દુનિયાની સૌથી મોંઘી કારની કિંમત ઉડાડી દેશે તમારા હોશ, જાણો શું છે સૌથી મોંઘી કારની વિશેષતા

  • દુનિયામાં દરેક વ્યક્તિને કંઇક કે કંઈક વસ્તુનો શોખ હોય છે. કેટલાકને વિવિધ પ્રકારની વાનગીઓ ચાખવાનો શોખ હોય છે તો કેટલાકને ઘોડાગાડીઓનો શોખ હોય છે. આજના સમયની વાત કરીએતો દુનિયામાં આવી સંખ્યાબંધ કાર છે. જેના પર બેસવાની ચાહત દરેક જણની હોય છે પરંતુ તે કારોની કિંમત એટલી ઉચી હોય છે કે તે ચલાવવી એ દરેકની બસની વાત નથી.
  • આવી સ્થિતિમાં જો પૂછવામાં આવે કે સૌથી મોંઘી કાર કઈ હશે? તો લોકો તેમના નોલેઝ અને જાગૃતતાઅનુસાર જુદા જુદા જવાબો આપશે પરંતુ તમને જણાવી દઈએ કે હવે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરવામાં આવી છે. જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે.
  • જી હા લક્ઝરી કાર બનાવતી કંપની રોલ્સ રોયસે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. જેને નામ આપવામાં આવ્યું છે "બોટ ટેલ". આ કાર ઘણી રીતે ખાસ છે. આનાથી પણ વધારે વિશેષ છે આ કારની કિંમત. કંપની દ્વારા બોટ ટેલની કિંમત 20 કરોડ પાઉન્ડ એટલે કે 200 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારને બનાવવામાં કંપનીને ચાર વર્ષ લાગ્યાં.
  • ચાલો આપણે જાણીએ કે આ લક્ઝરી કાર ચાર સીટરની છે. જેની લંબાઈ લગભગ 19 ફૂટ છે. આ પહેલી રોલ્સ રોયસ કાર છે. જેને લક્ઝરી કોચ ઉત્પાદકના નવા કોચબિલ્ડ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે. આ કારને રોલ્સ રોયસની સ્વીપ ટેઇલ કારથી પ્રેરિત હોવાનું કહેવાય છે. બોટ ટેલની પહેલા સુધી સ્વેપ ટેલ એ આ કંપનીની સૌથી મોંઘી કાર હતી. સ્વેપ ટેલને રોલ્સ રોયસે 2017 માં લગભગ 130 કરોડ રૂપિયામાં વેચી હતી. આ કારના ફક્ત એક જ મોડેલને લોન્ચ કરવામાં આવ્યું હતું. જે આ લક્ઝરી કાર એક જાણીતા યુરોપિયન વ્યક્તિની વિનંતી બાદ બનાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર બોટ ટેઇલનાં ત્રણ મોંડેલ્સ લોન્ચ કરવામાં આવશે.
  • જાણો કે આ કારનો પાછળનો ભાગ લક્ઝરી સ્પીડબોડથી મળતો જુલો છે. રોલ્સ રોયસના સીઇઓ ટોર્સટન મુલરના જણાવ્યા મુજબ આ કાર કોઈપણ બેહતરીન હોલિડે માટે અથવા તો પિકનિક માટે તમામ પ્રકારની સુવિધાઓ માટે બનાવવામાં આવી છે અને તમને આનાથી વધુ સારું પેકેજ અન્ય કારમાં મળશે નહીં. આ કારની અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં શેમ્પેન માટે એક અલગ કૂલર છે. આ ડબલ શેમ્પેઈન કુલર ખાસ કરીને કારના માલિકની પસંદીદા આર્મડ ડી બ્રિનાક બોટલને ફિટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં ક્રોકરી, મીઠું, પેપર ગ્રાઇન્ડર માટે પણ જગ્યા આપવામાં આવી છે. કેવિઅરમાં ફ્રિજની સાથે ચિલર પણ આપવામાં આવે છે જેથી વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો અહીં રાખી શકાય.
  • આટલું જ નહીં આ કારમાં 15 સ્પીકર વાળું સાઉન્ડ સિસ્ટમ છે. જેને એવી રીતે મોડીફાય કરવામાં આવ્યા છે કે કારના પ્લેટફોર્મનો ઉપયોગ સાઉન્ડ બોક્સ તરીકે થઈ શકે. આટલું જ નહીં આ કારની વિશેષ વાત એ છે કે આના માટે સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત ઘડિયાળ નિર્માતા બોવી 1822 એ એક ખાસ ઘડિયાળ પણ તૈયાર કરી છે.
  • આ કારના એન્જિન વિશે વાત કરવામાં આવે તો તેમાં તે જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ રોલ્સ રોયસ કુલિનાન, ફેન્ટમ અને બ્લેક બેજ જેવી લક્ઝરી કારમાં કરવામાં આવ્યો છે. વી 126.75 બાયબ્રો એન્જિન 563 એચપી પાવર આપી શકે છે. ભારતમાં રોલ્સ રોયસ એન્જિન સિરીઝની કાર વિશે વાત કરતાં ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ બિગ-બીને ફેન્ટમ કાર ગિફ્ટ કરી છે. આ સિવાય ઘણી સેલિબ્રિટીઝ છે જેમની પાસે રોલ્સ રોયસની લક્ઝરી કાર છે.

Post a Comment

0 Comments