બદ્રીનાથ ધામ મેળવવા વિષ્ણુ ભગવાનએ કર્યું હતું આ કામ, બાળ રૂપ ધારણ કરી શિવની પાસેથી લીધું હતું આ સ્થાન વાંચો કથા

  • બદ્રીનાથ ધામ શ્રીહરિ વિષ્ણુનું સ્થાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રીહરિ વિષ્ણુ આ સ્થળ પર આવીને વિશ્રામ કરે છે. જો કે શ્રીહરિ વિષ્ણુની પહેલા આ બદ્રીનાથ ધામ ભગવાન શિવ અને માતા પાર્વતીનું વિશ્રામ સ્થાન હતું. દંતકથા અનુસાર શ્રીહરિ વિષ્ણુએ કપટપૂર્વક આ નિવાસસ્થાન ભગવાન શિવ અને પાર્વતી પાસેથી મેળવ્યું હતું. જે પછી ભગવાન શિવ અને માતા પાર્વતી આ નિવાસસ્થાન છોડીને કેદારનાથ ધામ ગયા અને આ સ્થાનને તેમનું વિશ્રામ સ્થાન બનાવ્યું હતું. ચાલો આપણે જાણીએ કે શ્રીહરિ વિષ્ણુએ ભગવાન શિવ અને માતા પાર્વતી પાસેથી આ ધામ કેવી રીતે મેળવ્યું હતું.
  • આ પ્રકારની કથા છે
  • દંતકથા અનુસાર ભગવાન શિવ અને પાર્વતી માતા બદ્રીનાથમાં રહેતા હતા. એકવાર પૃથ્વી પર શ્રીહરિ વિષ્ણુએ પોતાના માટે નિવાસસ્થાનની શોધ શરૂ કરી. આ સમય દરમિયાન તે આ સ્થળે આવ્યા હતા. શ્રીહરિ વિષ્ણુને આ સ્થાન એટલું ગમ્યું કે તેણે તેનું નિવાસસ્થાન બનાવવાનું નક્કી કર્યું. શ્રીહરિ વિષ્ણુ વિચારમાં પડી ગયા કે તેઓ ભગવાન શિવ અને પાર્વતી પાસેથી આ સ્થાન કેવી રીતે મેળવશે.
  • આ સ્થાન પ્રાપ્ત કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ એક યોજના બનાવી અને એક બાળકનું રૂપ લીધું હતું. ભગવાન શિવ અને પાર્વતી મા તેમના ઘરે આવ્યા ત્યારે શ્રીહરિ વિષ્ણુ તેમના ઘરની બહાર બાળક તરીકે આવ્યા. બાળકને જોતાં માતા પાર્વતીની મમતા જાગી ગઈ અને તેને શિવજીને કહ્યું કે તે બાળકને ગોદમાં લઇને તેને પોતાનો પ્રેમ આપવા માંગે છે. ભગવાન શિવએ આ બાળક પર શંકા ગઈ અને તેઓએ માતા પાર્વતીને કહ્યું કે તે બાળકને ખોળામાં ન લે. પરંતુ બાળકને રડતો જોઈ માતાને પાર્વતીથી રહેવાયું નહીં તેથી તેઓએ મોડું કર્યા વગર તેને ખોળામાં ઉચકી દીધૂ.
  • તેમના નિવાસસ્થાનની અંદર લઈ જઇને તેણે બાળકને દૂધ પીવડાવ્યું અને તેને સુવડાવી દીધું. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતી સ્નાન કરવા નદીના કાંઠે ગયા. જ્યારે તે તેના નિવાસસ્થાન પર પાછા આવ્યા.ત્યારે તેના ઘરનો દરવાજો ખુલ્યો નહીં. માતા પાર્વતીએ શિવજીને આનું કારણ પૂછ્યું. તેથી તેણે કહ્યું કે શ્રીહરિ વિષ્ણુ બાળકનું રૂપ ધારણ કરી આવ્યા હતા અને હવે તેમણે અંદરથી આ દરવાજો બંધ કરી દીધો છે. જેની સાથે આ નિવાસ સ્થાન તેમનું બની ગયું છે. હવે આપણે ક્યાંક બીજે જઈ ને રહેવું પડશે.
  • અંદરથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને આ સ્થાન ખૂબ જ ગમ્યું છે. મને અહીં આરામ કરવા દો. હવે અહીંથી કેદારનાથ જાવ. જે પછી શિવ અને પાર્વતી માતા કેદાનનાથ ગયા અને તેને તેમનું નિવાસ સ્થાન બનાવ્યું. એવું માનવામાં આવે છે કે તે પછી બદ્રીનાથ વિષ્ણુનું અને કેદાનાથ શિવ અને પાર્વતી નું નિવાસ સ્થાન બની ગયા હતા. આ દેવી-દેવીઓ આ સ્થળોએ રહે છે.

Post a Comment

0 Comments