કરિયરના શિખર પર આવી બોલિવૂડ છોડી દીધું આ અભિનેત્રીએ, આજે આ અભિનેત્રી છે કરોડોની માલિક

  • 90 ના દાયકાની શરૂઆતમાં એક અભિનેત્રીનું નામ ભારે છવાયું હતું અને તે નામ આયશા જુલ્કા હતું. 90 ના દાયકાના શરૂઆતના વર્ષોમાં આયશા દરેક મહત્વપૂર્ણ ફિલ્મનો ભાગ રહી અને તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
  • સલમાન ખાન સાથે ડેબ્યૂ કરવાની સાથે જ આયશાએ આમિર ખાન અને અક્ષય કુમાર સાથે પણ સ્ક્રીન શેર કરી હતી અને ઈન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ ફિલ્મો આપી હતી. આયશાએ 1991 માં ફિલ્મ કુર્બાનથી સલમાન ખાન સાથે ડેબ્યૂ કર્યું હતું.
  • આ પછી જો જીતા વહી સિકન્દર માં પણ જોવા મળી. જેમાં તેની ઓપોઝીટ આમિર ખાન હતો. આ ફિલ્મે યુવાનોનું ધ્યાન સૌથી વધારે ખેંચ્યું હતું. પરંતુ આયશાને સૌથી વધુ ઓળખ અક્ષય કુમારની ફિલ્મ ખીલાડીથી મળી.
  • આ ફિલ્મ સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી હતી જે હિટ બની હતી અને આ ફિલ્મે અક્ષયને ખિલાડીનો ટેગ આપ્યો હતો ત્યાં આયશાને ટોપ હિરોઇનોની સૂચિમાં લાવી દીધી હતી. પરંતુ જ્યારે આયશા તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણે બોલિવૂડને અલવિદા કહી દીધૂ હતું.
  • ભલે તે ઘણાં વર્ષોથી ચર્ચામાં નહોતી અને વિસ્મૃતિનું જીવન જીવે છે પણ શું તમે જાણો છો કે આયશા કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે. તે એક કન્સ્ટ્રક્શન કંપની ચલાવી રહી છે.
  • આયેશા 2003 માં ઉદ્યોગપતિ સમીરવાશી સાથે જોડાઇ હતી અને ત્યારબાદ તે બિઝનેસમાં લાગી ગઈ હતી. આજે તે તેના પતિ સાથે એક કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે અને કરોડોનો સોદો કરે છે.

Post a Comment

0 Comments