છૂટાછેડા પછી ફરી લગ્ન કરવાની હિંમત ન કરી શકી આ 5 મહિલા રાજનેતાઑ, હવે જીવે છે સિંગલ લાઈફ

  • જ્યારે આપણે કોઈની સાથે લગ્ન કરીએ છીએ ત્યારે આપણે તેની સાથે 7 જન્મો સુધી રહેવાનું વચન લઈએ છીએ. જો કે આજના યુગમાં જો કોઈ લગ્ન ફક્ત એક જન્મ પણ સારી રીતે ચાલે છે તો તે એક મોટી વાત છે. લોકો નાની નાની બાબતોથી છૂટાછેડા લે છે. આ છૂટાછેડાની સૌથી ખરાબ અસર પત્ની પર પડે છે. સમાજમાં તેની ખૂબ બદનામી થાય છે. તે એટલી ભાવનાત્મક રીતે તૂટી જાઈ છે કે તે ફરીથી લગ્ન કરતા પહેલા દસ વાર વિચારે છે. બીજી બાજુ જ્યારે આપણે પતિઓની વાત કરીએ તો છૂટાછેડા પછી તેમના જીવનમાં કોઈ ખાસ સમસ્યા ઉભી થતી નથી. છૂટાછેડા પછી મોટાભાગના પુરુષો ફરીથી લગ્ન કરે છે.
  • આવોજ કંઈક હાલ આપણા ભારતીય રાજનેતાઓનો પણ છે. તમે આવા ઘણા નેતાઓ પણ જોયા હશે જેમણે પત્નીના મૃત્યુ પછી અથવા છૂટાછેડા લીધા પછી બીજા લગ્ન કર્યા છે. તે જ સમયે રાજકારણની દુનિયામાં કેટલીક પ્રખ્યાત મહિલા નેતાઓ છે જે છૂટાછેડા પછી બીજા લગ્ન કરી શક્યા નથી. આજે અમે તમને આવી મહિલા નેતાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.
  • જયા જેટલી: સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલી પ્રખ્યાત નેતા અશોક જેટલીની પૂર્વ પત્ની છે. બંનેના લગ્ન વર્ષ 1965 માં થયા હતા. આ લગ્નથી બંનેના બે સંતાન પણ હતા જેના નામ અક્ષય અને અદિતિ છે. શરૂઆતમાં તેમનું પરિણીત જીવન સારું રહ્યું હતું. પરંતુ સંતાન પ્રાપ્ત થયાના કેટલાક વર્ષો પછી તેમના સંબંધોમાં દરાર આવવા લાગી. ટૂંક સમયમાં બંનેની નિકટતા દુરીમાં બદલવા લાગી. પછી એક દિવસ આવ્યો જ્યારે બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી જયા જેટલીએ ક્યારેય બીજા લગ્ન કરવાની હિંમત કરી નહોતી. આજે તે 78 વર્ષની છે અને તે સિંગલ લાઈફ જીવી રહી છે.
  • જયા પ્રદા: બોલિવૂડથી રાજકારણમાં પ્રવેશ કરનાર જયા પ્રદાના પૂર્વ પતિનું નામ રિકંત નાહટા છે. બંનેના લગ્ન 1986 માં થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે શ્રીકાંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વિના જ જયા પ્રદા સાથે લગ્ન કરી લીધા. જોકે આ લગ્ન પછી બંને વચ્ચે અણબન થઈ અને બંને છૂટા પડી ગયા હતા. શ્રીકાંતથી અલગ થયા પછી જયા પ્રદાએ બીજી વાર લગ્ન નથી કર્યા.
  • રૂપા ગાંગુલી: રૂપા ભારતીય જનતા પાર્ટીની રાજ્યસભા સાંસદ છે. 1992 માં તેણે ધ્રુવો મુખર્જી સાથે લગ્ન કર્યા હાતા. 14 વર્ષ સુધી સાથે રહ્યા પછી 2006 માં આ દંપતીના છૂટાછેડા થઈ ગયા. આ પછી રૂપાએ ક્યારેય ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું નહીં. આ લગ્નથી બંનેને એક પુત્ર પણ છે.
  • અલકા લાંબા: અલકા આમ આદમી પાર્ટીની ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ હાલમાં તે કોંગ્રેસની નેતા છે. અલ્કાએ લોકેશ કપૂર સાથે ઇન્ટરકાસ્ટ લવ મેરેજ કર્યાં હતા. આ લગ્નથી બંનેને એક લાડકો દીકરો પણ હતો. જો કે બાળકના જન્મ પછી થોડા સમય પછી બંને વચ્ચેનું અંતર વધવાનું લાગ્યું. આવી સ્થિતિમાં અલ્કાએ લોકેશને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા લીધા પછી અલ્કાએ ફરીથી લગ્ન કરવાનું યોગ્ય ન લાગ્યું.
  • સ્વાતિ માલીવાલ: સ્વાતિ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ છે. તેણે નવીન જયહિંદ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2020 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી આજ સુધી સ્વાતિ સિંગલ જીવન જીવી રહી છે.

Post a Comment

0 Comments