મારુતિની આ કાર પાકિસ્તાનમાં પણ છે જબરદસ્ત પોપ્યુલર, પરંતુ કિંમત જાણીને થઈ જશો હેરાન

  • પાકિસ્તાનમાં સૌથી વધુ વેચાયેલી કાર: ભારતમાં સૌથી વધુ મારૂતીની કાર વેચાય છે આમાં પણ અલ્ટો, સ્વીફ્ટ સૌથી વધુ પસંદ કરાય છે પરંતુ શું તમને ખબર છે પાકિસ્તાનમાં પણ આ કારો ખુબ પોપ્યુલર છે. મોટા ભાગની કાર જે ભારતમાં પસંદ થાય છે પાકિસ્તાનમાં પણ તેમનું સારું વેચાણ છે. અમે જણાવી રહ્યાં છીએ કે તે 5 કાર જે પાકિસ્તાનમાં સૌથી વધુ વેચાય છે અને ભારતમાં પણ તેમનો એટલો જ ક્રેઝ છે.
  • સુઝુકી બોલાન (ઓમ્ની)
  • ભારતમાં દર વર્ષે 45 લાખ કાર વેચાય છે જ્યારે પાકિસ્તાનમાં ફક્ત 2 લાખ કાર વેચાય છે. દરઅસ્સલ પાકિસ્તાનની મજબૂરી છે કે પાકિસ્તાનની પોતાની કોઈ ઓટો કંપની નથી તેથી બધી કાર ઇમ્પોર્ટ કરે છે. ભારતમાં મારૂતી સુઝુકીની જે કાર ઓમ્નીના નામથી વેચાય છે તે પાકિસ્તાનમાં સુઝુકી બોલાનના નામથી વેચાય છે. પાકિસ્તાનમાં આ કારને મિનિબસ તરીકે ચલાવાય છે. ભારતમાં આ 5.4 લાખ આસપાસ મળે છે પરંતુ પાકિસ્તાનમાં તેની કિંમત 11.34 જેટલી છે.
  • સુઝુકી અલ્ટો
  • ભારતમાં મારુતિ સુઝુકિ અલ્ટો જેટલી પસંદ કરવામાં આવે છે પાકિસ્તાનમાં પણ એટલીજ પોપ્યુલર છે પરંતુ પાકિસ્તાનમાં તે 660 સીસીની ઇંજન સાથે છે અને લુક્સમાં પણ બિલકુલ અલગ છે. મારુતિ સુજુકી અલ્ટો પાકિસ્તાનની બેસ્ટ સેલિંગ કારમાં આવે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ અને એમટી ઓપ્શન સાથે મળે છે. પાકિસ્તાનમાં તેની કિંમત 11.98 - 16.33 લાખ પાકિસ્તાની રૂપિયા છે. ભારતમાં તેની કિંમત લગભગ અડધી છે. ભારતમાં તે 6-7 લાખ આસપાસ મળે છે.
  • સુઝુકી કુલ્ટસ
  • મારુતિની સેલેરિઓનો પાકિસ્તાનમાં પ્રીમિયમ હૈચબૈક તરીકે વેચાય છે પરંતુ ત્યાં તેનું નામ પર સુઝુકી ક્લટસ છે. આ કાર પાકિસ્તાનના યુવાનોને ઘણી પસંદ છે. 1 લિટર પેટ્રોલ એન્જિન સાથે તેને લાવવામાં આવી છે એમાં 5 સ્પીડ મેન્યૂઅલ અને એમટી બંને ઓપ્શન મેળે છે. પાકિસ્તાનમાં તેની કિંમત 17.8 - 21.30 લાખ પાકિસ્તાની રૂપિયા છે. ભારતમાં તેની કિંમત 8.45 - 10 લાખ વચ્ચે છે
  • સુઝુકી સ્વીફ્ટ
  • જે રીતે ભારતમાં મારુતિ સ્વિફ્ટના તમામ વર્ગના લોકો પસંદ કરે છે એજ રીતે તે પાકિસ્તાનમાં પણ તે ઘણી શાનદાર માનવામાં આવે છે. જોકે પાકિસ્તાનમાં હજી ફર્સ્ટ જનરેશન સ્વિફ્ટની ચાલ છે નવી વેચાતી નથી. પાકિસ્તાનમાં વેચાતી સ્વિફ્ટના ડિઝાઇન એન્જિન સિવાયના બિલ્કુલ સમાન છે જે ભારતમાં વેચાતી સ્વિફ્ટ છે. પાકિસ્તાનમાં સ્વીફ્ટની કિંમત 20.30 - 22.10 લાખ પાકિસ્તાની રૂપિયા છે.
  • હોન્ડા સિટી
  • સુઝુકી સિવાય હોન્ડાની કાર પણ પાકિસ્તાનમાં પોપ્યુલર છે. હોન્ડા સિટીને પાકિસ્તાનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હોન્ડા સિટીનો ત્રીજો મોડેલ ચાલી રહ્યો છે પરંતુ ભારતમાં તેની પાંચમી જનરેશન લોંચ થઈ ગઇ છે. પાકિસ્તાનમાં આ કારની કિંમત 24.5-28.6 લાખ રૂપિયા છે.

Post a Comment

0 Comments