ખુબ જ સુંદર છે મનીષ પાંડેની પત્ની આશ્રિતા સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં મચાવી રહી છે ધૂમ

 • ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે કારણ કે બીસીસીઆઈદ્વારા કોરોના વાયરસના કારણે આઇપીએલ 2021 ની સિઝનને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
 • કેવું છે મનીષ પાંડેનું અંગત જીવન?
 • આઇપીએલ કોરોના વાયરસના કારણે રમવામાં આવી રહી નથી જેના કારણે મોટાભાગના ક્રિકેટરો ઘરે છે. ભારતીય બેટ્સમેન મનીષ પાંડેના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2 ડિસેમ્બર 2019 ના રોજ સાઉથ ઇન્ડિયાન અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.
 • સાઉથ ઇન્ડિયાન ફિલ્મોમાં મચાવી ધૂમ
 • મનીષ પાંડેની પત્ની આશ્રિતા શેટ્ટી વિશે વાત કરવામાં આવે તો તે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. આશ્રિતા શેટ્ટીએ ઇન્દ્રજિત અને ઉધ્યામ એનએચ 4 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
 • કરિયરની શરૂઆત ફિલ્મ 'ઉદ્યમ એનએચ 4' થી કરી
 • આશ્રીતા શેટ્ટીએ 2010 માં 'ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ બ્યૂટી કોન્ટેસ્ટ' માં ભાગ લીધો હતો અને જીતી હતી ત્યારબાદ આશ્રિતાએ ફિલ્મ ઉદમય એનએચ 4 થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
 • ઘણી મોટી હિટ ફિલ્મોમાં કામ કર્યું
 • ફિલ્મ 'ઉદ્યમ એનએચ 4' નું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક મણિમારાણે કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી ત્યારબાદ આશ્રિતા શેટ્ટીએ ઇન્દ્રજિત, ઓરૂ કન્નયમ મૂનુ કલાવાનિકલમ જેવી ઘણી મોટી અને હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
 • લાંબા સમયથી ડેટિંગ કરતા
 • લગ્ન પહેલા મનીષ પાંડે અને અભિનેત્રી આશ્રિતા શેટ્ટીએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. લાંબા સંબંધ પછી બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જણાવી એ કે મનીષ પાંડેએ 11 ફેબ્રુઆરી 2020 ના રોજ ન્યૂઝીલેન્ડ સામે તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી માર્ચના મધ્યભાગથી કોરોના વાયરસને કારણે ભારતીય ટીમ ક્રિકેટના મેદાનથી દૂર છે.

Post a Comment

0 Comments