એક સમયે આ અભિનેત્રીઓની સુંદરતાની હતી ખૂબ ચર્ચા, સમય બદલાતા હવે થઈ ગઈ છે આવી સકલ

  • બોલિવૂડમાં અભિનેત્રીઓના કામની સાથે હંમેશા તેમની સુંદરતા અંગે ચર્ચાઓ થતી રહે છે. સમય સુંદરતા બદલાય છે અને દેખાવ પરંતુ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ બદલાતા સમય સાથે પણ લોકોને યાદ રહે છે. આજે અમે તમને ભૂતકાળની 5 એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો લુક હવે પહેલા કરતા સંપૂર્ણપણે બદલાઈ ગયો છે…
  • અનુ અગ્રવાલ…વર્ષ 1990 માં સુપરહિટ ફિલ્મ આશિકીએ અનુ અગ્રવાલને રાતોરાત સ્ટાર બનાવી હતી. આ ફિલ્મમાં અનુ સાથે અભિનેતા રાહુલ રોય પણ મહત્વની ભૂમિકામાં હતો. આ ફિલ્મે ઘણી સફળતા મેળવી. અનુ અગ્રવાલે ઘણી બીજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું જોકે તેને આ પછી ક્યારેય આવી સફળતા મળી ન હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 1999 માં અનુ એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી અને આ અકસ્માતમાં તેનો આખો ચહેરો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ કારણે તે 29 દિવસ પણ કોમામાં હતી. તે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી છે અને હવે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
  • મીનાક્ષી શેષાદ્રી…
  • એક સમયે બોલિવૂડમાં મીનાક્ષી શેષાદ્રીનું રાજ હતું. મીનાક્ષી શેષાદ્રી 80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં ખૂબ સક્રિય હતી. 1983 માં ફિલ્મ પેઇન્ટર બાબુથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી મીનાક્ષીને હિન્દી સિનેમામાં ખૂબ જ ઝડપથી સફળતા મેળળી. તેણે દમિની, ઘાયલ, ઘાતક, હીરો, શહેનશાહ, જુર્મી જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. આજે પણ ચાહકો તેની ફિલ્મ 'દામિની' જોવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે મીનાક્ષીનો લુક પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. મીનાક્ષીએ વર્ષ 1995 માં બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા અને તે પછી તેણે બોલિવૂડની સાથે ભારતને પણ છોડી દીધું હતું. છેલ્લા 25 વર્ષથી મીનાક્ષી અમેરિકાના ડલ્લાસમાં રહે છે.
  • સંદલી સિંહા…
  • પોતાની નિર્દોષતા થી સંદલી સિંહાએ લાખો દિલો પોતાના દિવાના બનાવી લીધા હતા. છેલ્લે વાર વર્ષ 2016 માં આવેલી ફિલ્મ તુમ બિન 2 માં સંદાલીની વિશેષ ભૂમિકામાં હતી. તો વળી પહેલીવાર હેડલાઇન્સમાં પણ ફિલ્મ 'તુમ બિન'થી જ આવી હતી. તે જ સમયે તે અક્ષય કુમાર, બોબી દેઓલ અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સની ફિલ્મ “તુમ્હારે હવાલે વતન સાથિયો” માં પણ જોવા મળી હતી. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તે તેના પતિનું કામકાજ સંભાળી રહી છે. સંદાલી સિંહાના પતિ એક બિઝનેસમેન છે.
  • કિમી કાટકર …
  • કિમી અમિતાભ બચ્ચન અને રજનીકાંતની ફિલ્મ હમ ના ગીત 'જુમ્મા ચુમ્મા દે દે' ગીત સાથે હેડલાઇન્સમાં હતી. બોલિવૂડમાં કિમી કાટકર ટારઝન સાથે અન્ય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. લગ્ન બાદ તેણે ફિલ્મી દુનિયાથી અંતર બનાવ્યું હતું. તમને જણાવી દઇએ કે કિમી કાટકરે વિજ્ઞાપક ફિલ્મ નિર્માતા શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા હતા.
  • પ્રીતિ ઝાંગિયાણી…
  • પ્રીતિ ઝાંગિયાનું બોલિવૂડ કરિયર ખૂબ જ ટૂંકી રહ્યું છે. તેણે ખુબજ ઝડપથી ફિલ્મ ઉદ્યોગથી દૂરી બનાવી લીધી હતી. અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતે' થી પ્રીતિ ઝાંગિયાણીને પણ સફળતા મળી હતી અને તેના કામની પણ પ્રશંસા થઈ હતી. વર્ષ 2001 માં આવેલી આ ફિલ્મથી પ્રીતિ ઝાંગિયાનીએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેની પ્રથમ ફિલ્મમાં સફળતા હાંસલ કરનારી પ્રીતિ અભિનયની દુનિયામાં લાંબી ઇનિંગ રમી શકી નહીં. આ 20 વર્ષોમાં તેનો લુક પણ બદલાય ગયો છે.

Post a Comment

0 Comments