જ્યારે આ 8 અભિનેત્રીઓએ ઠુકરાવી હતી સલમાન સાથેની ફિલ્મ, એકે તો કહ્યું હતું કે - તેની ફિલ્મોની અભિનેત્રીઑ સાથે...

 • સલમાન ખાન જે પણ ફિલ્મમાં હોય છે તે ફિલ્મ હિટ માનવામાં આવે છે. સલમાન ખાને તેની 31 વર્ષીય ફિલ્મ કારકીર્દિમાં અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે જો કે આ સમય દરમિયાન ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે સલમાન સાથે કામ કરવાની ના પાડી હતી. ચાલો આજે તમને બોલીવુડની આવી 8 અભિનેત્રીઓ વિશે જણાવીએ…
 • દીપિકા પાદુકોણ…
 • આજના સમયમાં દીપિકા પાદુકોણ એ ફિલ્મ ઉદ્યોગનું એક મોટું નામ છે. દીપિકા આજની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દીપિકાએ સલમાન ખાન સાથે કામ ન કરવા બદલ એક કે બે નહીં પણ પાંચ ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી છે. જોકે આ ફિલ્મ બંનેની સાથે આવવા અંગે ક્યારેય કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. એવું કહેવામાં આવે છે કે એકવાર સલમાને અભિનેત્રિ દીપિકાના પતિ રણવીર સિંહની મજાક ઉડાવી હતી અને તેના કારણે દીપિકાએ સલમાન સાથે સ્ક્રીન શેર ન કરવાનો નિર્ણય કર્યો હતો.
 • સોનાલી બેન્દ્રે…
 • એક સમયે સોનાલી બેન્દ્રેની ગણતરી બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં થતી હતી. સોનાલી બેન્દ્રે 90 ના દાયકામાં બોલિવૂડમાં સક્રિય રહી હતી. સોનાલી અને સલમાનની જોડી ચાહકોને સ્ક્રીન પર જોવા મળી છે જોકે 2000 પછી સોનાલીએ સલમાન સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવે છે કે જ્યારે ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' દરમિયાન કાળીયારના મામલામાં સલમાનનું નામ સામે આવ્યું ત્યારે સોનાલીએ સલમાન સાથે સ્ક્રીન શેર કરવાની ના પડી અને તેનાથી દુરી બનાવી લીધી હતી.
 • અમીષા પટેલ…
 • બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમિષા પટેલે પણ સલમાન સાથે કામ કરવાનો ઇનકાર કરી ચુકી છે. તે બંને 'યે હૈ જલવા' નામની એક ફિલ્મમાં સાથે દેખાયા હતા જોકે તે પછી બંનેની જોડી જામી શકી ન હતી. આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ.
 • ટ્વિંકલ ખન્ના…
 • વર્ષ 1995 માં ફિલ્મ 'બરસાત' થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ટ્વિંકલ ખન્નાએ બોલિવૂડની થોડી ફિલ્મોમાં કામ કર્યું છે. ટ્વિંકલે ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું પરંતુ તેણે સલમાન સાથેની ઘણી ફિલ્મોને નકારી કાઢી હતી. જો કે આ જોડીને ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ માં પસંદ કરવામાં આવી હતી.
 • ઉર્મિલા માતોડકર…
 • ઉર્મિલા માતોડકરે સલમાન ખાન સાથે ફિલ્મ 'જાનમ સમજા કરો' ફિલ્મમાં કામ કર્યું છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. આ પછી ઉર્મિલાએ ક્યારેય સલમાન સાથે કામ નથી કર્યું .
 • એશ્વર્યા રાય બચ્ચન…
 • એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનનું અફેર એક સમયે બોલીવુડની હેડલાઈન્સ માં હતું. જ્યારે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં બંનેની જોડીને ચાહકો ખૂબ પસંદ કરી હતી જો તેમના સંબંધો તૂટી ગયા ત્યારે બંને એકબીજાના દુશ્મન બની ગયા અને તેના પરિણામે એશ્વર્યાએ ફિલ્મ 'ચલતે ચલતે' થી પોતાને અલગ કરી લીધી હતી.
 • દીપશિખા…
 • 'કરણ અર્જુન' ફિલ્મમાં મમતા કુલકર્ણીએ જે ભૂમિકા ભજવી હતી તે સૌ પ્રથમ અભિનેત્રી દીપશિખાને ઓફર કરવામાં આવી હતી પરંતુ તે આ ફિલ્મમાં કામ કરવા માંગતી નહોતી. દીપશિખાએ પોતાના ઇન્ટરવ્યુમાં ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાનની વિરુદ્ધ મમતા કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી હતી.
 • કંગના રનાઉત…
 • અભિનેત્રી કંગના રનાઉતે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે પરંતુ સલમાન સાથે નહીં. કંગનાએ સ્પષ્ટ કહ્યું છે કે તે ક્યારેય સલમાન સાથે કામ કરવા માંગતી નથી. કંગનાના કહેવા પ્રમાણે સલમાનની ફિલ્મોનો શ્રેય ફક્ત તેને જાય છે અભિનેત્રીને નહીં.

Post a Comment

0 Comments