અરિજિત સિંહની લવ લાઈફ: એક વર્ષમાં જ પહેલી પત્ની સાથે થઈ ગયા હતા છૂટાછેડા, પછી બાળપણની મિત્ર સાથે કર્યા લગ્ન

  • આજના યુગના સૌથી પ્રખ્યાત અને સફળ બોલિવૂડ ગાયકોમાં અરિજિત સિંહનું નામ આગવી રીતે લેવામાં આવે છે. તે તેની સરળ શૈલી માટે જાણીતા અરિજિતસિંહે ખૂબ જ ઓછા સમયમાં પોતાના સુરીલા અવાજથી હિન્દી સિનેમામાં લાખો કરોડો દિલોમાં સ્થાન બનાવ્યું છે. ચાલો આજે અમે તમને અરિજિત સિંહના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો વિશે જણાવીએ.
  • અરિજિતનો જન્મ 25 એપ્રિલ 1987 માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના પિતા કક્કર સિંઘ પંજાબી હતા જ્યારે માતા અદિતિ સિંહ બંગાળી હતી. તે શરૂઆતથી જ સંગીત તરફ વલણ ધરાવે છે. અરિજિતની માતા અને નાની પણ ગાયક હતી જ્યારે તેના માસી એક ભારતીય શાસ્ત્રીય ગાયક હતા જ્યારે તેમના મામા તબલા વગાડતા હતા.
  • અરિજિત વર્ષ 2005 માં સિંગિંગ રિયાલિટી શો 'ગુરુકુલ'માં જોવા મળ્યો હતો. પરંતુ ફાનાલેના દોઢ મહિના પહેલા તે શોની બહાર થઇ ગયો હતો. જોકે લોકોને તેનો અવાજ ગમી ગયો હતો. તેના બોલિવૂડ કરિયરની શરૂઆત વર્ષ 2011 માં ફિલ્મ 'મર્ડર 2' ના 'ફિર મોહબ્બત' ગીતથી થઈ હતી. વર્ષ 2013 માં આવેલી ફિલ્મ 'આશિકી 2' ના ગીત 'ક્યૂંકી તુમ હી હો'થી તેને વાસ્તવિક અને મોટી ઓળખ મળી. આ ગીતે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધો હતો. તેમણે અત્યાર સુધી 'કબીરા', 'સુનો ના સંગ મરમર', 'મસ્ત મસ્ત', 'હમદર્દ' જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે.
  • વર્ષ 2013 માં અરિજિતસિંહે રુપરેખા બનર્જી સાથે લગ્ન કર્યા. જો કે તેમના લગ્ન એક વર્ષ પણ ચાલ્યા ન હતા. વર્ષ 2013 માં થયેલાં લગ્ન વર્ષ 2013 માં જ તૂટી ગયા હતાં. મળતી માહિતી મુજબ રૂપરેખા પણ 'ગુરૂકુળ'ની સ્પર્ધક રહી ચૂકી છે. બંને અહીં પહેલીવાર મળ્યા અને ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જોકે લગ્નના એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

  • 2014 માં કોયલ રોય સાથે કર્યા હતા બીજા લગ્ન
  • અરિજિતે વર્ષ 2014 માં બીજી વાર તેની બાળપણની મિત્ર કોએલ રોય સાથે લગ્ન કર્યા હતા. અરિજિત સાથે કોયલનું પણ આ બીજુ લગ્ન હતું. બંનેએ 20 જાન્યુઆરી 2014 ના રોજ લગ્ન કર્યા અને એક બીજાના બની ગયા હતા. આ લગ્ન ખૂબ જ ગુપ્ત હતું. તેમણે લગ્ન પછીની એક મુલાકાતમાં કહ્યું હતું કે “અમારા લગ્ન ઘણા સમય પહેલા થયાં હતાં. પરંતુ હવે અમે તેને એક સમારોહ સાથે સત્તાવાર બનાવ્યા છે. મારા જીવનમાં ઘણી સમસ્યાઓ હતી. હું અલગ થવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. હું ઘણી વસ્તુઓમાંથી પસાર થઈ ગયો છું. મારે ફરીથી તે તબક્કામાંથી પસાર થવું નથી. તેથી હવે તે વિશે વાત કરવિ નથી. "
  • જણાવી દઈએ કે અરિજિત સિંહને પહેલી પત્નીથી કોઈ સંતાન નથી જ્યારે અરિજિત સિંહને બીજી પત્ની કોયલથી 2 બાળકો છે. અરિજિત અને કોયલ રોય બે પુત્રોના માતાપિતા છે. તે જ સમયે કોયલને તેના પહેલા લગ્નથી એક પુત્રી છે. આ પરિવાર સાથે મળીને ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહ્યો છે.
  • અરિજિત સિંઘની નેટવર્થ…
  • હિન્દી સિનેમાના સૌથી સફળ ગાયકોમાંના એક સાથે જ અરિજિત સિંઘ સૌથી વધુ વેતન મેળવનારા ગાયકોમાંનો પણ એક છે. પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર તેઓ એક ગીત માટે 8 થી 10 લાખ રૂપિયા લે છે. જ્યારે તેની એક કોન્સર્ટમાંથી તેની કમાણી
  • 1.5 કરોડ રૂપિયા થઇ છે. તેની કુલ સંપત્તિ લગભગ 53 કરોડ છે.

Post a Comment

0 Comments