આ ભારતીય ક્રિકેટરોએ પ્રેમમાં વટાવી દીધી બધી મર્યાદાઓ, છૂટાછેડા લીધેલ મહિલાઓ સાથે કર્યા લગ્ન

 • પ્રેમમાં ઘણી વાર પ્રેમીઓ બધી સીમાઓ ભૂલી જાય છે. ક્રિકેટની દુનિયામાં પણ ઘણા ખેલાડીઓએ આ કહેવત સાચી કરી છે. એવા ઘણા ભારતીય ખેલાડીઓ છે જેમણે પહેલાથી પરણિત મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. જોકે જ્યારે તેઓના લગ્ન થયા ત્યારે તેમને પરિવાર તેમજ સમાજનો વિરોધ સહન કરવો પડ્યો હતો પરંતુ આ બધાને ધ્યાનમાં લીધા વિના આ ખેલાડીઓએ પ્રેમનો સાથ નથી છોડ્યો.
 • શિખર ધવન
 • ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવને પોતાનાથી 10 વર્ષ મોટી આયશા મુખર્જી સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા આયશા એક છૂટાછેડાવાળી મહિલા છે અને તેના પહેલા પતિની બે પુત્રી છે જે હવે શિખર અને આયેશા ધવન સાથે રહે છે.
 • મુરલી વિજાય
 • નિકિતા વણઝારા ક્રિકેટર મુરલી વિજયના મિત્ર દિનેશ કાર્તિકની પહેલી પત્ની હતી. જ્યારે નિકિતા કાર્તિકની પત્ની હતી ત્યારે તેના મુરલી સાથેના અફેરની શરૂઆત થઈ હતી. દિનેશ કાર્તિકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બંનેના છૂટાછેડા થઈ ગયા જેના પછી નિકિતા અને મુરલી વિજયે લગ્ન કરી લીધા.
 • અનિલ કુંબલે
 • ભારતીય ક્રિકેટ ટીમના મહાન બોલર અનિલ કુંબલેએ વર્ષ 1999 માં ચેતના સાથે લગ્ન કર્યા. તે સમયે ચેતનાના છૂટાછેડા થયા હતા. તેને તેના પહેલા પતિની એક પુત્રી પણ છે જેને કુંબલે ખૂબ ચાહે છે.
 • મોહમ્મદ શમી
 • ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2014 માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીનના છૂટાછેડા થયા હતા અને એક પુત્રીની માતા પણ હતી. જોકે હસીન અને શમી હવે અલગ થઈ ગયા છે પરંતુ તેઓએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા નથી.
 • વેંકટેશ પ્રસાદ
 • ભારતીય ક્રિકેટના પૂર્વ બોલર વેંકટેશ પ્રસાદે વર્ષ 1996 માં જયંતી સાથે લગ્ન કર્યા. પ્રસાદને મળતા પહેલા જયંતિના છૂટાછેડા થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે જયંતિ અને પ્રસાદની પહેલી મુલાકાત અનિલ કુંબલે દ્વારા થઈ હતી.

Post a Comment

0 Comments