ખૂબ જ ખાસ છે રોહિત શર્મા અને રીતિકાની પ્રેમ કહાની, લગ્ન પહેલાં કરી હતી 6 વર્ષ ડેટિગ

 • મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આજે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટ ક્ષેત્રે તેણે જેટલી આગ લગાવી છે તેટલો જ સફળ તે ઇશ્કની પીચ પર રહ્યો છે. ચાલો તેમની લવ સ્ટોરી જોઈએ.
 • રિતિકા સજ્દેહ કોણ છે?
 • રોહિત શર્માની પત્ની રીતિકા સજ્દેહ વ્યવસાયે સ્પોર્ટ્સ મેનેજર છે અને તે ટીમ ઈન્ડિયાના ઓપનરની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કોન્ટ્રાકટની દેખરેખ રાખે છે.
 • રિતિકા નો જન્મદિવસ ક્યારે છે?
 • રિતિકા સજ્દેહ નો જન્મ 21 ડિસેમ્બર 1987 ના રોજ થયો હતો.
 • રિતિકાનો પરિવાર
 • રીતિકા સજ્દેહની માતાનું નામ ટીના સજ્દેહ અને પિતાનું નામ બોબી સજ્દેહ છે. તેને એક કુણાલ સજ્દેહ નામનો એક ભાઈ છે.
 • રિતિકની પસંદગી
 • રિતિકા સજ્દેહને મુસાફરી કરવી અને ચોકલેટ ખાવાનું પસંદ છે. તેના પ્રિય કલાકારો રોબર્ટ ડાઉની જુનિયર, રેયાન રેનોલ્ડ્સ અને ક્રિસ હેમ્સવર્થ છે. તેના પ્રિય ટીવી શો રિવરડેલ અને એરો છે.
 • રોહિત અને રિતિકા કેવી રીતે મળ્યા?
 • ભારતની ભૂતપૂર્વ ટીમના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે રીતિકા સજ્દેહનો મુંહબોલો ભાઈ છે. એકવાર યુવીએ મજાકમાં રોહિતને ધમકી આપી હતી કે તેણે રિતિકાથી દૂર રહેવું જોઈએ. તે સમયે રિતિકા રોહિતની ક્રિકેટ મેનેજર તરીકે કામ કરતી હતી. રોહિત અને રિતિકા એક બીજાના પ્રેમમાં પડ્યાં. બંનેએ લગ્ન પહેલા 6 વર્ષ સુધી ડેટિંગ કરી હતી.
 • જ્યારે રોહિતે રિતિકાને પ્રપોઝ કર્યું હતું
 • રોહિત શર્માએ આઈપીએલ દરમિયાન રિતિકાને પ્રપોઝ કર્યું હતું. તે રિતિકાને બોરીવલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ લઈ ગયો અને ત્યાં પ્રપોઝ કર્યું. એવું કહેવામાં આવે છે કે રોહિત તેના ઘૂંટણ પર બેસી ગયો અને એક હાથમાં વીંટી વડે રિતિકાને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો.

Post a Comment

0 Comments