લગ્ન પહેલા જ પિતા બની ગયા હતા ક્રિકેટના આ 6 ધુરંધરો, આ યાદીમાં ભારતીય ક્રિકેટરો પણ છે શામેલ

  • કોઈપણ વ્યક્તિ માટે માતાપિતા બનવું એ તેના જીવનનો મહત્વપૂર્ણ તબક્કો હોય છે. તે સુંદર લાગણી છે જે પ્રેમ અને જવાબદારીને મજબૂત કરે છે. એવું કહેવામાં આવે છે કે ક્રિકેટ અને વિવાદનો ચોલી દામનનો સાથ હોય છે. એવા ઘણા ક્રિકેટરો છે કે જેઓ લગ્ન પહેલા પિતા બની ગયા છે ચાલો અમે તમને તેમનો પરિચય આપીએ.
  • વિલીયન રિચર્ડ્સ
  • 1980 ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના પ્રખ્યાત ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાના અફેરની શરૂઆત થઈ હતી. આ સમય દરમિયાન 1989 માં નીના માતા બની હતી. તેમ છતાં તેના અને રિચર્ડ્સના લગ્ન થયા ન હતા. નીનાએ સિંગલ મધર તરીકે મસાબાનો ઉછેર કર્યો હતો. પછી 2008 માં નીનાએ સીએ વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.
  • ક્રિસ ગેલ
  • વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા તેના એક વર્ષ પહેલા એટલે કે 2008 માં ગેલ અને નતાશા એક પુત્રીના માતાપિતા બની ચુક્યા હતા.
  • વિનોદ કાંબલી
  • ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી તેની પહેલી પત્ની નોએલા લુઇસ સાથે છૂટાછેડા લીધા પછી ફેશન મોડેલ આંદ્રયા હેવિટના જીવન સાથી બની ગયા હતા. કાંબલી અને આંદ્રેયા વચ્ચે લાંબો સમય અફેર હતું અને આ સમય દરમિયાન આંદ્રયા વર્ષ 2010 માં કાંબલીના બાળકની માતા બની ગઈ હતી. જોકે પુત્રના જન્મ પછી તેઓએ વર્ષ 2014 માં લગ્ન પણ કરી લીધા હતા.
  • જો રુટ
  • આ યાદીમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન જો રૂટ પણ સામેલ છે. રુટે તેની પ્રેમિકા કેલી કોરટેલ સાથે વર્ષ 2016 માં સગાઈ કરી હતી અને 7 જાન્યુઆરી 2017 ના રોજ પુત્ર આલ્ફ્રેડનો જન્મ થયો હતો. આ પછી તરત જ આ દંપતીએ લગ્ન કરી લીધા હતા.
  • ડેવિડ વોર્નર
  • ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે વર્ષ 2015 માં પ્રખ્યાત મોડેલ કેન્ડિસ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ વોર્નર પણ લગ્ન પહેલાં પિતા બની ગયો હતો. 2014 માં કેન્ડિસે ડેવિડના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.
  • હાર્દિક પંડ્યા
  • હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020 ના રોજ દુબઈમાં સર્બિયાની નાગરિક અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી હતી. આ દંપતીના જીવનમાં પુત્રની એન્ટ્રી 30 જુલાઈ 2020 ના રોજ થઈ હતી. તેણે પોતાના બાળકનું નામ 'અગસ્ત્ય' રાખ્યું હતું. જો કે આ દંપતીએ આજ સુધી તેમના લગ્ન અંગે કંઈ જાહેર કર્યું નથી.

Post a Comment

0 Comments