બંગલાનો શોખીન છે અજય દેવગન તાજેતરમાં જ ખરીદ્યો છે 60 કરોડનો બંગલો, જુઓ તેમના મહેલની તસ્વીરો

  • આ દિવસોમાં દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. લોકો તેમના પ્રિયજનોને બચાવવા માટે બધું જ દાવ પર લગાવી રહ્યા છે. કોરોના પછી લોકોને બ્લેક ફંગસથી ખતરો ઉભો થઇ રહ્યો છે. તેમની બધી જમા થયેલ મૂડી હોસ્પિટલોમાં ખર્ચ કરવામાં આવી રહી છે. તે જ સમયે બોલિવુડના સ્ટાર્સ આ દિવસોમાં પોતાના માટે નવા મકાનો ખરીદવામાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વિસ્તારમાં 31 કરોડનું એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. પહેલા જ આ વર્ષે અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને સની લિયોન જેવા સ્ટાર્સ પણ પોતાના માટે નવા મકાનો ખરીદી ચૂક્યા છે.
  • આ બધા પછી પણ બોલિવૂડના સિંઘમ સ્ટાર અજય દેવગને પણ પોતાના માટે નવું મકાન ખરીદ્યું છે. મીડિયાના જણાવ્યા અનુસાર અજય દેવગને 60 કરોડનો બંગલો પોતાના માટે ખરીદ્યો છે. અજય દેવગણનો આ બંગલો પણ જુહુ વિસ્તારમાં છે. સમાચાર મુજબ અજય દેવગન અને કાજોલ ઘણા લાંબા સમયથી નવું મકાન શોધી રહ્યા હતા. તેમનો નવો બંગલો જૂના બંગલા 'શિવશક્તિ' નજીક જ છે. 560 ચોરસ યાર્ડમાં બનેલો આ બંગલો જુહુની કપોલ કો-ઓપરેટીવ સોસાયટીમાં બનાવવામાં આવ્યો છે.
  • અજય આ બંગલાના માલિક બનતા પહેલા સ્વર્ગસ્થ પુષ્પા વાલિયા તેના માલિક હતા. જો સૂત્રોની વાત માનીએ તો આ પ્રોપર્ટીની કિંમત લગભગ 65 થી 70 કરોડ રૂપિયા છે. પરંતુ લોકડાઉનને કારણે અજય દેવગણને ખૂબ જ ઓછા ભાવે આ બંગલો મળ્યો છે. ઘરની આ ડીલ ગયા વર્ષે જ નક્કી થી ગઈ હતી. અજય દેવગને ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આ સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. પરંતુ આ મહિને 7 મેના રોજ આ બંગલો અજય દેવગણના નામ પાયે સીફ્ટ થયો છે. આ નવા મકાનના કાગળોમાં અજયની માતા વીણા વીરેન્દ્ર દેવગણ અને વિશાલ ઉર્ફે અજય દેવગનના નામે છે.

  • સમાચારો અનુસાર અજય અને કાજોલ વહેલી તકે તેમના નવા ઘરે જવા માંગે છે. તાજેતરમાં ત્યાં રિનોવેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે અજય દેવગન બોલિવૂડના સૌથી ધનિક સ્ટાર્સમાંના એક છે. તેની પાસે ફક્ત મુંબઇ જ નહીં પરંતુ લંડન અને સિંગાપોરમાં પણ વૈભવી મકાનો છે.


  • અજય અને કાજોલના વર્તમાન બંગલાનું નામ છે 'શિવશક્તિ' છે. આ બંગલો અજયના પિતા વીરુ દેવગને લીધો હતો. કાજોલ અજય દેવગણનો બંગલો કોઈ રાજવી ઘરથી ઓછો દેખાતો નથી. આ સિવાય તેની પાસે એક મોટું ફાર્મહાઉસ પણ છે જે 28 એકરમાં ફેલાયેલું છે. આ ફાર્મ હાઉસની કિંમત હાલમાં 25 કરોડ રૂપિયા છે અને તે મુંબઇના કરજત શહેરમાં છે. આ સાથે અજય દેવગને લંડનમાં એક લક્ઝુરિયસ વિલા પણ ખરીદ્યો છે. બંગલો લંડનના સૌથી ઉંચા વિસ્તાર પાર્ક લેનમાં બનાવવામાં આવ્યો છે. તેને અજય દેવગણે 54 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કાજોલ અને અજય લંડનમાં શાહરૂખ ખાનના પાડોશી છે.
  • કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરે છે. તેમની પુત્રી United World College of Southeast Asia સિંગાપોર કોલેજમાં અભ્યાસ કરે છે. પુત્રીના કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને અજયે એક વૈભવી ફ્લેટ પણ ખરીદ્યો છે. ગયા વર્ષે કાજોલ પણ લાંબા સમય સુધી તેની પુત્રી સાથે સિંગાપોરમાં હતી.

Post a Comment

0 Comments