સૌથી વધુ પૈસા કમાનાર ક્રિકેટ કોચ છે રવિ શાસ્ત્રી, એટલો છે પગાર અને સંપત્તિ

  • ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી ક્રિકેટના ક્ષેત્રની સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વમાંના એક છે. રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટમાં ઘણી ઈતિહાસિક પળોનો ભાગ રહ્યા છે. ભલે તે ઓલરાઉન્ડર તરીકે ટીમ ઈન્ડિયા સાથે સંકળાયેલા હોય અથવા ક્રિકેટ કોમેન્ટેટર અથવા કોચ તેનો જાલવો ત્રણેયમાં હતો.
  • 2007 માં મેનેજર તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા પછી શાસ્ત્રીએ પોતાને કોમેન્ટ્રીથી દૂરી બનાવી લીધી હતી. 2014-16 સુધી રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના ડિરેક્ટર પણ હતા. આ પછી આ દિગ્ગ્જને જુલાઈ 2017 માં ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
  • શાસ્ત્રીની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ વર્ષ 2019 ના વર્લ્ડ કપમાં સેમિફાઇનલનો સુધીનો પ્રવાસ તેય કર્યો હતો. શાસ્ત્રીના કોચ બનતા ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
  • શાસ્ત્રીની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ બે ટેસ્ટ સિરીઝ જીતી હતી. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં પણ મર્યાદિત ઓવરોની સિરીઝ જીતી.
  • ક્રિકેટના મેદાનથી દૂર પણ રવિ શાસ્ત્રી નો જલવો કાયમ છે. તે સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટ કોચ છે. શાસ્ત્રી બીસીસીઆઈ પાસેથી દર વર્ષે 9.5 કરોડથી 10 કરોડ રૂપિયા મેળવે છે. ટીમ ઈન્ડિયાના આ કોચ પાસે એક કરતા વધુ મોંઘી કાર છે. રવિ શાસ્ત્રીની કુલ સંપત્તિ લગભગ 58 કરોડ છે.
  • રવિ શાસ્ત્રી પાસે ઓડી, બીએમડબ્લ્યુ, ફોર્ડ જેવી બ્રાન્ડેડ કાર છે. આ કિંમતી કારો તેમના મુંબઇના ઘરની શોભા વધારે છે. શાસ્ત્રીને ઈનામ તરીકે ઓડી કાર પણ મળી છે. 1985 ની બેનસન અને હેજ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને આ ભેટ મળી હતી.
  • રવિ શાસ્ત્રીના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તેનું નામ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની એક્સ વાઇફ અમૃતા સિંહ સાથે ખૂબ ચર્ચામાં હતું. બંનેની તસવીર મેગેઝિનના કવર પર પણ જોવા મળી હતી. ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જ્યારે શાસ્ત્રીએ 1990 માં રીતુ સિંહ સાથે લગ્ન કર્યા ત્યારે અમૃતા સિંહે પોતાનથી ઉંમરમાં નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. બીજી બાજુ શાસ્ત્રી લગ્નના લગભગ 18 વર્ષ પછી 2008 માં પિતા બન્ય પુત્રી અલેખાનો જન્મ થયો. જો કે 2012 માં રવિ શાસ્ત્રીએ છૂટાછેડા માટે અરજી કરી હતી.

Post a Comment

0 Comments