ચાલુ પ્લેનમાં કિસ કરી રહ્યું હતું કપલ, એર હોસ્ટેસ ધાબળો ઓઢાડી ચાલી ગઈ, પછી જે થયું

  • કેટલાક કપલો એવા પણ હોય છે જે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ બતાવવાનું પસંદ કરે છે. ત્યાં શુધી કે તેમને તેમના પાર્ટનર સાથે જાહેર સ્થળે રોમાંસ કરવામાં પણ તેમને પરેશાની થતી નથી. તે સરેઆમ આવા અભદ્ર કૃત્ય કરવાનું શરૂ કરે છે. આવું જ એક દૃશ્ય પાકિસ્તાન ફ્લાઇટમાં જોવા મળ્યું હતું. અહીં એક દંપતીએ ફ્લાઇટમાં હાજર સેંકડો લોકોની હાજરીમાં કિસ કરવાનું શરૂ કર્યું હતું.
  • દંપતીની હરકતને જોઇને વિમાનમાં બેઠેલા લોકોને તકલીફ થવા લાગી. આવી સ્થિતિમાં તેણે કેબીન ક્રૂને તેની ફરિયાદ કરી હતી. જો કે જ્યારે એર હોસ્ટેસે દંપતીને ચુંબન ન કરવાની વિનંતી કરી ત્યારે તેઓ સહમત ન થયા. આવી સ્થિતિમાં એર હોસ્ટેસે કંટાળીને આ ચુંબન કરતા દંપતીને ધાબળો ઓઢાડી દીધો.
  • આ કિસ્સો પાકિસ્તાન એરબ્લૂ ફ્લાઇટનો હોવાનું જણાવાઈ રહ્યું છે. 20 મેના રોજ PA- 200 ની ફ્લાઇટ કરાચીથી ઇસ્લામાબાદ જઇ રહી હતી. તે દરમિયાન એક દંપતી એકબીજાને કિસ કરતા પકડાયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ દંપતી શરૂઆતમાં ચોથી પંક્તિમાં બેઠી હતી. બંનેએ અચાનક એક બીજાને જાહેરમાં કિસ કરવાનું શરૂ કરી દીધું.
  • કપલની આ અશ્લીલ કૃત્યને કારણે અનેક મુસાફરોને મુશ્કેલી ઉભી થઈ હતી. આ અંગે તેમણે કેબીન ક્રૂમાં હાજર એર હોસ્ટેસિસને ફરિયાદ પણ કરી હતી. જોકે આ દંપતીએ પણ કેબીન ક્રૂની વાતને નજરઅંદાજ કરી ફરીથી કિસ કરવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં એરહોસ્ટેસે આ દંપતીને જાહેરમાં આલિંગન નિયંત્રણ કરવા માટે ધાબળથી ઢાકી દીધી હતી. આ રીતે આસપાસના લોકોએ આ અશ્લીલ દૃશ્ય જોવું પડ્યું ન હતું.
  • વિમાનમાં હાજર બંને મુસાફરો કહે છે કે જ્યારે અમે દંપતીને અશ્લીલ કૃત્ય ન કરવાનું કહ્યું ત્યારે તેઓએ પાછળ વળીને જવાબ આપ્યો. તેણે કહ્યું કે તમે કોણ છો અમને આ બધું બોલવા વાળા. તે દરમિયાન એડવોકેટ બિલાલ ફારુક અલ્વી પણ ફ્લાઇટમાં સવાર હતા. તેમણે આ ઘટનાની ફરિયાદ સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ) ને કરી હતી. તેમણે કહ્યું કે એરલાઇન્સ સ્ટાફે દંપતીને રોકવા કોઈ કાર્યવાહી કરી નથી.
  • ફરિયાદ મળ્યા બાદ પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન વિભાગે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાને લગતા એક વીડિયોને એડવોકેટ બિલાલ ફારુક અલ્વી દ્વારા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે. તેમણે આ વીડિયોમાં આખી ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું છે. તે સાથે દાવો કર્યો છે કે તે દંપતીની પરિવારની હાજરીમાં અશ્લીલ હરકત કરી રહ્યા હતા.
  • એમ આ સમગ્ર મામલે તમારો અભિપ્રાય શું છે? શું દંપતી માટે જાહેર સ્થળે આવા કૃત્યો કરવા યોગ્ય છે કે નહી?

Post a Comment

0 Comments