સીઆઈડી અધિકારીઓની આ છે વાસ્તવિક જીંદગી, આ છે એસીપી પ્રદ્યુમન અને દયા-અભિજિતનો પરિવાર, જુઓ તસવીરો

  • સીઆઈડી ટીવીની દુનિયાનો એક એવો શો જે બધાએ જોયો જ હશે. કોઈકે જ એવી વ્યક્તિ હશે જેને આ શો વિશે ખબર ન હોય. આ શોમાં ઘણા કલાકારો વિવિધ પ્રકારના પાત્રો ભજવતા જોવા મળે છે. આ સીરીયલમાં મુખ્ય પાત્ર ભજવે છે એસીપી પ્રદ્યુમન. જેનું અસલી નામ શિવાજી સાતમ છે. શિવાજી સાતમ મરાઠી ફિલ્મોના મોટા અભિનેતા છે. તે મરાઠી ફિલ્મોમાં ઘણી વાર દેખાયા છે. આ સાથે તેણે ઘણી હિન્દી સિનેમા ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
  • શિવાજી સાતમનો જન્મ 21 એપ્રિલ 1950 ના રોજ મહારાષ્ટ્રના મહીમમાં થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય ટેલિવિઝન પર સીઆઈડી સૌથી લાંબી ચાલેલ સિરિયલ રહી છે. તેનો પ્રથમ એપિસોડ 23 વર્ષ પહેલા 21 જાન્યુઆરી 1998 ના રોજ ટીવી પર આવ્યો હતો. તે 2018 સુધી ચલાવવામાં આવી હતી. આ પછી શોનો છેલ્લો એપિસોડ ઓક્ટોબર 2018 માં બતાવવામાં આવ્યો હતો. આ શોએ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવેલ છે. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો હોવા છતાં અને પ્રખ્યાત થયા પછી પણ ખૂબ ઓછા લોકો આ કલાકારોના અસલી નામ અને પરિવાર વિશે જાણતા હશે. તેથી અમે તમને તે અભિનેતાઓના અંગત જીવનમાં લઈ જઈ રહ્યા છીએ.
  • શોએ અમને ઘણી યાદગાર વસ્તુઓ આપી છે ભલે તે એસીપી પ્રદ્યુમનનો ડાયલોક "કુછ તો ગડબડ હૈ દયા" હોય કે દયાની દરવાજો તોડવાની સ્ટાઇલ હોઈ. દરેક વ્યક્તિ આ બે બાબતોને ભૂલી શકતા નથી. જો કે હવે આ શો બંધ કરી દેવામાં આવ્યો છે.
  • આ શોમાં સિનિયર ઈન્સ્પેક્ટર દયાનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. મૈસુરના દયાનંદની પત્ની નું નામ સ્મિતા અને પુત્રી વીવા છે. એસીપી પ્રદ્યુમનની જેમ અભિનેતા દયાએ પણ ફિલ્મોમાં કામ કર્યું છે.
  • આ શોમાં સિનિયર ઈન્સ્પેક્ટર અભિજિતનું પાત્ર ભજવનાર અભિનેતાનું અસલી નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. આદિત્ય શ્રીવાસ્તવે 'સત્ય', 'ફાઈવ', અને 'ગુલાલ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે. તે બંનેને બે પુત્રી આરૂષિ અને અદિકા અને એક પુત્ર પણ છે.
  • ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સ ઉર્ફે ફ્રેડી ખૂબ કોમેડી કરતા જોવા મળે છે. તેનું અસલી નામ દિનેશ ફડનીસ છે જે એક ઉત્તમ હાસ્ય કલાકાર અને લેખક છે. આ અભિનેતા સરફરોશ અને મેઘા જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
  • ત્યારે શિવાજી સાતમે આ શોમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવી હતી. અભિનયમાં આવતા પહેલા શિવાજી સાતમ બેંકમાં નોકરી કરતા હતા. તેની પત્નીનું નામ આશા છે. શિવાજીએ બોલિવૂડમાં લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને એક પુત્રી અને એક પુત્ર છે.
  • ત્યારે આ શોમાં ઇન્સ્પેક્ટર સચિનની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું અસલી નામ રૂષિકેશ પાંડે છે. રૂષિકેશ પાંડેને એક પત્ની અને એક પુત્ર છે. ત્યારે જાનવી છેડાએ સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર શ્રેયાનું પાત્ર ભજવ્યું હતું. તેના પતિનું નામ નિશાંત ગોપાલિયા છે. આ શોમાં ડો.તારિકાની ભૂમિકા ભજવનાર શ્રદ્ધા મૌસલ અમદાવાદની રહેવાસી છે. શ્રદ્ધાએ 2012 માં લખનઉના ઉદ્યોગપતિ દિપક તોમર સાથે લગ્ન કર્યા હતા.

Post a Comment

0 Comments