ઇસ્લામ છોડીને સંજય દત્તની ત્રીજી પત્ની બની દિલનાવાઝ શેખ, એક સમયે સી-ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી કામ

  • બોલિવૂડના બાબા એટલે કે સંજય દત્ત એ અભિનેતાઓમાંના એક છે જેમણે એક કે બે નહીં પરંતુ ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તના બે લગ્નો નિષ્ફળ ગયા છે જ્યારે આ સમયે તે ત્રીજા લગ્નથી ખૂબ જ ખુશ છે અને પત્ની માન્યતા દત્ત સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો છે.
  • જણાવી દઈએ કે સંજય દત્તના પહેલા લગ્ન અભિનેત્રી ઋચા શર્મા સાથે થયા હતા. રિચા અને સંજયે વર્ષ 1987 માં લગ્ન કર્યાં હતા જોકે બંને વચ્ચેના સંબંધોમાં મતભેદ થતા રહેતા હતા. 1996 માં ઋચાના નિધન સાથે આ સંબંધ પણ સમાપ્ત થયો ગયો હતો. ઋચા અને સંજયની એક પુત્રી ત્રિશાલા દત્ત છે જે અમેરિકામાં રહે છે.
  • ઋચાના મૃત્યુ પછી સંજયે 1998 માં રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ ફક્ત 10 વર્ષ ચાલ્યો. બંને વર્ષ 2008 માં અલગ થયા. તે જ વર્ષે સંજયે દિલનાવાઝ શેખ એટલે કે માન્યતા દત્ત સાથે ત્રીજી વાર લગ્ન કર્યા. ચાલો આજે તમને સંજય દત્તની ત્રીજી પત્ની વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.
  • સંજય દત્તની ત્રીજી પત્ની મનાતા દત્તનું અસલી નામ દિલનાવાઝ શેખ છે. માન્યતાતાનો ઉછેર દુબઈમાં થયો છે. તે બોલીવુડમાં કામ કરવા માટે મુંબઈ આવી અને તેને તેનું નામ બદલીને સારા ખાન રાખ્યું. પછી પાછળથી તેણે નામ ફરી એક વાર બદલ્યું અને પછી નામ માન્યતા રાખ્યું. બોલીવુડમાં માન્યતાને ઓળખ અજય દેવગનની ફિલ્મ 'ગંગાજલ'માં' આઈટમ સોંગ હલકટ જવાની ના ડાન્સથી મળી હતી.
  • માન્યતા દત્ત બોલિવૂડમાં કરિયર બનાવવા માંગતી હતી જો કે આવું થઈ શક્યું નહીં. તેને ક્યારેય કોઈ મોટી ફિલ્મ મળી નથી. પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ તે મોટી મોટી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. તેની સુંદરતા હંમેશા જોવા મળે છે.
  • મન્યાતાને બોલિવૂડમાં ખાસ કામ મળ્યું નથી. તેણે બી અને સી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજય દત્તે માન્યતાની સી ગ્રેડ ફિલ્મ લવર્સ લાઈક અસના રાઇટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા હતા અને આની સાથે જ માન્યતાનું નસીબ બદલાવાનું શરૂ થયું.
  • લવર્સ લાઈક અસના ચકરમા સંજય અને માન્યતા પ્રથમ વખત મળ્યા હતા. આ પછી સંજય અને માનતા વચ્ચે મીટિંગોનો દોર શરૂ થય ગયો. માન્યતાનું સંજયના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું. આ સમય દરમિયાન માન્યતા સંજુ બાબાને તેના હાથથી રસોઈ બનાવી અને ખવડાવતી હતી. બંનેનો પ્રેમ વધવા લાગ્યો અને ત્યારબાદ વર્ષ 2008 માં બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા.
  • લગ્ન દરમિયાન સંજય આશરે 48 વર્ષનો હતો જ્યારે મન્યાતા 29 વર્ષની જ હતી. જો કે બંનેએ તેમના પ્રેમની વચ્ચે ઉંમરનને આવવા દીઘી ન હતી. સંજુ બાબા સાથે લગ્ન થતાંની સાથે જ માન્યતાનું ભાગ્ય બદલાઈ ગયું. તે હવે સંજય દત્ત પ્રોડક્શનની સીઈઓ છે.
  • વર્ષ 2010 માં માન્યતા અને સંજય દત્ત બે જુડવા બાળકોના માતા-પિતા બન્યા. આ કપલની પુત્રીનું નામ ઇકરા છે જ્યારે પુત્રનું નામ શહરાન છે.

Post a Comment

0 Comments