મોતની અફવાઓ વચ્ચે મીનાક્ષી શેષાદ્રીને જોઈને લાગશે જટકો, કહેશો- આ તે જ છે જેને 'દામિની'માં જોઇ હતી

 • બોલિવૂડમાં આવી ઘણી અભિનેત્રીઓ રહી ચૂકી છે જેમણે લાઈમલાઇટ કરતા અલગ રસ્તો પસંદ કર્યો. તેમાંથી એક મીનાક્ષી શેષાદ્રી છે જે 1980-90 ના દાયકામાં બોલિવૂડની અગ્રણી અભિનેત્રીઓમાંની એક હતી. 15 વર્ષની કારકિર્દીમાં મીનાક્ષીએ એક કરતા એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. મીનાક્ષી ફિલ્મ નિર્માતાઓની પણ પહેલી પસંદ હતી. તેણે ગંભીર, સ્ટાઇલિશ, હોટ, તમામ પ્રકારની ભૂમિકાઓ કરી અને લોકોએ પણ તેની એક્ટિંગને ખુબ પસંદ કરી હતી.
 • લોકોને શીખવે છે નૃત્ય
 • લગ્ન પછી મીનાક્ષી અમેરિકા ચાલી ગઈ. તેણે હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા અને તે તેના બે બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી સાથે યુએસમાં રહે છે. તે અમેરિકામાં લોકોને ક્લાસિકલ ડાન્સ શીખવે છે અને તેને પોતાની એક ડાન્સ એકેડમી પણ ખોલી છે જેનું નામ ચેરીશ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડાન્સ છે.
 • આ ફિલ્મોમાં કર્યું કામ
 • મીનાક્ષી શેષાદ્રીની પહેલી ફિલ્મ 1983 માં આવી જેનું નામ 'હીરો' હતું. આમાં તે જેકી શ્રોફ સાથે જોવા મળી હતી. 'મેરી જંગ', 'ડકૈત', '20 સાલ બાદ', 'ગંગા જમુના સરસ્વતી', 'વિજય', 'શહંશાહ', 'તૂફાન', 'જોશીલે', 'જૂર્મ', ઘાયલ', 'ઘર હો તો ઐસા', 'આદમી ખીલોના હૈ', 'દામિની', 'ઘાતક' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

 • આ સ્ટાર્સ સાથે કર્યું કામ
 • મીનાક્ષી શેષાદ્રીએ જેકી શ્રોફ, ઋષિ કપૂર, અનિલ કપૂર, અમિતાભ બચ્ચન, સની દેઓલ, ગોવિંદા, વિનોદ ખન્ના, મિથુન ચક્રવર્તી જેવા કલાકારો સાથે ફિલ્મના પડદે રોમાંસ કર્યો હતો.
 • મીનાક્ષીને છે બે બાળકો
 • મીનાક્ષી શેષાદ્રી 1995 માં હરીશ મૈસુર નામના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાથે લગ્ન સંબંધમાં બંધાઈ હતી. તરત જ તે યુ.એસ. રહેવા ગઈ અને હવે તે તેના પતિ અને તેમના બે બાળકો સાથે ટેક્સાસમાં રહે છે.
 • ટેક્સાસમાં રહે છે મીનાક્ષી
 • મીનાક્ષી શેષાદ્રી ટેક્સાસમાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખવે છે. તે ચેરિટી અને ફંડ ઇન્વેસ્ટ માં પણ પરફોર્મ કરે છે. મીનાક્ષી શેષાદ્રીએ પોતાની 15 વર્ષની કારકિર્દીમાં હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું. લોકો તેને દરેક ભૂમિકા માટે ખૂબ પસંદ કરતા.
 • ચાહકોએ પૂછ્યા હાલ
 • જણાવી દઈએ કે ભૂતકાળની અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના મોતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી, જેના પછી ઘણા લોકો સોશિયલ મીડિયા પર મીનાક્ષીની તબિયત વિશે પૂછે છે.
 • ઊડી મૃત્યુની અફવા
 • હકીકતમાં સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચા થઈ હતી કે 90 ના દાયકાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું કોવિડ-19 ને કારણે નિધન થયું છે. જોકે આ એક અફવા હતી. થોડા દિવસો પહેલા મીનાક્ષી શેષાદ્રી પર એક ટીવી શો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને જોયા પછી ચાહકોમાં એક મૂંઝવણ જોવા મળી હતી કે મીનાક્ષી હવે છે કે નથી.

Post a Comment

0 Comments