બેકલેસ ડ્રેસ પહેરીને મૌની રોયે આપ્યા ફૂલો સાથે જબરદસ્ત પોઝ, વાયરલ થઈ તસ્વીરો

  • બોલિવૂડ અને ટીવીની જાણીતી અભિનેત્રી મૌની રોય હંમેશાં તેની ફેશનને કારણે હેડલાઇન્સમાં રહે છે. દરેક વખતે ચાહકોને તેનો નવો લુક જોવા મળે છે પછી ભલે તે કોઈ ટીવી શોમાં હોય કે વાસ્તવિક જીવનમાં. મૌનીની સુંદરતા દરેક જગ્યાએ અકબંધ રહે છે. તાજેતરમાં મૌનીએ ફૂલો સાથે ફોટોશૂટ કરાવ્યું છે. મૌનીએ આ ફોટામાં ફ્લોરલ ડ્રેસ પહેરીને ઘણા શાનદાર પોઝ આપ્યા છે. તમે પણ નાખો તેની આ ચમકતી તસ્વીરો પર એક નજર....
  • મૌની રોય મનોરંજન જગતની સુંદર અભિનેત્રીઓમાં શામિલ છે. અને આ ફોટાઓ આ હકીકતનો પુરાવો છે.
  • મૌનીએ તેના આ ફોટોશૂટમાં બ્લેક અને ક્રીમ કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
  • પોતાના આ લુકને મૌનીએ વ્હાઇટ કલરના સ્નીકર્સ અને ન્યૂડ મેકઅપની સાથે પૂરો કર્યો છે. ઉપરાંત તેની સ્મોકી આંખો પણ આશ્ચર્યજનક છે.
  • ફોટામાં મૌની સૂર્યમુખીના ફૂલો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ફૂલોએ મૌનીની સુંદરતામાં વધારો કર્યો છે.
  • જણાવી દઈએ કે મૌની ખૂબ જ જલ્દીથી બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

Post a Comment

0 Comments