બી-ગ્રેડથી લઈને ટોપ બોલિવૂડ ફિલ્મોનો ભાગ રહી દિશા વાકાણી, આ ફિલમમાં કરી હતી બોલ્ડનેસની હદ પાર

 • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેના અંગત જીવન વિશે જાણવા માંગે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની વિશાળ સ્ટારકાસ્ટ છે પરંતુ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયા બેન એટલે કે દિશા વાકાણીને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દિલીપ જોશીની જેમ દિશા વાકાણીએ પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે અમે તમને દિશાની ફિલ્મોની સંપૂર્ણ સૂચિ જણાવીશું.
 • જોધા અકબર
 • 'જોધા અકબર' ફિલ્મમાં હંમેશાં એશ્વર્યા રાય બચ્ચન ઘણી દાસિયોથી ઘેરાયેલી રહેતી હતી. આ દાસીઓમાંની એક હતી દિશા વાકાણી, જેણે આ ફિલ્મમાં માધવીની ભૂમિકા ભજવી હતી.
 • લવ સ્ટોરી 2050
 • પ્રિયંકા ચોપડા અને હરમન બાવેજાની 'લવ સ્ટોરી 2050' સ્ક્રીન પર હિટ નહોતી પરંતુ આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. રોમેન્ટિક ટાઇમ-ટ્રાવેલ ફિલ્મમાં દિશા વાકાણી પણ હતી પરંતુ તમને ભાગ્યે જ યાદ હશે. દિશા વાકાણીએ 2008 માં સ્ક્રીન પર દાસીની ભૂમિકા નિભાવી હતી. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દયાબેનની ભૂમિકા નિભાવવાની શરૂઆત કરી હતી. દિલીપ જોશી પણ આ ફિલ્મમાં હતા.
 • મંગલ પાંડે
 • આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'મંગલ પાંડે' લોકોને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં દિશા વાકાણી પણ હતી. તેણીએ આ ફિલ્મમાં એક વેશ્યાની મામૂલી ભૂમિકા ભજવી હતી. દિશા વાકાણીને જોવા માટે તમારે આ ફિલ્મ ખૂબ જ કાળજીપૂર્વક જોવી પડશે.
 • દેવદાસ
 • સંજય લીલા ભણસાલીની 'દેવદાસ' બોલિવૂડની ખૂબ પસંદીદા ફિલ્મોમાંની એક છે. શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મમાં દિશા વાકાણીએ સખીની ભૂમિકા ભજવી હતી.
 • સી કંપની
 • અનુપમ ખેરની 'નોટ સો પોપ્યુલર' ફિલ્મ સી કમ્પનીમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણી પણ હતી. ફિલ્મના નિર્માતા એકતા કપૂર હતા. તેમાં મિથુન ચક્રવર્તી, તુષાર કપૂર અને અન્ય ઘણા કલાકારો પણ હતા. આ ફિલ્મમાં દિશાએ વિધવા મહિલાની ભૂમિકા ભજવી હતી.
 • કમસિન: ધ અનટચ
 • દિશા વાકાણી ઉર્ફે ટીએમકેઓસીની દયાબેને 1997 માં આવેલી ફિલ્મ 'કામસિન: ધ અનટચ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે એક હિન્દી બી ગ્રેડની ડ્રામા ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન અમિત સૂર્યવંશીએ કર્યું હતું. દિશાએ ફિલ્મમાં કોલેજની એક છોકરીનું પાત્ર ભજવ્યું હતું.

Post a Comment

0 Comments