી, ભજન પણ ગવાય છે. જણાવીએકે આ મંદિર જોધપુર-પાલી હાઇવેથી 20 કિમી દૂર સ્થિત છે. એમ એક વાત તો ચોક્કસ છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોઈને પથ્થરની મૂર્તિઓમાં આસ્થા ગોતેતો કોઈ બાઇક અથવા ઝાડ અને છોડમાં છે. આ આપણી ઓળખ અને વિશેષતા છે. જે આપણને બીજાઓથી અલગ બનાવે છે.

Post a Comment

0 Comments