કરીના કપૂરથી લઇને પ્રિયંકા ચોપડા સુધીની, લક્ઝરી ગાડીઓની શોખીન છે આ અભિનેત્રીઓ, કિંમત જાણીને થશો આશ્ચર્યચકિત

  • બોલિવૂડ સ્ટાર્સની લક્ઝરી લાઇફ વિશે દરેક જાણે છે પરંતુ અભિનેત્રી પણ કોઈથી ઓછી નથી. કરીના કપૂરથી લઈને કેટરિના કૈફ પાસે લાખો રૂપિયાની કાર છે અને આ બધી ગાડીઓ અભિનેત્રીઓએ પોતાની કમાણીથી લીધી છે. ચાલો અમે તમને જણાવીએ આવી જ કેટલીક અભિનેત્રીઓની લક્ઝરી કાર વિશે.
  • બોલીવુડ લાઇફ અનુસાર કરીના કપૂર પાસે રેંજ રોવર સ્પોર્ટ કાર છે જેની કિંમત 1.56 કરોડ છે. આ સિવાય અભિનેત્રી પાસે મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ, ઑડી ક્યૂ 7 અને બીએમડબ્લ્યુ 7-સિરીઝ છે.
  • પ્રિયંકા ચોપડા પાસે પણ રેંજ રોવર ગોસ્ટ અને બીએમડબ્લ્યુ મેડ 6.6 લિટર પણ છે. પ્રિયંકાની ગોસ્ટવેનની કિંમત લગભગ 5 કરોડ 65 લાખ રૂપિયા છે. તેના પતિ નિક જોનાસે પણ અભિનેત્રીને મર્સિડીઝ ગિફ્ટ કરી હતી.
  • દીપિકા પાદુકોણ પાસે મર્સિડીઝ મેબેચ એસ 500 છે જેની કિંમત 1 કરોડ 67 લાખ રૂપિયા છે. આ સિવાય દીપિકા પાસે ઑડી ક્યૂ 7, ઑડી ઇ 8 એલ, મિની કૂપર કન્વર્ટિબલ અને બીએમડબ્લ્યુ 5-સિરીઝ સેડાન પણ છે.
  • ગયા વર્ષે કેટરિના કૈફે પોતાને રેંજ રોવર વોગ ગિફ્ટ કરી હતી. તેની આ કાર ખૂબ જ ખાસ છે જેની કિંમત લગભગ 2 કરોડ 37 લાખ રૂપિયા છે.
  • આલિયા ભટ્ટ પાસે બેએમડબ્લ્યુ 7 સિરીઝ અને ઑડી કયુ 7 છે. આલિયા પાસે રેંજ રોવર પણ છે જે 3.0 લિટર વી 6 ડીઝલ મોટર છે. જે 240 બીએચપી પાવર સાથે માર્કેટમાં હાજર છે.

Post a Comment

0 Comments