આ 5 અભિનેત્રીઓએ બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જ કરી લીધા હતા લગ્ન, 4થી ને તો તમે આજે પણ કૂવારી માનતા હશો


 • બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ લગ્ન પછી મોટા પડદા પર કમબેક કર્યુ ત્યારે તેમને એટલી સફળતા મળી નહોતી જેટલી લગ્ન પહેલા મળી હતી. પરંતુ બોલિવૂડમાં જ આવી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન પછી મોટા પડદે આવી અને વર્ચસ્વ જમાવ્યું. આ સૂચિમાં સની લિયોનથી લઈને મલ્લિકા શેરાવત સુધીની અભિનેત્રીઓનાં નામ શામેલ છે. જુઓ સંપૂર્ણ સૂચિ...
 • આ 5 છે લિસ્ટમાં
 • ચાલો જાણીએ બોલીવુડની આવી કેટલીક અભિનેત્રીઓ વિશે કે જેઓ લગ્ન કર્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં આવી અને લોકોનું દિલ જીતી લીધું.
 • અદિતિ રાવ હૈદરી
 • 2008 માં ફિલ્મ દિલ્હી -6 થી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ બોલીવુડમાં આવ્યાના બે વર્ષ પૂર્વે 2006 માં સત્યદિપ મિશ્રા સાથે લગ્ન કર્યા પરંતુ તેઓના છૂટાછેડા થયા હતા. પદ્માવત, બોસ, ભૂમિ, મર્ડર-3, રોકસ્ટાર, વજીર જેવી ફિલ્મોમાં કામ કરીને અદિતિએ દર્શકોને દંગ કરી દીધા હતા.
 • ચિત્રાંગદા સિંઘ
 • 2003 માં ફિલ્મ હજાર ખ્વાઈશે એસી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પહેલા જ લગ્ન કરી ચૂકી હતી. તેણે 2001 માં પ્રખ્યાત ગોલ્ફર જ્યોતિ સિંહ સાથે લગ્ન કર્યા હતા, જો કે 2014 માં બંનેના છૂટાછેડા થયા હતા. તેમ છતાં ચિત્રાંગદા સિંહને આ ઇન્ડસ્ટ્રીના દર્શકો દ્વારા ખૂબ પસંદ આવી હતી અને તેના કારણે તેણે બાજાર, બાબુમોશાય બંદુકબાઝ, ઈંકાર, ગબ્બર ઇઝ બેક, સુરમા, સાહેબ બીવી અને ગેંગસ્ટર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
 • માહી ગિલ
 • બોલીવુડની હોટ એક્ટ્રેસ માહી ગિલના પણ બોલીવુડમાં પ્રવેશતા પહેલા લગ્ન થઈ ગયા હતા જોકે તેના છૂટાછેડા પણ થઈ ગયા છે. માહીએ કારકિર્દીની શરૂઆત દેવ ડી સાથે કરી હતી. રિમ્પી કૌર ઉર્ફે માહી ગિલ સાહેબ બીવી અને ગેંગસ્ટર સિરીઝ, દબંગ, પાનસિંહ તોમર, દબંગ સિરીઝ, ગુલાલ અને આગે સે રાઈટ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેને પ્રેક્ષકો ખૂબ પસંદ પણ કરે છે.
 • મલ્લિકા શેરાવત
 • મર્ડર ફિલ્મથી બોલીવુડ પર વર્ચસ્વ ધરાવનાર મલ્લિકા શેરાવત પહેલાથી જ લગ્ન કરી ચુકી હતી જોકે ઘણા વર્ષો પછી તેના લગ્ન વિશે લોકોને ખબર પડી અને તેને એક બાળક પણ છે. જોકે મલ્લિકાએ બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ જીના સીર્ફ મેરે લિયેથી કરી હતી પરંતુ તેની ઓળખ મર્ડર ફિલ્મથી થઈ. મલ્લિકાએ ચીન અને હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિસ્સ, ડર્ટી પોલિટિક્સ, વેલકમ, ડબલ ધમાલ, દશાવતાર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મલ્લિકા 2000 માં એર હોસ્ટેસ હતી ત્યારે તેમના લગ્ન થઈ ગયા પણ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા. મલ્લિકાના પૂર્વ પતિ પાઇલટ છે.
 • સની લિયોન
 • પોર્ન ઇન્ડસ્ટ્રીઝથી બોલિવૂડમાં આવેલી અભિનેત્રી સન્ની લિયોને 2011 માં ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. આ પછી તે બોલીવુડમાં આવી અને રાગિની એમએમએસ -2, રાઇસ, એક પહેલી લીલા, હેટ સ્ટોરી -2, તેરા ઈંતઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Post a Comment

0 Comments