આમિરથી લઈને આલિયા સુધી, તેમની માતાના ખોળામાં દેખાઈ રહ્યા છે આ બોલિવૂડ સ્ટાર્સ, જુઓ બાળપણની ક્યૂટ તસવીરો

 • મધર્સ ડે આજે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વની લાખો માતાઓને સમર્પિત આ દિવસ મેના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 9 મે ના રોજ આવ્યો છે. આ દિવસ સામાન્ય કે વિશેષ દરેક લોકો માટે મહત્વપૂર્ણ છે? દરેક વ્યક્તિ આ દિવસને પોતાની ગણતરી પ્રમાણે ઉજવે છે જ્યારે ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ બોલિવૂડ સ્ટાર્સ પણ આ દિવસની ઉજવણી કરવામાં પાછળ નથી. ચાલો તમને આ ખાસ પ્રસંગે કેટલાક બોલિવૂડ સ્ટાર્સની બાળપણની તસવીરો બતાવીએ જેમાં તે તેમની માતા સાથે જોવા મળે છે…
 • અર્જુન કપૂર…
 • અભિનેતા અર્જુન કપૂર ફિલ્મ નિર્માતાઓ બોની કપૂર અને મોના કપૂરનો પુત્ર છે. અર્જુનની માતા આજે આ દુનિયામાં નથી. અર્જુનની માતાને દુનિયા છોડયાને લગભગ 8 વર્ષ થયા છે. કહેવામાં આવે છે કે અર્જુન તેની માતાની ખૂબ નજીક છે. જ્યારે બોની અને મોના છૂટા થયા ત્યારે મોનાએ અર્જુનને એકલા ઉછેરવાનું નકકી કર્યું હતું. આ ફોટામાં નાનો અર્જુન તેની માતાના ખોળામાં દેખાય છે.
 • જાન્હવી કપૂર…
 • હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી શ્રીદેવીને દુનિયા છોડ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બોની કપૂરની પત્ની અને જ્હન્વી કપૂરની માતા શ્રીદેવી તેની દરેક સ્ટાઇલથી દરેકનું દિલ જીતી લેતી. જાહન્વી તેની માતાની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. જાન્હવીની માતા શ્રીદેવીની ખોળામાં બેઠી છે અને માતા અને પુત્રી બંને હસતાં હોય તેવો પોઝ આપી રહ્યા છે.
 • સોનમ કપૂર…
 • આ તસવીરમાં સફેદ કપડાંમાં તમે જોઈ શકો તે નાનું બાળક અભિનેત્રી સોનમ કપૂર છે જે બોલિવૂડના દિગ્ગજ ખેલાડી અનિલ કપૂરની પુત્રી છે. 1984 માં અનિલ કપૂરે તે સમયની જાણીતી મોડેલ સુનિતા કપૂર સાથે લગ્ન કર્યા. તસવીરમાં જોઇ શકાય છે કે સુનિતા તેની પુત્રી સોનમને તૈયાર કરી રહી છે. મહત્વનું છે કે સોનમ કપૂર સ્ટાઇલ આઇકોન લિસ્ટમાં ટોચ પર છે અને તેના ચાહકો આ તસવીર જોઈને ખૂબ આનંદ થશે.
 • આમિર ખાન…
 • આ નિર્દોષ દેખાતું બાળક આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ મોટો સુપરસ્ટાર છે. આ નાના બાળકનું નામ આમિર ખાન છે. બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન તેની માતા સાથે બેઠા છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં પણ આમિર ખાનની ક્યુટનેસ જોવા મળી રહી છે. આમિર તેની માતા ઝીનત હુસેન સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં જોઇ શકાય છે કે ઝીનત હુસેન ઘાસના ઢગલા પર બેઠી છે જ્યારે આમિર ખાન તેની બાજુમાં બેઠો છે.
 • આલિયા ભટ્ટ…
 • આ નાનકડી છોકરી પણ આજના સમયની એક મોટી સ્ટાર છે. આ યુવતીએ થોડા જ સમયમાં પોતાના અભિનયથી બોલિવૂડમાં એક મોટું નામ કમાવ્યું છે. આ ક્યૂટ નાની છોકરીનું નામ આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ તેના સ્મિતથી દરેકનું દિલ જીતી લે છે. તે બાળપણથી જ ખૂબ જ સુંદર છે અને આ તસવીરમાં પણ જોઇ શકાય છે. આલિયા ભટ્ટ તેની માતા સોની રઝદાનની ખોળામાં બેઠી છે. આલિયાના બાળપણના ઘણા ફોટોમાંથી આ ફોટો સૌથી વિશેષ હોવાનું કહેવાય છે. કારણ કે આ ફોટોમાં આલિયા તેની માતા સાથે જોવા મળી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયાની આગામી ફિલ્મો 'બ્રહ્માસ્ત્ર' અને 'ગંગુબાઈ કાઠિયાવાડી' શામેલ છે.

Post a Comment

0 Comments