આ 7 અભિનેતાઓએ શ્રી રામ બનીને લૂંટી હતી ઘણી વાહવાહ, એકને તો લોકો જોતાં જ પગે પડી જતાં હતા

 • અભિનેતા અરૂણ ગોવિલે ટીવી ની દુનિયામાં સારું નામ કમાવ્યું છે. વર્ષ 1987 માં આવેલી રામાનંદ સાગર સીરિયલ 'રામાયણ'માં અરૂણ ગોવિલે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવીને આખી દુનિયામાં એક વિશેષ ઓળખ ઉભી કરી હતી. ભગવાન રામની ભૂમિકામાં અરૂણ ગોવિલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. 1987 થી અત્યાર સુધી રામ કથા ઘણી વખત વિવિધ પાત્રો સાથે ટીવી પર રજૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ટીવીના અરૂણ ગોવિલ સહિત કેટલાક અન્ય કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી છે અને તેમને લોકો તરફથી ખૂબ સન્માન અને પ્રેમ મળ્યો છે.
 • અરુણ ગોવિલ…
 • જ્યારે પણ ધારાવાહિકાઓમાં રામાયણનું નામ લેવામાં આવે છે ત્યારે રામાનંદ સાગરની 'સિરિયલ' રામાયણ પ્રથમ સ્થાને આવે છે. તે જ સમયે જ્યારે શ્રી રામની વાત આવે છે ત્યારે અરૂણ ગોવિલની જ છબી મનમાં ઉભરી આવે છે. 'રામાયણ'માં અરૂણ ગોવિલે રામના પાત્રને જીવંત કરી દીધું હતું. આજે 34 વર્ષ પછી પણ તેઓ ને એ જ રીતે જોવામાં અને ઓળખવામાં આવે છે. આ ભૂમિકા પછી લોકો તેમને ઘણીવાર શ્રી રામ જ સમજી લેતા અને તેમના પગ પર પડી જતા.
 • નીતીશ ભારદ્વાજ…
 • અભિનેતા નીતીશ ભારદ્વાજે ભગવાન શ્રી કૃષ્ણની સાથે ભગવાન શ્રી રામની ભૂમિકા પણ ભજવી છે. 1988 માં બી.આર.ચોપરાના મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવ્યા પછી નીતીશ ભારદ્વાજ 2001 માં તેમની જ સિરિયલ 'રામાયણ'માં શ્રી રામની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે જ સમયે સ્મૃતિ ઇરાનીએ આ સીરિયલમાં માતા સીતાની ભૂમિકા ભજવી હતા.
 • ગુરમીત ચૌધરી…
 • ભગવાન શ્રી રામના પાત્રથી ગુરમીત ચૌધરીને પણ મોટી ઓળખ મળી છે. વર્ષ 2008 માં ફરી એકવાર 'રામાયણ' ટીવી પર આવી હતી. ડાયરેક્ટર આનંદ સાગર એન.ટી.વી.ઈમેજીન પર રામાયણ લઈને આવ્યા હતા જેમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ગુરમીત ચૌધરીએ ભજવી હતી. એવું કહેવામાં આવે છે કે અરૂણ ગોવિલ પછી ગુરમીત ચૌધરી શ્રી રામની ભૂમિકામાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા. ગુરમીતે એમ પણ કહ્યું છે કે તેમની કારકીર્દિમાં શ્રી રામની ભૂમિકા ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે.
 • ગગન મલિક…
 • ગગન મલિકે સીરીયલ સંકટ મોચન મહાબાલી હનુમાનમાં શ્રી રામની ભૂમિકા ભજવી છે. આ ધારાવાહી સોની ટીવી પર વર્ષ 2015 માં આવ્યો હતો. આ સીરીયલમાં શ્રી રામની કથાનું વર્ણન હનુમાનજી દ્વારા કરવામાં આવ્યું હતું.
 • આશિષ શર્મા…
 • 2015 માં સિરિયલ 'સિયા કે રામ' આવી હતી. આમાં શ્રી રામની કથા સિયાના દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી હતી. જો કે નામ પરથી પણ સ્પષ્ટ થાય છે. આ સિરીયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવી હતી. આમાં આશિષ શર્માએ શ્રી રામની ભૂમિકા ભજવી હતી જ્યારે સાક્ષી એ માતા સીતાના રૂપમાં જોવા મળી હતી. આ સિરિયલથી આશિષને એક અલગ અને વિશેષ ઓળખ મળી. આ પહેલા તેણે ઘણી સિરીયલોમાં પણ કામ કર્યું હતું.
 • હિમાંશુ સોની…
 • હિમાંશુ સોનીએ સીરીયલ 'રામ-સીયાકે લવ-કુશ'માં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું છે. વર્ષ 2019 માં સ્વસ્તિક પ્રોડક્શનના સિદ્ધાર્થ તિવારી આ રામ કથા લાવ્યા. આ વખતે શ્રી રામની કથા તેમના બે પુત્રો લુવ અને કુશ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ સીરિયલમાં માતા જાનકીના પાત્રમાં શિવ્યા પઠાણિયા જોવા મળી હતી. નોંધપાત્ર વાત એ છે કે હિમાંશુ સોની રાધાકૃષ્ણ સિરિયલમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બની ગયા છે.
 • સુમેધ મુદગલકર…
 • હાલમાં સુમેધ સિરિયલ રાધાકૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ શોમાં ભગવાન વિષ્ણુના અવતારોનો મહિમા બતાવતા તે શ્રી રામ તરીકે પણ જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે શ્રી રામ શ્રી વિષ્ણુના અવતાર છે. સુમેધ આ સિરીયલમાં ઘણા પાત્રોમાં જોવા મળ્યો છે.

Post a Comment

0 Comments