500 રૂપિયા લઈને મુંબઇ આવી હતી દિશા પટણી, આજે છે કરોડોની માલકીન, રહે છે આ લક્ઝરી મકાનમાં

 • દિશા પટાની એ આજના સમયની સૌથી ફિટ અને સુંદર બોલિવૂડ એક્ટ્રેસમાની એક છે. એક સમયે માત્ર 500 રૂપિયા લઈને મુંબઇ આવેલી દિશાએ ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'લોફર' થી કરી હતી. તે પછી તે હિન્દી સિનેમામાં જોવા મળી હતી
 • દિશા પટાણી પોતાના અભિનય અને ફિલ્મો તેમ જ તેની તસવીરોને કારણે ઇન્ટરનેટનો પારો હાઈ કરતી રહે છે. તેની બોલ્ડ તસવીરો ચાહકોને તેના દિવાના બનાવે છે. દિશાએ હિન્દી સિનેમામાં તેની શરૂઆત એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી સાથે કરી હતી જે પૂર્વ ભારતના મહાન ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારિત છે.
 • દિશા ઘણીવાર ચર્ચામાં રહે છે. 29 વર્ષીય દિશા મુંબઈના એક લક્ઝુરિયસ મકાનમાં રહે છે. ચાલો આજે તમને અભિનેત્રીના ઘરની એક ઝલક બતાવીએ…
 • દિશા તેના લક્ઝુરિયસ ઘરમાં એકલી રહે છે. તેણે થોડા વર્ષો પહેલા મુંબઈમાં પોતાના માટે એક વૈભવી ઘર ખરીદ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશાના આ ઘરની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
 • દિશા પટાણીના ઘરે એક પાલતુ કૂતરો તેમજ પાલતુ બિલાડી છે. એક તસવીરમાં જ્યાં તે તેના કૂતરા પર પ્રેમ વરસાવી રહી છે બીજી તસ્વીરમાં તે તેની બિલાડી સાથે મસ્તી કરતી જોઈ શકાય છે.

 • દિશાએ તેના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. તે ઘણીવાર ઘરે ક્લિક કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેનું ઘર ખૂબ જ વૈભવી છે. આ તેના ઘરનો ડાઇનિંગ એરિયા છે જે ફાઇવ સ્ટાર હોટલ જેવો દેખાય રહ્યો છે.
 • ઘરના આંતરિક ભાગની રચના ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. અભિનેત્રીએ ઘરની દિવાલોને વિવિધ રંગો અને ડિઝાઇનથી સજ્જ કરી છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે સફેદ દિવાલ પર ઘણી પેઇન્ટિંગ્સ છે જે ઘરની અને દિવાલની સુંદરતા વધારવાનું કામ કરી રહી છે.
 • ઘરમાં લાકડાના સોફા છે અને ઘરને રંગબેરંગી દિવાલોથી શણગારવામાં આવી છે. ત્યા વાઈટ બેકગ્રાઉન્ડ સાથે ઝુમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • દિશા પટાણીએ તેના ઘરના દરેક ક્ષેત્રની રચના ખૂબ જ સારી રીતે કરી છે. તેમના ઘરની સુંદરતા જોતા જ બને છે. દિશાએ તેના ઘરમાં દરેક રંગને સ્થાન આપ્યું છે.

 • દિશા પટાણીએ જાતે જ આ ઇન્ડસ્ટ્રીમાં સારી એવી જગ્યા બનાવી છે અને તેણે કમાયેલા પૈસાથી જ આ વૈભવી અને સુંદર ઘર ખરીદ્યું છે.
 • દિશા પટાણીએ મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મમાં તેની પ્રેમિકાની ભૂમિકા નિભાવી હતી. તે જ સમયે સુશાંત સિંહ રાજપૂત ધોનીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દિશાની ભૂમિકા ખૂબ નાની હતી પરંતુ તે ચાહકોના દિલ પર છવાઈ ગઈ હતી. તેની મીઠી સ્માઈલને લીધે તેને 'નેશનલ ક્રશ' પણ કહેવાવામાં આવી હતી.
 • જણાવી દઇએ કે દિશા પટનીનું નામ ઘણીવાર એક્ટર ટાઇગર શ્રોફ સાથે જોડાય છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે.

Post a Comment

0 Comments