નહાવાના પાણીમાં મિક્સ કરી દો આ વિશેષ વસ્તુઓ, સૂર્ય અને શનિ સહિત આ નવ ગ્રહો થશે શાંત અને પ્રસન્ન

 • જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ નબળી હોય તો તેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરે તો પણ તેને તેના કોઈપણ કામમાં સફળતા મળતી નથી. કોઈ ને કોઈ અવરોધો ઉભા થતા રહે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં સુખદ પરિણામો મળે છે અને દરેક ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે.
 • જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તમામ રાશિઓનો કોઈ ને કોઈ સ્વામી ગ્રહ હોય જ છે. જો કોઈ ગ્રહની પાસે એક જ રાશિ હોય તો કોઈ ગ્રહની પાસે બે બે રાશિઓ હોય છે. જો રાશી સ્વામી મતલબ ગ્રહોની શુભ અને અશુભ સ્થિતિ હોય તો તે રાશિના વ્યક્તિના જીવન પર ઊંડી અસર પડે છે. એટલું જ નહીં તેની કારકિર્દી પર પણ તેની અસર પડે છે.
 • જ્યોતિષવિદ્યાના દૃષ્ટિકોણથી જોઓ તો જો કોઈ વ્યક્તિ પોતાની રાશિના સ્વામી ગ્રહને શાંત અને પ્રસન્ન કરવા માંગે છે અથવા જો કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ અસર કરી રહ્યો છે અને તમે તેને દૂર કરવા માંગો છો તો આ માટે તમે નહાવાના પાણીમાં કંઇક વિશેષ વસ્તુઓ મેળવીને સ્નાન કરી શકો છો. તેનાથી તમને ફાયદો થશે.
 • સૂર્ય ગ્રહ
 • સિંહ રાશિવાળા લોકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આવી સ્થિતિમાં જો આ રાશિના લોકોની કુંડળીમાં સૂર્યની અસર સારી ન હોય તો તેમને રોજ ઇલાયચી, કેસર, લાલ ચંદન, માદક અથવા કોઈ લાલ રંગના ફૂલ નહાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી સૂર્ય ગ્રહ શાંત થઈ જશે. એટલું જ નહીં સૂર્યથી થતી અશુભ અસર પણ સમાપ્ત થઈ જશે.
 • ચંદ્રમાં
 • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિવાળા લોકોનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. જો આ રાશિના લોકોની કુંડળીમાં ચંદ્રની અશુભ અસરો હોય તો તમારે નહાવાના પાણીમાં સફેદ ચંદન અથવા કોઈ સફેદ રંગનું ફૂલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી ચંદ્રની અશુભ અસરો દૂર થઈ જશે.
 • મંગળ
 • મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના લોકોનો સ્વામી ગ્રહ છે. જો આ લોકોની કુંડળીમાં મંગળની અશુભ અસર હોય તો તમે નાહવાના પાણી માં લાલ ચંદન, હીંગ અને ગુલાબના ફૂલ મિક્સ કરીને સ્નાન કરો. તમને આનો લાભ મળશે.
 • બુધ ગ્રહ
 • બુધ કન્યા અને મિથુન રાશિના લોકોનો સ્વામી ગ્રહ છે. તેથ જો તમારી કુંડળીમાં બુધનો અશુભ પ્રભાવ હોય તો આવી સ્થિતિમાં તમારે નાહવાના પાણીમાં મધ, જાયફળ અને ચોખાને મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આ ગ્રહ શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
 • ગુરુ ગ્રહ
 • ધનુ અને મીન રાશિના લોકોનો સ્વામી ગ્રહ ગુરુ હોય છે. જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહની અસર સારી ન હોય તો આવી સ્થિતિમાં તમારે નહાવાના પાણીમાં હળદર, મધ અને ચમેલીના ફૂલની પાંખડીઓ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. તેનાથી ગુરુ ગ્રહ શાંત થશે.
 • શુક્ર
 • શુક્ર વૃષભ અને તુલા રાશિના લોકોનો સ્વામી ગ્રહ છે. શુક્ર ગ્રહની જો તમારી કુંડળીમાં અશુભ અસર હોય તો તમારે નાહવાના પાણીમાં જાયફળ, એલચી, ચંદન અને દૂધ મિક્ષ કરીને સ્નાન કરવું જોઈએ. તેથી શુક્ર ગ્રહની કૃપા પ્રાપ્ત થશે.
 • શનિ ગ્રહ
 • શનિ મકર અને કુંભ રાશિના લોકોનો સ્વામી ગ્રહ છે. જો તમારી કુંડળીમાં શનિનો અશુભ પ્રભાવ હોય તો તમારે નાહવાના પાણીમાં વરિયાળી, કાળા તલ અથવા ખસખસ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આનાથી તમે શનિના અશુભ પ્રભાવથી બચી શકો છો.
 • રાહુ અને કેતુ
 • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ હોય તો નહાવાના પાણીમાં દુર્વા, લાલ ચંદન અને લોબાન ઉમેરીને સ્નાન કરો. આ રાહુ અને કેતુને શાંત કરે છે અને તેની અશુભ અસર પણ દૂર થશે.

Post a Comment

0 Comments