આ વસ્તુઓ ક્યારેય વાસી થતી નથી, પૂજા દરમિયાન ઘણી વખત લઈ શકાય છે ઉપયોગમાં

  • પૂજા-પાઠ કરવા સાથે ઘણા નિયમો જોડાયેલા છે અને આ નિયમોનું પાલન કરીને કરવામાં આવતી પૂજાને જ સફળ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર હંમેશા પૂજા કરતી વખતે ઉભા રહીને આરતી કરવી જોઈએ. ધૂપ લકડીઓની જગ્યાએ કપુર અથવા દીવોનો ઉપયોગ કરવો જોઈએ. હમેશા સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી જ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ નિયમો અનુસાર કરવામાં આવતી પૂજાને સફળ માનવામાં આવે છે.
  • શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન વાસી પાણી, પાંદડા અને ફૂલોનો ઉપયોગ ન કરવો જોઇએ. આ વાસી વસ્તુઓને ભગવાનને અર્પણ કરવી વર્જિત માનવામાં આવે છે. જો કે પૂજા દરમિયાન કેટલીક આવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે જેને ક્યારેય ખરાબ માનવામાં આવતી નથી. શાસ્ત્રોમાં આ વસ્તુઓને વાસી માનવામાં આવી નથી. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
  • ગંગા જળ
  • શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ પૂજામાં વાસી પાણીનો ઉપયોગ ન કરવો જોઇએ. ભગવાનને હંમેશાં શુદ્ધ અને તાજુ પાણી ચડાવવામાં આવે છે. જોકે શાસ્ત્રોમાં ગંગાજલને વાસી માનવામાં આવતુ નથી. આ પાણી કેટલું પણ જૂનું હોય તો પણ તેનો ઉપયોગ પૂજામાં થઈ શકે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર વર્ષો જૂનું ગંગા જળ પણ ખરાબ થતું નથી. તેનો ઉપયોગ પૂજામાં થઈ શકે છે. આ પાણી હંમેશા પવિત્ર રહે છે.
  • બીલી પત્ર
  • શિવની પૂજા કરતી વખતે ચોક્કસપણે બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બીલીપત્ર શિવજીને ખૂબ પ્રિય છે અને પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવાથી શિવજી ખુશ થાય છે. શાસ્ત્રો અનુસાર બીલીપત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અર્પણ કરવામાં આવે છે અને બીલીપત્ર ચડાવ્યા પછી ફરીથી તેને ધોવાઈને પણ ચડાવી શકાય છે.
  • કમળ નું ફૂલ
  • પૂજામાં હંમેશાં તાજા ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ફૂલો અર્પણ કરવાથી દેવી અને દેવતા વધારે પ્રસન્ન થાય છે. શાસ્ત્રો અનુસાર પૂજાના સમયે વાસી ફૂલો ન ચડાવવા જોઈએ. જો કે કમળનું ફૂલ ક્યારેય વાસી થતું નથી. તેથી આ ફૂલને ધોઈને ફરીથી પૂજામાં વાપરી શકાય છે. કમળના ફૂલને તોડ્યા પછી તેનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરી શકાય છે.
  • તુલસીના પાન
  • તુલસીના પાન વિના વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ કરવો જ જોઇએ. તુલસીના પાન પણ ક્યારેય વાસી નથી થતા. પૂજામાં જૂના તુલસીના પાનનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

Post a Comment

0 Comments