યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડનું પૂરું લિસ્ટ, આ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે રહ્યું છે તેનું અફેર

 • ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને આપણે એક મહાન ખેલાડી તરીકે ઓળખીએ છીએ પરંતુ તેની ઇમેજ પણ ચોકલેટ બોયની રહી છે. બોલિવૂડની ઘણી હસિનાઓ પાસેથી તેમના અફેરના કિસ્સા સાંભળવા મળ્યા છે. ચાલો જોઈએ તે 6 અભિનેત્રીઓને જેમનું નામ યુવી સાથે જોડવામાં આવ્યું હતું.
 • કિમ શર્મા
 • 'મોહબ્બતેન' ફિલ્મથી નામ કમાવનાર કિમ શર્મા સાથે યુવરાજ સિંહે લગભગ 4 વર્ષ સુધી ડેટ કરી હતી. વર્ષ 2007 માં બંનેના રસ્તા અલગ થઈ ગયા. નોંધપાત્ર વાત એ છે કે યુવરાજની માતા આ સંબંધ માટે રાજી નહોતી.
 • દીપિકા પાદુકોણ
 • યુવરાજ સિંહ અને બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણની ઇશ્કની ચર્ચાઓ ઘણી ઉડી હતી. જ્યારે યુવીએ ટી 20 વર્લ્ડ કપ 2007 માં શાનદાર પ્રદર્શન કર્યું ત્યારે તેમના સંબંધોના સમાચાર પણ આવવા લાગ્યા હતા. બાદમાં દીપિકા સ્ટેન્ડ્સમાં યુવરાજને ચીયર કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ ક્રિકેટર માટે બર્થડે પાર્ટી પણ હોસ્ટ કરી હતી.
 • મિનિષા લામ્બા
 • યુવરાજ સિંહ અને મિનિષા લાંબાનો ફોટો સોશ્યલ મીડિયા પર લીક થયો હતો જેમાં તે સેલિબ્રિટીઓને કિસ કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીએ આવી ખબરોને નકારી કાઢી હતી અને તસ્વીરમાં દેખાતી યુવતીને પોતાની હમશકલ ગણાવી હતી.
 • નેહા ધૂપિયા
 • 2014 માં યુવરાજ સિંહ અને નેહા ધૂપિયા સોફી ચૌધરીની બર્થડે પાર્ટીમાં મળ્યા હતા. આ પછી આ બંનેના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા પરંતુ નેહાએ આ બાબતોને નકારી દીધી હતી.
 • રિયા સેન
 • યુવરાજ સિંહ અને રિયા સેન એક પાર્ટી દરમિયાન મળ્યા હતા જેમાં બંને એકબીજા સામેથી નજર નોતા હટાવી શકતા. આ સેલિબ્રિટી એકબીજા નો હાથ પકડતા જોવા મળ્યા હતા.
 • પ્રીતિ ઝિન્ટા
 • બોલિવૂડ એક્ટ્રેસ અને કિંગ્સ ઇલેવન પંજાબની માલકીન પ્રીતિ ઝિન્ટા અને યુવરાજ સિંહ વચ્ચેના સંબંધોની ઘણીવાર મીડિયામાં ચર્ચા થતી રહે છે. સમાચાર આવ્યા કે યુવી અને પ્રીતિ એક બીજાને ડેટ કરી રહ્યા છે. આઈપીએલ મેચ દરમિયાન આલિંગન કરતા બંનેના ફોટા એકદમ વાયરલ થયા હતા. જો કે પ્રીતિએ આવી કોઈ પણ વાતનો ઇનકાર કર્યો હતો.

Post a Comment

0 Comments