ગયા જમાનાની આ 7 અભિનેત્રીઓ એક સમયે હતી લગ્નેતર પુરુષોના પ્રેમમાં પાગલ, પરંતુ હજી પણ છે કુંવારી

 • બોલિવૂડમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જે હજી કુંવારી છે અથવા કોઈ પરિણીત વ્યક્તિના પ્રેમમાં પાગલ રહી છે. એવી અભિનેત્રીઓ કે જેમને ઘણા સાથે સંબંધ છે, પરંતુ તેઓ ક્યારેય કોઈની સાથે લગ્ન કરી શકી નથી. આ અભિનેત્રીઓને લગ્નજીવનનો આનંદ ક્યારેય મળ્યો નથી. આજ સુધી તેનું જીવન એકલતામાં જ પસાર થયુ છે.
 • આશા પારેખ
 • આશા પારેખ તે સમયની ખૂબ મોટી અભિનેત્રી હતી પરંતુ કહેવામાં આવે છે કે તેને પણ પ્રેમ કર્યો હતો. તે ફિલ્મ નિર્માતા નાસિર હુસેન સાથે પ્રેમમાં હતી. આ વાતનો તેમણે પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્યો છે. આશા પારેખ હંમેશા કહેતા હતા કે નાસિર હુસેન તેમનો સાચો પ્રેમ રહ્યો છે. તે હજી પણ નાસિરના પ્રેમમાં કુંવારી છે.
 • નગ્મા
 • નગમાની શરૂઆત બાગી ફિલ્મથી સલમાન ખાન સાથે થઈ હતી. એકવાર નગ્માના જીવનમાં પ્રેમની પણ એન્ટ્રી થઈ. અભિનેત્રી નગ્માનું અફેર ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે રહ્યું છે. આ પછી તેનું નામ પરણિત રવિ કિશન સાથે પણ જોડાયું હતું. આજે તે 46 વર્ષની ઉંમરે પણ કુંવારી છે.
 • શમિતા શેટ્ટી
 • શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી 41 વર્ષની છે. શમિતા હજી કુંવારી છે. શમિતા પહેલાથી જ પરિણીત મનોજ વાજપેયીના પ્રેમમાં પડી ગઈ હતી. આ સાથે શમિતાનું નામ હરમન બાવેજા અને આફતાબ શિવદસાની સાથે પણ સંકળાયેલું હતું. તેણીએ કદી લગ્ન કર્યા નથી.
 • સુષ્મિતા સેન
 • સુષ્મિતા સેનના બોલિવૂડમાં ઘણા અફેર્સ રહી ચૂકયા છે. સુષ્મિતા સેનનું અફેર વિક્રમ ભટ્ટ, સંજય દત્ત, સંજય કપૂર અને અન્ય ઘણા પરિણીત કલાકારો સાથે હતું. 45 વર્ષની સુષ્મિતા આ દિવસોમાં તેનાથી 14 વર્ષ નાના રોહમન શાલને ડેટ કરી રહી છે. સુષ્મિતાએ આજ સુધી કોઈની સાથે લગ્ન પણ નથી કર્યા. સુષ્મિતા સેને બે પુત્રી દત્તક લીધી છે.
 • નંદા
 • અભિનેત્રી નંદાનીની પણ આવી જ એક કહાની છે. એવું કહેવામાં આવે છે કે નંદા પરણિત દિગ્દર્શક મનમોહન દેસાઇના પ્રેમમાં પાગલ હતી. દેસાઈ પણ તેને ચાહવા લાગ્યા હતા. 1992 માં 53 વર્ષીય નંદા તેની સાથે સગાઇ કરી. પરંતુ દુર્ભાગ્યે મનમોહન દેસાઈનું મૃત્યુ માત્ર બે વર્ષ પછી અકસ્માતમાં થયું હતું. આને કારણે નંદા પણ કુંવારી જ મરી ગઈ.
 • પરવીન બાબી
 • પરવીન બાબી એક એવી અભિનેત્રી હતી જેને એક નહી ઘણાં અફેર હતાં. આ બધાની વચ્ચે તે નોંધવા પાત્ર છે કે તેનું દિલ હંમેશાં પરિણીત પુરુષો પર જ આવ્યુ હતું. ડેની સિવાય મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથેના તેના સંબંધો વિશે બધા જાણતા હતા. આટલું જ નહીં તે આ બધા સાથે લિવ ઇનમાં રહેતી હતી. પરંતુ તે ક્યારેય કોઈની સાથે લગ્ન કરી શકી નહીં.
 • તબ્બુ
 • તબ્બુ હવે 50 વર્ષની થઈ ગઇ છે. આ ઉંમરે પણ તે હજી કુંવારી છે. તબ્બુનું નામ ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાડવાલા સાથે સંકળાયેલું હતું. તે સમયે એવા સમાચાર હતા કે તબ્બુએ તેની સાથે સગાઈ પણ કરી લીધી હતી. બાદમાં તબ્બુનું દિલ આવ્યું સાઉથના સુપરસ્ટાર પરણિત નાગાર્જુન પર કહેવાય છે કે નાગાર્જુનને કારણે તબ્બુ હજી કુંવારી છે.

Post a Comment

0 Comments