શું તમે જોયો છે જેઠાલાલનો અસલ પરિવાર? પત્ની છે ખૂબ જ સ્ટાઇલિશ


 • તમને કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સમાચાર મળતા જ રહે છે. લોકો શોના દરેક પાત્ર પર તેમનો પ્રેમ લૂંટાવે છે પરંતુ 'જેઠાલાલ'ની વાત જુદી છે. આજે અમે તમને જેઠાલાલા ઉર્ફે દિલીપ જોશીના વાસ્તવિક પરિવાર વિશે જણાવીશું.
 • ટીવી નો મશહૂર ચહેરો
 • જેઠાલાલનું અસલી નામ દિલીપ જોશી છે. દિલીપ ઘણા લાંબા સમયથી ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ તેમને વાસ્તવિક ઓળખ આપી હતી.

 • સલમાન ખાનની સાથે કરી કરિયરની શરૂઆત
 • જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ તેનાફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયાથી કરી હતી. આ ફિલ્મમાં દિલીપ જોશીએ નોકરની ભૂમિકા ભજવી હતી.
 • 'હમ આપકે હૈ કૌન'માં જોવા મળ્યા હતા
 • દિલીપ જોશીએ સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં તેણે માધુરીના કઝીન ભોલા પ્રસાદની ભૂમિકા ભજવી હતી. આ પછી જોશી બીજી ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં નજર આવ્યા.

 • બે બાળકોનો પિતા છે
 • વાસ્તવિક જીવનમાં દિલીપ જોશી બે બાળકોનો પિતા છે. તેમની પુત્રીનું નામ નિયતિ જોશી છે અને તેમના પુત્રનું નામ રીત્વિક જોશી છે.
 • પત્ની જયમાલા છે ખૂબ સ્ટાઇલિશ
 • દિલીપ જોશીની પત્ની હંમેશા હેડલાઇન્સથી દૂર રહે છે. 'જેઠાલાલ' ની પત્નીનું નામ જયમાલા જોશી છે અને બંને એકબીજાની ખૂબ નજીક છે. નાના પડદાના પ્રખ્યાત અભિનેતાની પત્ની હોવા છતાં જયમાલા પોતાને લાઇમલાઇટથી દૂર રાખે છે.
 • ફેમિલી મેન છે દિલીપ જોશી
 • દિલીપ જોશી સંપૂર્ણ 'ફેમિલી મેન' છે. દિલીપ કેટલીકવાર સોશિયલ મીડિયા પર તેની પત્ની અને પરિવાર સાથે ફોટા શેર કરે છે.

Post a Comment

0 Comments