'આ ખાદ્ય ચીજ' ના કારણે પ્રિયંકા ચોપડા અને શાહિદ કપૂરનું થયું હતું બ્રેકઅપ, જાણો બ્રેકઅપની સંપૂર્ણ સ્ટોરી

  • બોલિવૂડ પછી હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવનાર સુપરસ્ટાર બની ચૂકેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખની જરૂર નથી. હિન્દી સિનેમા જગતમાં એક પછી એક ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યા પછી પ્રિયંકા ચોપરાએ પણ હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ભલે તેની ફિલ્મ કરિયર દરમિયાન પ્રિયંકાનું નામ ઉદ્યોગના ઘણા સુપરસ્ટાર્સ સાથે સંકળાયેલું હતું પરંતુ આજે પ્રિયંકા અમેરિકન સિંગર નિક જોન્સ સાથે લગ્ન કરીને ખુશીથી વિદેશમાં રહી રહી છે. જોકે લગ્ન પહેલા બોલિવૂડમાં ફિલ્મી કરિયર દરમિયાન તેનું નામ એક અભિનેતા સાથે પણ જોડાયુ હતું. તો આજે અમે તમને અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને શાહિદના જીવન સાથે સંકળાયેલ એક એવો કીસ્સો જણાવવા જઈ રહ્યા છે એ જાણ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે.
  • પ્રિયંકાના ઘરે પડી હતી રેડ
  • વાત 25 જાન્યુઆરી 2011 ના રોજની છે જ્યારે અચાનક ઇન્કમટેક્સ અધિકારીઓની ટીમે સવારે સાડા સાત વાગ્યે વર્સોવામાં પ્રિયંકાના ફ્લેટની કોલ બેલ વાગાડી તે સમયે તેઓ પ્રિયંકાને બદલે શાહિદ કપૂરને ત્યાં જોઈને સ્તબ્ધ થઈ ગયા કારણ કે જાતે જ શાહિદ કપૂરે દરવાજો ખોલ્યો હતો. તે દરમિયાન શાહિદને ટુવાલમાં લપેટાયો જોઈને અધિકારીઓને લાગ્યું કે તેણે ખોટા દરવાજો ખટખટાવ્યો છે. અધિકારીઓએ કન્ફોર્મ કરવા માટે શાહિદને પ્રિયંકા ચોપડા વિશે પૂછ્યું તો તે ઝડપથી બેડરૂમની અંદર દોડી ગયો.
  • ઘરમાં એક સાથે મળ્યા હતા પ્રિયંકા-શાહિદ
  • માહિતી માટે આપને જણાવી દઈએ કે તે સમયે પ્રિયંકાના ઘર આઇટીની રેડ બેનામી સંપત્તિને કારણે પડી હતી. આ રેડ દરમિયાન અધિકારીઓને શું મળ્યું તે જાણી શકાયું નથી પરંતુ પ્રિયંકા ચોપડા અને શાહિદ કપૂર રાત્રી દરમિયાન સાથે હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા હતા. જે પછી એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકા ચોપડાએ બધાની સામે કહ્યું હતું કે તેણે શાહિદને માત્ર કોફી પીવા માટે આમંત્રણ આપ્યું છે.
  • એક સેન્ડવિચથી તૂટ્યા હતા સંબંધ-
  • જણાવી દઈએ કે પ્રિયંકા અને શાહિદની મુલાકાત વિશાલ ભારદ્વાજની ફિલ્મ કમીની દરમિયાન થઈ હતી. જોકે તે દિવસોમાં શાહિદ અને કરીનાનું બ્રેકઅપ થયું હતું. જે બાદ શાહિદ તેના દુ:ખને ભૂલી પ્રિયંકા સાથે સંબંધમાં હતો. તે જ સમયે પ્રિયંકા પણ એકલા શાહિદને જોઈને તેમનો ટેકો બનવા નીકળી પડી હતી. પાછળથી પ્રિયંકા અને શાહિદ વચ્ચેનો સંબંધ એટલો વધી ગયો કે બંનેની ગોવામાં સગાઈ પણ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઇ રહ્યા હતા. પરંતુ અફસોસ તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ તેમના બ્રેકઅપના સમાચાર બહાર આવ્યાં.
  • બંને એક જ બિલ્ડિંગમાં રહેતા હતા-
  • ખરેખર એવું કહેવામાં આવે છે કે શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપડા પહેલાં એક જ બિલ્ડિંગના જુદા જુદા ફ્લોર પર રહેતા હતા જ્યારે પણ તેઓ એકબીજાને મળવા ઇચ્છતા ત્યારે બંને એકબીજાના ઘરે પહોંચી જતા હતા. એક દિવસ જ્યારે પ્રિયંકા શાહિદના ફ્લેટ પર પહોંચી ત્યારે પ્રિયંકાએ જોયું કે શાહિદ નોન-વેજ સેન્ડવિચ ખાઇ રહ્યો છે બસ આ જ વસ્તુને જોઇને પ્રિયંકા ચોપડા ગુસ્સે થઈ ગઈ. જે પછી તે સેન્ડવિચ બંને વચ્ચે ચર્ચાનું મોટું કારણ બની ગયું હતું.

Post a Comment

0 Comments