મંદિરમાંથી શિવલિંગને ઉખાડતી પકડાઇ ગઈ ચાઇનીઝ મહિલા, તપાસમાં બહાર આવ્યુ ચોંકાવનાર કારણ

  • ભારત એક એવો દેશ છે જ્યાં ભગવાનમાં લોકોની શ્રદ્ધા ખૂબ જ પ્રબળ છે. આ જ કારણ છે કે અહીં તમને દરેક શહેર, ગામ, શેરી, સ્થાને ભગવાનનું મંદિર જોવા મળશે. દરેક મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. આ ભક્તોને તેમના ભગવાન માટે ગાઢ પ્રેમ છે. તેથી જો કોઈ તેમનું અપમાન કરે છે તો તે સહન કરી શકતા નથી.પરંતુ કેટલાક લોકો આ સમજી શકતા નથી. તેઓ બીજાના કે તેમના પોતાના ભગવાનનું અપમાન કરે છે. હવે બિહારના ગયા જિલ્લાની આ અજીબ ઘટનાને જ લો.
  • ખરેખર ગયા જિલ્લાના બોધ ગયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવી સ્થાન નામનું એક મંદિર છે. આ મંદિરમાં શિવલિંગ રાખવામાં આવ્યું છે. આ શિવલિંગ અચાનક જ તેના સ્થળેથી ગાયબ થઈ ગયું. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ કામ એક ચીની મહિલાનું છે. કોઈકે તેને આ કામ કરતા જોઈ અને પછી તેની પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી હતી અને આ ચીની મહિલાની શિવલિંગ ઉખડવા બદલ ધરપકડ કરી પણ હતી. પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. જ્યારે પોલીસે મહિલાના બેકગ્રાઉન વિશે માહિતી મેળવી ત્યારે વધુ ચોંકાવનારા ખુલાસા થયા હતા.
  • પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચીની મહિલાએ ભૂતકાળમાં પણ આવી ઘટનાને અંજામ આપી ચુકી છે. ત્યારબાદ તે અમલાના એક મંદિરમાં શિવલિંગને જડમૂળથી ઉખાડતી વખતે પણ પકડાઈ હતી. આ દૃશ્ય જોઇને લોકોએ તેનો વિરોધ કર્યો. તેઓ મહિલાને સજા અપાવવા માંગતા હતા. જોકે ત્યારબાદ પોલીસે તેનો ખુલાસો કર્યા બાદ મામલો શાંત પાડ્યો હતો. પરંતુ આ મહિલા શાંત ન થઈ. હવે તેણે પચ્છટ્ટી વિસ્તારમાં આવેલા એક શિવલિંગને જડમૂળથી ઉખેડી નાખ્યું. જેથી આ વખતે પોલીસે કડક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. પરંતુ મહિલાએ શિવલિંગ કેમ ઉખેર્યું તે પોલીસ માટે હજી પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ચાલો આ રહસ્ય ખુલ્લું કરી દઈએ.
  • બોધગયા પોલીસ સ્ટેશનના પ્રમુખ નીતેશ કુમારે આ મહિલાને હિરાસતમાં લીધા બાદ ઘણા કલાકો સુધી તેની પૂછપરછ કરી હતી. ચોરી થયા બાદ તેણે શિવલિંગ ક્યાં રાખ્યું હતું તે મહિલા પરથી પણ જાણવા પ્રયાસ કર્યો હતો. આ આખી તપાસમાં નિતેશ કુમારને લાગ્યું કે આ ચીની મહિલા માનસિક વિકૃત થઈ ગઈ છે. તેની માનસિક સ્થિતિ સંભવત સારી નથી તેથી તે આમ વર્તે છે. જો કે હજી સુધી આ મામલે સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય નહીં. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ચીની મહિલા બોધગયાની વિભિન્ન હોટલમાં રહે છે.
  • આ બાબતે ગયા એસએસપી આદિત્ય કુમારે કહ્યું કે અમને મહિલા દ્વારા મંદિરમાં આવેલા શિવલિંગને જડમૂળથી ઉથલાવી નાખવાની ઘટના વિશે જાણવા મળ્યું છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર છે તેથી પોલીસ પણ તેની બારીકાઇથી તપાસ કરી રહી છે.
  • સારું તમને શું લાગે છે કે મહિલાએ આવું શા માટે કર્યું હશે?

Post a Comment

0 Comments