100 કરોડના આ આલીશાન ઘરમાં રહે છે સચિન તેંડુલકર, જુઓ ઘરની અંદરની તસવીરો

 • ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં ઘણા મોટા લક્ષ્યો હાંસલ કર્યા છે. તેણે ઘણી સંપત્તિ અને ખ્યાતિ મેળવી છે. તેનું નામ ભારતના સૌથી ધનિક ક્રિકેટરોમાં આવે છે એવામાં જો તેમના ઘર વિશે વાત કરીએ તો તમે કલ્પના કરી શકો છો કે તે કેટલું વૈભવી હશે. ચાલો સચિનના ઘરના અંદરના ફોટાઓ પર એક નજર કરીએ.
 • સચિનનું ઘર ખૂબ જ વૈભવી છે
 • સચિન તેંડુલકરનું ઘર બાંદ્રા પશ્ચિમમાં પેરી ક્રોસ રોડ પર સ્થિત છે. આ બંગલામાં સચિન તેના આખા પરિવાર સાથે રહે છે. આ મકાન માસ્ટર બ્લાસ્ટરે વર્ષ 2007 માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.
 • સચિનના ઘરની કિંમત 100 કરોડ છે
 • સચિન તેંડુલકરનું આ ઘર 6000 ચોરસ ફૂટમાં બંધાયું છે. હવે આ આખા ઘરની કિંમત લગભગ 100 કરોડ છે.
 • સચિનનો સુંદર બગીચો
 • મકાનમાં અનેક માળ તેમજ બે બેસમેટ છે. ઘરમાં જ એક શાનદાર બગીચો પણ છે જેને દુનિયાભરના એકથી એક નાયબ પ્લાન્ટથી સજ્જ કરવામાં આવ્યો છે.
 • સચિનના ઘરે એક ભવ્ય મંદિર છે
 • સચિન તેંડુલકર અને તેનો સંપૂર્ણ પરિવાર વાસ્તવિક જીવનમાં ખૂબ જ ધાર્મિક છે. આવી સ્થિતિમાં સચિને તેના ઘરનો મોટો ભાગ ભગવાન અને મંદિરને અર્પણ કર્યો છે. સચિન તેંડુલકરના ઘરનું મંદિર ખરેખર ઘણું ભવ્ય છે.
 • સચિનના ઘરનો આંતરિક ભાગ
 • તસવીરો જોયા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે સચિન તેંડુલકરના ઘરની અંદરથી માંડીને ફર્નિચર સુધીની દરેક વસ્તુ ખૂબ જ ખાસ છે.

Post a Comment

0 Comments